Drone Attack on Putin: પુતિનના નિવાસસ્થાન પર 91 ડ્રોનથી હુમલો, સીઝફાયરની આશા પર પાણી ફરી વળ્યું, ટ્રમ્પ લાલઘૂમ! | Moneycontrol Gujarati
Get App

Drone Attack on Putin: પુતિનના નિવાસસ્થાન પર 91 ડ્રોનથી હુમલો, સીઝફાયરની આશા પર પાણી ફરી વળ્યું, ટ્રમ્પ લાલઘૂમ!

Drone Attack on Putin: રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિના પ્રયાસો વચ્ચે જ પુતિનના નિવાસસ્થાન પર 91 ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે નારાજ થયા છે. જાણો આ ગંભીર ઘટનાની સંપૂર્ણ વિગત.

અપડેટેડ 10:06:36 AM Dec 30, 2025 પર
Story continues below Advertisement
Drone Attack on Putin: રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિના પ્રયાસો વચ્ચે જ પુતિનના નિવાસસ્થાન પર 91 ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે.

Drone Attack on Putin: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને શાંત કરવાના પ્રયાસો એક નાજુક તબક્કે પહોંચ્યા હતા, ત્યાં જ એક મોટી ઘટનાએ શાંતિની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જેઓ છેલ્લા ઘણા સમયથી બંને દેશો વચ્ચે સમાધાન કરાવવા માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે, તેમના માટે આ ઘટના એક મોટા ઝટકા સમાન છે. તાજેતરમાં જ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે અમેરિકામાં લાંબી બેઠક કરી હતી, પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર થયેલા ડ્રોન હુમલાના દાવાએ સ્થિતિ તંગ બનાવી દીધી છે.

શું બની ઘટના?

રશિયા તરફથી કરવામાં આવેલા દાવા મુજબ, યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુશ્મનો દ્વારા રાષ્ટ્રપતિ પુતિનને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, 28 અને 29 ડિસેમ્બરની મધ્યરાત્રિએ નોવગોરોદમાં આવેલા પુતિનના નિવાસસ્થાન પર એકસાથે અનેક ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. આંકડાકીય માહિતી મુજબ, આ હુમલામાં કુલ 91 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જોકે, રશિયાએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે તેમની એર ડિફેન્સ સિસ્ટમ તે સમયે સંપૂર્ણ એલર્ટ મોડ પર હતી. રશિયાનો દાવો છે કે ડિફેન્સ સિસ્ટમે હુમલો કરનાર તમામ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા, જેના કારણે રાષ્ટ્રપતિ પુતિન સુરક્ષિત છે. રશિયાનું સ્પષ્ટ માનવું છે કે આ હુમલો યુક્રેન દ્વારા પુતિનની હત્યા કરવાના ઇરાદે જ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાના આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.

ટ્રમ્પ થયા નારાજ: કહ્યું- "આવું તો ના જ કરાય"


આ સમગ્ર ઘટનાક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા ખૂબ જ મહત્વની છે. શાંતિ દૂત તરીકે પ્રયાસ કરી રહેલા ટ્રમ્પ આ હુમલાના સમાચાર સાંભળીને ભારે નારાજ થયા છે. તેમણે આ હુમલાને સખત શબ્દોમાં વખોડ્યો છે અને તેને તદ્દન "ખોટો" ગણાવ્યો છે. ટ્રમ્પનું માનવું છે કે આવી ઘટનાઓ શાંતિ પ્રક્રિયાને પાટા પરથી ઉતારી શકે છે.

2 Amidst peace efforts between 1

ટ્રમ્પે ખુલાસો કર્યો કે, આ ઘટના બાદ રાષ્ટ્રપતિ પુતિને વહેલી સવારે તેમને ફોન કરીને હુમલા વિશે જાણકારી આપી હતી. વાતચીત દરમિયાન પુતિન ખૂબ જ ગુસ્સામાં અને નારાજ જણાયા હતા. ટ્રમ્પે પોતાની પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કહ્યું કે, "કોઈના ઘર પર હુમલો કરવો એ તદ્દન ખોટી વાત છે. આ પ્રકારની ઘટનાઓ ન થવી જોઈએ. પહેલેથી ચાલી રહેલું યુદ્ધ આના કારણે વધુ ભડકી શકે છે અને અત્યાર સુધીના તમામ શાંતિના પ્રયાસો પર પાણી ફરી વળી શકે છે."

શાંતિ મંત્રણા સામે નવું સંકટ

આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકા બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) કરાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યું હતું. પુતિનના ઘર પર 91 ડ્રોનથી થયેલા હુમલાના આરોપ બાદ હવે રશિયાનું વલણ વધુ આક્રમક બને તેવી શક્યતા છે. ડ્રોન તોડી પાડવામાં આવ્યા હોવા છતાં, રશિયા આને ગંભીર ઉશ્કેરણી ગણી રહ્યું છે. હવે આખી દુનિયાની નજર રશિયા પર મંડાયેલી છે કે પુતિન આ હુમલાના જવાબમાં યુક્રેન પર કોઈ મોટી જવાબી કાર્યવાહી કરે છે કે કેમ. આ ઘટનાએ નિશ્ચિતપણે યુદ્ધના અંતની આશાને ધૂંધળી કરી દીધી છે.

આ પણ વાંચો- Stocks to Watch Today: RVNLથી લઈને BEL સુધી, 30 ડિસેમ્બરે આ 11 શેર પર રહેશે બજારની નજર, જાણો મોટા અપડેટ્સ

MoneyControl News

MoneyControl News

First Published: Dec 30, 2025 10:06 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.