TCS Q3 Results: ડિસેમ્બર ક્વાર્ટરમાં TCSના નફામાં 14%નું ગાબડું, જાણો શું છે તેની પાછળના કારણો | Moneycontrol Gujarati
Get App

TCS Q3 Results: ડિસેમ્બર ક્વાર્ટરમાં TCSના નફામાં 14%નું ગાબડું, જાણો શું છે તેની પાછળના કારણો

TCS Q3 Results: દેશની સૌથી મોટી IT કંપની TCS ના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર. આવકમાં 5% નો વધારો છતાં નફામાં 14% નો ઘટાડો નોંધાયો છે. જાણો લેબર કોડ્સ અને અન્ય કયા કારણોસર કંપનીના નફા પર અસર પડી.

અપડેટેડ 05:30:01 PM Jan 12, 2026 પર
Story continues below Advertisement
કંપનીના મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આ ક્વાર્ટરમાં કંપની પર 2,128 કરોડ રૂપિયાના 'એક્સેપ્શનલ આઈટમ્સ' નો બોજ પડ્યો છે, જેના કારણે નફામાં ઘટાડો જોવા મળ્યો છે.

TCS Q3 Results: દેશની દિગ્ગજ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરી દીધા છે. 12 જાન્યુઆરીએ જાહેર કરાયેલા આંકડા મુજબ, કંપનીના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 14% નો ઘટાડો નોંધાયો છે.

નફામાં ઘટાડો અને આવકમાં વધારો ડિસેમ્બર ક્વાર્ટરમાં TCS નો ચોખ્ખો નફો ઘટીને 10,657 કરોડ રૂપિયા રહ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે કંપનીની આવકમાં 5% નો વધારો થયો છે અને તે વધીને 67,087 કરોડ રૂપિયા પર પહોંચી છે. જો એક્સેપ્શનલ ખર્ચને બાદ કરવામાં આવે, તો કંપનીનો નફો 8.5% વધીને 13,438 કરોડ રૂપિયા થયો હોત.

કેમ ઘટ્યો નફો?

કંપનીના મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આ ક્વાર્ટરમાં કંપની પર 2,128 કરોડ રૂપિયાના 'એક્સેપ્શનલ આઈટમ્સ' નો બોજ પડ્યો છે, જેના કારણે નફામાં ઘટાડો જોવા મળ્યો છે. તેના મુખ્ય ત્રણ કારણો નીચે મુજબ છે:

રીસ્ટ્રક્ચરિંગ ખર્ચ: કંપનીએ જુલાઈ 2025 ના આયોજન મુજબ વર્કફોર્સમાં ફેરફાર કર્યા છે, જેમાં કર્મચારીઓના ટર્મિનેશન બેનેફિટ્સ પાછળ ખર્ચ થયો છે.


નવા લેબર કોડ્સ: ભારતમાં લાગુ થનારા નવા લેબર કોડ્સને કારણે કંપની પર અસર પડી છે. કંપનીના અંદાજ મુજબ ગ્રેચ્યુઈટીનો ઇન્ક્રીમેન્ટલ ઇમ્પેક્ટ 1,816 કરોડ રૂપિયા અને વેતનની વ્યાખ્યા બદલાતા 312 કરોડ રૂપિયાની અસર થશે. એટલે કે નવા લેબર કોડ્સથી કુલ 2,182 કરોડ રૂપિયાની અસરનો અંદાજ છે.

અમેરિકામાં કાનૂની વિવાદ: અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલા એક કાનૂની વિવાદ માટે કંપનીએ જોગવાઈ કરવી પડી છે.

માર્કેટના અનુમાન કરતા નબળા પરિણામ શેરબજારના નિષ્ણાતો અને CNBCના પોલ મુજબ, TCSનો નફો 12,771 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ હતો. આમ, કંપનીના પરિણામો માર્કેટના અનુમાન કરતા નબળા રહ્યા છે. જોકે, રેવન્યુના આંકડા એનાલિસ્ટના અંદાજ મુજબ જ રહ્યા છે.

શેરના ભાવ પર અસર પરિણામો બજાર બંધ થયા પછી આવ્યા હતા. તે પહેલાં 12 જાન્યુઆરીએ TCS નો શેર 1.10% વધીને 3,243 રૂપિયા પર બંધ થયો હતો. નોંધનીય છે કે, છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 24% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો-Budget 2026: સુપર રિચ લોકો પર ટેક્સ વધ્યો તો દેશ છોડી દેશે? જાણો શું છે નિષ્ણાતોની ચેતવણી અને ટેક્સનું ગણિત

MoneyControl News

MoneyControl News

First Published: Jan 12, 2026 5:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.