Rupee Against Dollar: ડોલર સામે રૂપિયાના ઘટાડા અંગે સારા સમાચાર, ડેલોઇટે જાહેર કર્યો રિપોર્ટ
Rupee Against Dollar: 13 જાન્યુઆરીના રોજ, રૂપિયામાં લગભગ બે વર્ષમાં સૌથી મોટો એક દિવસનો ઘટાડો નોંધાયો હતો અને સત્રના અંતે 66 પૈસા ઘટીને અમેરિકન ડોલર સામે 86.70 ના ઐતિહાસિક નીચા લેવલે બંધ થયો હતો.
રૂપિયાના ઘટાડાની અસર ભારતીય અર્થતંત્ર, સામાન્ય લોકો અને વ્યાપાર જગત પર પડે છે.
Rupee Against Dollar: નાણાકીય સલાહકાર કંપની ડેલોઇટના અર્થશાસ્ત્રી રૂમકી મજુમદાર માને છે કે રૂપિયામાં હવે થોડો સુધારો થશે અને આગામી અઠવાડિયામાં તે 85 થી 86 પ્રતિ ડોલરની વચ્ચે રહેશે. તેમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) સતત લોકલ ચલણને સ્થિર રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જોકે, તેમણે કહ્યું કે RBIના હસ્તક્ષેપ અને ભારતીય ચલણ અન્ય ચલણો કરતાં વધુ સ્થિર હોવા છતાં રૂપિયો હવે 83ના લેવલે નીચે આવશે નહીં. ગયા અઠવાડિયે, રૂપિયો તેના ઓલટાઇમ લો લેવલે 86.70 પ્રતિ ડોલર પર ગગડી ગયો હતો. આનું કારણ વિદેશી ભંડોળ પાછું ખેંચવું અને લોકલ શેરબજારમાં ઘટાડો હતો, જેના કારણે ઇન્વેસ્ટર્સના સેન્ટિમેન્ટ પર અસર પડી હતી.
રૂપિયો 86.70ના ઓલટાઇમ લો લેવલે લેવલે પહોંચ્યો
13 જાન્યુઆરીના રોજ રૂપિયામાં લગભગ બે વર્ષમાં સૌથી મોટો એક દિવસનો ઘટાડો નોંધાયો હતો અને સત્રના અંતે, રૂપિયો 66 પૈસા ઘટીને અમેરિકન ડોલર સામે 86.70ના ઐતિહાસિક નીચલા લેવલે બંધ થયો હતો. આ પહેલા 6 ફેબ્રુઆરી, 2023ના રોજ, રૂપિયામાં 68 પૈસાનો સૌથી મોટો એક દિવસનો ઘટાડો થયો હતો. મજબૂત ડોલર અને FIIના આઉટફ્લોને કારણે 2024માં રૂપિયામાં લગભગ ત્રણ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં લોકલ ચલણમાં એક ટકાથી વધુનો ઘટાડો થયો છે. શુક્રવારે રૂપિયો 86.60 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. મજુમદારે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે 6 મહિના પહેલા સુધી રૂપિયો ચોક્કસપણે 83-84 પર હતો. પરંતુ હવે તે 85-86 પ્રતિ ડોલર પર સ્થિર રહેશે.
રૂપિયાના ઘટાડા પાછળનું કારણ શું?
રૂપિયામાં ઘટાડાનો હાલનો તબક્કો મુખ્યત્વે વિદેશી ઇન્વેસ્ટર્સ દ્વારા ભારતમાંથી નાણાં પાછા ખેંચવાને કારણે છે, જેના કારણે રૂપિયા પર દબાણ આવ્યું છે. કેન્દ્રીય બેન્કો તેમની નાણાકીય પોલીસીઓને વિવિધ અંશે પુનર્ગઠિત કરી રહી હોવાથી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ તેમના રોકાણોને વિવિધ દેશોમાં ખસેડી રહ્યા છે. આ ઉપરાંત, યુએસ ડોલર ઇન્ડેક્સ સતત મજબૂત થઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ, જે છ ચલણોની ટોપલી સામે ગ્રીનબેકની મજબૂતાઈને માપે છે, તે વધીને 109.01 થયો. 10 વર્ષના યુએસ બોન્ડ્સ પરનું યીલ્ડ પણ એપ્રિલ 2024માં વધીને 4.69 ટકાના લેવલે પહોંચ્યું. તેની અસર ભારતીય રૂપિયા પર પણ જોવા મળી રહી છે. આના કારણે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.
રૂપિયાના ઘટાડાની શું અસર થશે?
રૂપિયાના ઘટાડાની અસર ભારતીય અર્થતંત્ર, સામાન્ય લોકો અને વ્યાપાર જગત પર પડે છે. રૂપિયાના નબળા પડવાથી વિદેશથી આયાત મોંઘી બને છે. જેના કારણે આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે. ભારત મોટા પાયે ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ડોલરની મજબૂતાઈને કારણે ક્રૂડ ઓઈલની આયાત મોંઘી થશે. આનાથી વેપાર ખાધ વધશે. રૂપિયાના નબળા પડવાના કારણે વિદેશી ઇન્વેસ્ટર્સ શેરબજારમાંથી પૈસા ઉપાડી રહ્યા છે. તેની અસર હવે દેખાય છે. રૂપિયાના ઘટાડાને કારણે વિદેશ યાત્રા કે વિદેશમાં અભ્યાસ માટેનું બજેટ વધશે. તે જ સમયે, ભારતીય નિકાસકારોને રૂપિયાના નબળા પડવાથી ફાયદો થાય છે, કારણ કે તેમના ઉત્પાદનો વિદેશી બજારમાં સસ્તા થાય છે.