Wheat prices: નવા ઘઉંની આવકમાં બમ્પર વધારો નોંધાયો છે. સીઝનની શરૂઆત સાથે નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. જો કે ઘઉંના ભાવમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની શરૂઆત તો થઈ ગઈ છે અને હાલ ઘઉંના ભાવમાં રૂપિયા 25 સુધીનો ઘટાડો 20 કિલોએ થયો છે. ઘઉંની આવકમાં સતત વધારો થયો છે. ઘઉંની સિઝન શરૂ થતાં ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો નિરાશ થાય છે.
વાત કરીએ રાજકોટ યાર્ડની તો 5000 ગુણીની ઘઉંની આવક નોંધાઈ છે. રાજકોટ યાર્ડમાં મિલબરના ભાવમાં 495થી 505 રૂપિયા સુધી બોલાયા હતા. એવરેજ ભાવ 510થી 540 રૂપિયા બોલાયો હતો. સારી ક્વોલિટીમાં 550થી 580 રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં સતત આવકમાં વધારો થયો છે.
તો, ગોંડલ યાર્ડમાં 19 હજાર ગુણીની ઘઉંની આવક નોંધાઈ હતી. જેમાં ઘઉં લોકવનનો ભાવ 524થી 556 રૂપિયા સુધી નોંધાયો હતો. જ્યારે ઘઉં ટુકડાનો ભાવ 496થી 671 રૂપિયા ભાવ બોલાયો હતો. હિંમતનગર યાર્ડમાં 1200 ગુણીની આવક નોંધાઈ હતી અને 550થી 691 રૂપિયા ભાવ બોલાયો હતો.
અમરેલી યાર્ડની વાત કરીએ તો 4400 મણ ટુકડા ઘઉંની આવક નોંધાઈ હતી અને ભાવ 495થી 580 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા યાર્ડમાં 550થી 581 રૂપિયા ભાવ બોલાયો હતો. મહુવા યાર્ડમાં 446 મણની ઘઉંની આવક નોંધાઈ હતી. 450થી 593 રૂપિયા ભાવ બોલાયો હતો. કોડીનાર યાર્ડમાં 2100 મણની ઘઉંની આવક નોંધાઈ હતી અને 445થી 579 રૂપિયા ભાવ બોલાયો હતો.