માઇક્રોસોફ્ટે 10,000 કર્મચારીઓની કરી છટણી, કસ્ટમરની આ બદલાતી જરૂરિયાતોને ગણાવી જવાબદાર - microsoft to cut 10000 jobs almost 5 percent global workforce as tech layoffs intensify | Moneycontrol Gujarati
Get App

માઇક્રોસોફ્ટે 10,000 કર્મચારીઓની કરી છટણી, કસ્ટમરની આ બદલાતી જરૂરિયાતોને ગણાવી જવાબદાર

છટણીની આગ હવે માઈક્રોસોફ્ટ સુધી પહોંચી ગઈ છે. માઇક્રોસોફ્ટે મેક્રોઇકોનોમિક પરિસ્થિતિઓ અને બદલાતી ગ્રાહક પસંદગીઓને કારણે 10,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. માઈક્રોસોફ્ટના વૈશ્વિક વર્કફોર્સના લગભગ 5 ટકા છે. કંપનીએ બુધવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ જાણકારી આપી છે.

અપડેટેડ 12:44:22 PM Jan 19, 2023 પર
Story continues below Advertisement

Layoff News: છટણીની આગ હવે માઈક્રોસોફ્ટ સુધી પહોંચી ગઈ છે. માઇક્રોસોફ્ટે મેક્રોઇકોનોમિક પરિસ્થિતિઓ અને બદલાતી ગ્રાહક પસંદગીઓને કારણે 10,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. આ માઈક્રોસોફ્ટના વૈશ્વિક વર્કફોર્સના લગભગ 5 ટકા છે. કંપનીએ બુધવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ જાણકારી આપી છે. કર્મચારીઓને છટણી વિશે જાણ કરવામાં આવી છે અને કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. માઇક્રોસોફ્ટે એમ પણ કહ્યું છે કે તે તેના હાર્ડવેર પોર્ટફોલિયોમાં ફેરફાર કરશે અને ભાડે આપેલી ઓફિસની સંખ્યામાં ઘટાડો કરશે.

છટણી છતાં મહત્વની જગ્યાઓ પર ભરતી ચાલુ રહેશે
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ કર્મચારીઓને છટણી વિશે માહિતી આપી હતી અને કેટલીક છટણી આજથી શરૂ થઈ છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક વિભાગોમાં છટણી કરવામાં આવી રહી છે પરંતુ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક હોદ્દાઓ પર ભરતી ચાલુ રહેશે. નડેલાએ AI (આર્ટિફિશિલ ઇન્ટેલિજેન્ટ)નો ઉપયોગ કરીને નવા કમ્પ્યુટર પ્લેટફોર્મ બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો છે.

આ પણ વાંચો - Union Budget 2023: હવે આયુષ્માન ભારત યોજનાનો લાભ મિડલ ક્લાસને પણ મળશે, 1 ફેબ્રુઆરીના બજેટમાં થશે જાહેરાત

કસ્ટમરની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણયનો દાવો
મેક્રોઇકોનોમિક કંડીશન ઉપરાંત, માઇક્રોસોફ્ટે કસ્ટમરની બદલાતી જરૂરિયાતોને પણ છટણીના મહત્વના કારણો માટે જવાબદાર ગણાવી છે. નડેલાના જણાવ્યા અનુસાર, રોગચાળા દરમિયાન કસ્ટમર ડિજિટલ ટેક્નોલોજી પર ખર્ચ વધારી રહ્યા હતા પરંતુ હવે તેઓ તેમના ડિજિટલ ખર્ચને મર્યાદિત કરી રહ્યા છે. નડેલા દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા ઈમેઈલ મુજબ, દરેક ઉદ્યોગ અને દરેક દેશની સંસ્થાઓ મંદીની સંભાવના વધુ હોવાથી ખર્ચ કરવા અંગે સાવચેત છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 19, 2023 10:21 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.