Deepak Chemtex IPO Listing: કલરન્ટ્સ કંપની દીપક કેમટેક્સ (Deepak Chemtex)ના શેરોની BSE ના SME પ્લેટફૉર્મ પર એન્ટ્રી થઈ છે. આ આઈપીઓને રોકાણકારો તરફથી જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો અને ઓવરઑલ 403 ગણોથી વધુ સબ્સક્રાઈબ થયો હતો. આ આઈપીઓ હેઠળ 80 રૂપિયાના ભાવ પર શેર રજૂ થયા હતા. આજે BSE SME પર તેના 152 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થઈ છે એટલે કે આઈપીઓ રોકાણકારને 90 ટકાની લિસ્ટિંગ ગેન મળ્યો છે. લિસ્ટિંગ બાદ પણ તેજી અટકી નથી. વધીને તે 159.60 રૂપિયાની ઇપર સર્કિટ પર પહોંચ્યો છે એટલે કે આઈપીઓ રોકાણકાર 99 ટકાથી વધું નફામાં છે અને તેનો રોકાણ લગભગ ડબલ થઈ ગયો છે.