Stocks to Buy: ડિફેન્સ સેક્ટરના આ 4 શેરમાં આવી શકે છે 35% સુધીનો ઉછાળો, જાણો મોતીલાલ ઓસવાલે કયા શેર્સ પર લગાવ્યો દાવ | Moneycontrol Gujarati
Get App

Stocks to Buy: ડિફેન્સ સેક્ટરના આ 4 શેરમાં આવી શકે છે 35% સુધીનો ઉછાળો, જાણો મોતીલાલ ઓસવાલે કયા શેર્સ પર લગાવ્યો દાવ

Defence Stocks to Buy: ડિફેન્સ સેક્ટરમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ તક! બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે HAL, BEL સહિત 4 શેર્સ ખરીદવાની સલાહ આપી છે. જાણો ટાર્ગેટ પ્રાઈસ અને તેજી પાછળના કારણો આ ખાસ અહેવાલમાં.

અપડેટેડ 10:44:51 AM Dec 30, 2025 પર
Story continues below Advertisement
Defence Stocks to Buy: ડિફેન્સ સેક્ટરમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ તક! બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે HAL, BEL સહિત 4 શેર્સ ખરીદવાની સલાહ આપી છે.

Defence Stocks to Buy: ભારતીય શેરબજારમાં ડિફેન્સ સેક્ટર ફરી એકવાર રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જાણીતી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે મંગળવાર, 30 ડિસેમ્બરના રોજ ડિફેન્સ સેક્ટર પર એક વિસ્તૃત રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં બ્રોકરેજે રોકાણકારોને ડિફેન્સ સેક્ટરની ચાર મજબૂત કંપનીઓના શેર ખરીદવાની ભલામણ કરી છે. જેમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ (BEL), હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL), ભારત ડાયનેમિક્સ (BDL) અને એસ્ટ્રા માઈક્રોવેવ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. બ્રોકરેજનું માનવું છે કે આગામી સમયમાં આ શેર્સમાં 35% સુધીની તેજી જોવા મળી શકે છે.

ડિફેન્સ સેક્ટરમાં તેજીનું મુખ્ય કારણ

મોતીલાલ ઓસવાલનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે સંરક્ષણ ક્ષેત્રે મોટા નિર્ણયો લીધા છે. તાજેતરમાં જ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં આશરે 79,000 કરોડના સંરક્ષણ ખરીદી પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી સાથે, વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ સંરક્ષણ મંજૂરીઓનો આંકડો 3.3 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. નોંધનીય બાબત એ છે કે, આ રકમ ડિફેન્સ સેક્ટરના વાર્ષિક કેપેક્સ (મૂડી ખર્ચ) 1.8 લાખ કરોડ કરતાં લગભગ બમણી છે, જે ઓર્ડર બુકમાં મોટી વૃદ્ધિના સંકેત આપે છે.

બ્રોકરેજના મત મુજબ, DACની આ મંજૂરીઓ ભલે તાત્કાલિક ઓર્ડરમાં રૂપાંતરિત ન થાય, પરંતુ તેના વ્યાપને જોતા આગામી 2થી 4 વર્ષ સુધી ડિફેન્સ કંપનીઓ માટે ઓર્ડર ફ્લો સતત જળવાઈ રહેશે. આ પ્રસ્તાવોમાં મિસાઇલ સિસ્ટમ, એર ડિફેન્સ, સર્વેલન્સ, કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ અને નેવલ સપોર્ટ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.

કયા શેર ખરીદવાની સલાહ અને શું છે ટાર્ગેટ?


મોતીલાલ ઓસવાલે જે ચાર કંપનીઓ પર ભરોસો મૂક્યો છે, તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

ભારત ડાયનેમિક્સ (Bharat Dynamics - BDL)

બ્રોકરેજ ફર્મે ભારત ડાયનેમિક્સના શેર માટે સૌથી વધુ તેજીનો અંદાજ લગાવ્યો છે. આ શેરને 'Buy' રેટિંગ સાથે 1,478 નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. વર્તમાન સ્તરથી આ શેરમાં 35.3% નો ઉછાળો આવવાની શક્યતા છે. કંપની ગાઈડેડ રોકેટ એમ્યુનિશન અને મિસાઈલ સિસ્ટમ્સ બનાવે છે, તેથી નવા સરકારી ઓર્ડરનો સીધો ફાયદો આ કંપનીને મળી શકે છે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ (Hindustan Aeronautics - HAL)

દેશની અગ્રણી ડિફેન્સ કંપની HAL માટે પણ બ્રોકરેજ પોઝિટિવ છે. HAL ના શેર માટે 5,800નો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરવામાં આવ્યો છે, જે વર્તમાન ભાવથી લગભગ 32.6% રિટર્ન દર્શાવે છે. મોતીલાલ ઓસવાલનું માનવું છે કે HAL ને HALE RPAS પ્લેટફોર્મ, Astra Mk-II મિસાઈલ ઇન્ટીગ્રેશન અને તેજસ પ્લેટફોર્મ માટે સિમ્યુલેટરના ઓર્ડર મળવાની પ્રબળ શક્યતાઓ છે.

ભારત ઇલેક્ટ્રોનિક્સ (Bharat Electronics - BEL)

BEL માટે પણ 'Buy' રેટિંગ જાળવી રાખવામાં આવ્યું છે અને 500નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ શેરમાં 27% સુધીની તેજી આવી શકે છે. રિપોર્ટ અનુસાર, ભારત ઇલેક્ટ્રોનિક્સ રડાર સિસ્ટમ, ડ્રોન ડિટેક્શન, HF-SDR કોમ્યુનિકેશન સિસ્ટમ અને અન્ય ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સના મોટા ઓર્ડર મેળવવા માટે મજબૂત સ્થિતિમાં છે.

એસ્ટ્રા માઈક્રોવેવ પ્રોડક્ટ્સ (Astra Microwave)

પ્રાઈવેટ સેક્ટરની આ કંપની માટે 1,100નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જેમાં 12.2% ના ઉછાળાની શક્યતા છે. બ્રોકરેજ મુજબ સરકારી કંપનીઓ સાથે ખાનગી કંપનીઓ માટે પણ તકો ખુલી રહી છે, જેમાં એસ્ટ્રા માઈક્રોવેવ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

3 diffance stock

આ પણ વાંચો- Drone Attack on Putin: પુતિનના નિવાસસ્થાન પર 91 ડ્રોનથી હુમલો, સીઝફાયરની આશા પર પાણી ફરી વળ્યું, ટ્રમ્પ લાલઘૂમ!

આ ઉપરાંત, બ્રોકરેજે ઝેન ટેક્નોલોજીસ (Zen Technologies) પર 'Neutral' રેટિંગ યથાવત રાખ્યું છે અને તેનો ટાર્ગેટ 1,400 આપ્યો છે, જેમાં માત્ર 0.4%ની સાધારણ તેજીની અપેક્ષા છે.

એકંદરે, 79,000 કરોડના નવા પ્રસ્તાવો અને મજબૂત ઓર્ડર પાઈપલાઈનને કારણે ડિફેન્સ સેક્ટરના આ શેરોમાં આગામી સમયમાં શાનદાર રિટર્ન મળી શકે છે તેવું બ્રોકરેજનું સ્પષ્ટ માનવું છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 30, 2025 10:44 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.