Gold Silver Price: આજે બુલિયન માર્કેટમાં સોનાના રેટ 61,000 રૂપિયાને પાર કરી ગયા. જ્વેલરી બજારમાં સોનાના ભાવ પોતાના નવા પીક પર છે. સપ્તાહના બીજા દિવસે મંગળવારના સોનાના ભાવ 654 રૂપિયા વધીને 61,071 રૂપિયા પર કારોબાર કરતા જોવામાં આવ્યા. ચાંદીના ભાવ 75,173 રૂપિયા પર કારોબાર કરતા દેખાય રહ્યા છે.
IBJA ની વેબસાઈટ પર આપ્યા સોના અને ચાંદીના રેટ નીચે ટેબલમાં આપવામાં આવ્યા છે. ટેબલમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાથી લઈને 14 કેરેટ ગોલ્ડના રેટ આપવામાં આવ્યા છે. સાથે જ એક કિલોગ્રામ ચાંદીના રેટ આપવામાં આવ્યા છે. સોના અને ચાંદીના આજના રેટની તુલના કાલના બંધ ભાવથી કરવામાં આવી છે. આ રહ્યા બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોના અને 1 કિલોગ્રામ ચાંદીના ભાવ..
આ રહ્યા જ્વેલરી માર્કેટમાં સોનાના ભાવ
ગોલ્ડના ભાવ - એક્સપર્ટની સલાહ
જો એક્સપર્ટની માનીએ તો સોનાના ભાવ આ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાની માનીએ તો આ વર્ષ સોનાના ભાવમાં તેજી રહી શકે છે અને ભાવ 64000 રૂપિયા સુઘી પહોંચી શકે છે. હવે જોવાની વાત એ છે કે આ સ્તર પર ક્યારે આવશે.