Hind Zinc Q3 Result: હિંદ ઝિંક (Hind Zinc) એ 19 જાન્યુઆરીના નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધારો છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.
કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 27.5 ટકા વધીને 10,922 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 8,556 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 10,219 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 34.7 ટકા વધારાની સાથે 6,055 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 4,458 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 5,614 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 52 ટકા થી વધીને 55 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 54.9 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.