Concord Enviro IPO Listings: કોનકોર્ડ એન્વાયરો સિસ્ટમ્સના શેરના લિસ્ટિંગ પર ઇન્વેસ્ટર્સને 18 ટકાનો નફો મળ્યો છે. કંપનીના શેર શુક્રવાર, 27 ડિસેમ્બરના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રુપિયા 826ના ભાવે લિસ્ટ થયા હતા, જે તેની ઈશ્યુ કિંમતથી લગભગ 17.83 ટકા છે. Concorde Enviroની ઇનિશિયલ પબ્લીક ઓફર (IPO) રુપિયા 701ની કિંમતે આવી હતી. લિસ્ટિંગ બાદ કંપનીની માર્કેટ વેલ્યુ હવે 1,709.51 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
Concorde Enviro Systemsનો IPO 19થી 23 ડિસેમ્બરની વચ્ચે બિડિંગ માટે ખુલ્લો હતો. છેલ્લા દિવસ સુધી તેને કુલ 10.67 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ ₹665થી ₹701 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. IPOમાં રુપિયા 175 કરોડના નવા શેર ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. 46 લાખ શેરના વેચાણની ઓફર આવી હતી, જેની કિંમત લગભગ 325 કરોડ રૂપિયા હતી.
Concord EnviroSystemsએ પાણી, ગંદાપાણીની સારવાર અને રિયૂઝ સોલ્યૂશન પ્રોવાઇડર છે. પાણી અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ્સ અને પ્લાન્ટ્સ અને ટર્નકી સોલ્યુશન્સ વિકસાવવા ઉપરાંત, કંપની ઓપરેશન અને મેન્ટેનન્સ સર્વિસ પણ પૂરી પાડે છે. તે કઝ્યુમેબલ પ્રોડક્ટ્સ અને સ્પેરપાર્ટ્સ પણ બનાવે છે. ઓગસ્ટ 2024 સુધીમાં કંપનીની કુલ ઓર્ડર બુક રુપિયા 501.75 કરોડ હતી. કંપની ઉત્તર અમેરિકા, લેટિન અમેરિકા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં વોટર સોલ્યુશન અને સર્વિસ એક્સપોર્ટ કરે છે.