Pulses Price: કઠોળના આસમાની કિંમતો વચ્ચે, સરકારે રિટેલરોને કઠોળ પરના નફાના માર્જિનમાં ઘટાડો કરવા જણાવ્યું હતું. સરકારે જણાવ્યું હતું કે તુવેર (અરહર), અડદ અને ચણા કઠોળના રિટેલ ભાવમાં ઘટાડો છેલ્લા એક મહિનામાં મુખ્ય જથ્થાબંધ બજારોમાં લગભગ 4 ટકાના ઘટાડા સાથે પ્રમાણસર નથી. કસ્ટમર્સને રાહત આપવા માટે રિટેલરોને વ્યાજબી નફાના માર્જિન વસૂલવાનું કહેવામાં આવ્યું છે. સરકારે ચેતવણી આપી છે કે તે બજારના ખેલાડીઓ દ્વારા અપ્રમાણિક સટ્ટાબાજી અને નફાખોરી સામે કડક પગલાં લેશે, પીટીઆઈએ અહેવાલ આપ્યો છે.
ગ્રાહક બાબતોના વિભાગે રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (RAI) સાથે કઠોળના ભાવની સ્થિતિ પર ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. ઉપભોક્તા બાબતોના વિભાગના સચિવ નિધિ ખરેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તુવેર અને ચણાની સ્ટોક મર્યાદાના પાલનની પણ સમીક્ષા કરવામાં આવી હતી. RAI, Reliance Retail, D-Mart, Tata Stores, Spencers, RSPG અને V-Martના પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો. RAI પાસે 2,300થી વધુ સભ્યો છે, અને સમગ્ર દેશમાં 6,00,000 થી વધુ રિટેલ આઉટલેટ્સ ધરાવે છે.
રિટેલર્સને વધુ નફાનું માર્જિન મળી રહ્યું છે
રિટેલ ઉદ્યોગ સહભાગીઓએ આપી ખાતરી
નિવેદનમાં જણાવાયું છે કે રિટેલ ઉદ્યોગના સહભાગીઓએ ખાતરી આપી છે કે તેઓ તેમના રિટેલ માર્જિનમાં જરૂરી ગોઠવણો કરશે અને કસ્ટમર્સને પોષણક્ષમ ભાવે ભાવ પ્રોવાઇડ કરવા માટે તેને નજીવા લેવલે જાળવી રાખશે. ખરેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નિર્ધારિત મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે મોટા રિટેલર્સ સહિત તમામ સ્ટોક હોલ્ડિંગ એન્ટિટીની સ્ટોક સ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવે છે. તેમણે ચેતવણી આપી હતી કે સ્ટોક મર્યાદાનું ઉલ્લંઘન, અપ્રમાણિક સટ્ટો અને બજારના ખેલાડીઓ તરફથી નફાખોરી સરકાર તરફથી કડક પગલાંને આમંત્રણ આપશે.