એલન મસ્કની SpaceX લાવશે દુનિયાનો સૌથી મોટો IPO: 2 ટ્રિલિયન ડોલરના વેલ્યુએશન સાથે સાઉદી અરામકોનો રેકોર્ડ તોડશે | Moneycontrol Gujarati
Get App

એલન મસ્કની SpaceX લાવશે દુનિયાનો સૌથી મોટો IPO: 2 ટ્રિલિયન ડોલરના વેલ્યુએશન સાથે સાઉદી અરામકોનો રેકોર્ડ તોડશે

SpaceX IPO: એલન મસ્કની કંપની SpaceX દુનિયાનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં છે. આ IPO દ્વારા કંપની $2 ટ્રિલિયનના જંગી વેલ્યુએશન પર $7500 કરોડ એકત્ર કરશે. જાણો તમામ લેટેસ્ટ ડિટેલ્સ.

અપડેટેડ 09:33:32 AM May 21, 2026 પર
Story continues below Advertisement
SpaceX IPO: એલન મસ્કની કંપની SpaceX દુનિયાનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં છે.

SpaceX IPO: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક (Elon Musk) ફરી એકવાર ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તેમની જાણીતી સ્પેસ કંપની SpaceX હવે દુનિયાનો સૌથી મોટો IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે કંપનીએ સત્તાવાર રીતે પોતાનો ડ્રાફ્ટ ફાઈલ કરી દીધો છે. આવો જાણીએ આ ઈશ્યુ કેટલો મોટો હશે અને તે કઈ કંપનીનો રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે.

કેટલો મોટો હશે SpaceX નો IPO?

લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, દુનિયાની સૌથી મોટી પ્રાઈવેટ કંપની સ્પેસએક્સ $2 ટ્રિલિયન એટલે કે $2 લાખ કરોડ (લગભગ 193.47 લાખ કરોડ)ના જંગી વેલ્યુએશન પર આ IPO લાવી રહી છે. આ મારફતે કંપની માર્કેટમાંથી $7500 કરોડ (7.25 લાખ કરોડ) એકત્ર કરવાનો પ્રયાસ કરશે. જો આ IPO સફળ રહેશે, તો તે દુનિયાનો સૌથી મોટો IPO બની જશે. હાલમાં દુનિયાનો સૌથી મોટો IPO લાવવાનો રેકોર્ડ સાઉદી અરામકો (Saudi Aramco) ના નામે છે, જેણે વર્ષ 2019 માં $2940 કરોડ (2.84 લાખ કરોડ) નો IPO લોન્ચ કર્યો હતો. સ્પેસએક્સ આ રેકોર્ડને મોટા અંતરથી પાછળ છોડી દેશે.

Nasdaq પર કયા નામે થશે લિસ્ટિંગ?

કંપનીએ અમેરિકન માર્કેટ રેગ્યુલેટર ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન' (SEC)માં પોતાના ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દીધા છે. સત્તાવાર રીતે સ્પેસ એક્સ્પ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પ (Space Exploration Technologies Corp) નામે ઓળખાતી આ કંપની નાસ્ડેક (Nasdaq) પર “SPCX” સિમ્બોલ હેઠળ લિસ્ટ થશે. અગાઉ બ્લૂમબર્ગના રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ લિસ્ટિંગ માટે ગુપ્ત રીતે અરજી કરી હતી.


SpaceXની કમાણી અને બિઝનેસ મોડલ

સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં SpaceX નો એકતરફી દબદબો છે. આ કંપની અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA) અને પેન્ટાગોન બંનેને રોકેટ લોન્ચિંગની સર્વિસ પૂરી પાડે છે. આ ઉપરાંત, કંપનીના સ્ટારલિંક (Starlink) સેટેલાઇટ ઇન્ટરનેટ બિઝનેસમાંથી પણ અબજો ડોલરની કમાણી થાય છે. તાજેતરમાં એલન મસ્કના AI સ્ટાર્ટઅપ xAI ના અધિગ્રહણ બાદ કંપનીનું વેલ્યુએશન $1.25 ટ્રિલિયન સુધી પહોંચી ગયું હતું. આ ડીલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જે અગાઉ Twitter હતું) નો પણ સમાવેશ થાય છે. મસ્કે વર્ષ 2022 માં $4400 કરોડમાં X ની ખરીદી કરી હતી.

એલન મસ્કની સંપત્તિ રોકેટની ગતિએ વધશે

$2 ટ્રિલિયનના વેલ્યુએશન સાથે SpaceX હવે S&P 500 ઇન્ડેક્સની અમુક ટોચની કંપનીઓને બાદ કરતા અન્ય તમામ કંપનીઓ કરતા આગળ નીકળી જશે. આ વેલ્યુએશનથી મસ્કની જ બીજી કંપની ટેસ્લા (Tesla) પણ પાછળ રહી જશે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ, અત્યારે એલન મસ્કની કુલ સંપત્તિ $68 હજાર કરોડ છે, પરંતુ આ IPO ના સફળ લિસ્ટિંગ બાદ તેમની સંપત્તિમાં તોતિંગ ઉછાળો જોવા મળશે.

ક્યારે આવશે વધુ ડિટેલ્સ?

રોકાણકારો માટે આ IPO ની વધુ માહિતી 4 જૂનથી સામે આવવાની શરૂઆત થશે. એવી અપેક્ષા છે કે 11 જૂન સુધીમાં કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ (Price Band) પણ જાહેર થઈ શકે છે.

(નોંધ: આ આર્ટિકલમાં આપવામાં આવેલા આંકડાઓ $1 ડોલર = 96.73ના કન્વર્ઝન રેટ મુજબ દર્શાવવામાં આવ્યા છે.)

આ પણ વાંચો- Market today : શેરબજારમાં કમાણીનો શાનદાર મોકો! એક્સપર્ટ અમિત સેઠે જણાવી નિફ્ટીની ચાલ અને આજનો મજબૂત સ્ટોક

ડિસ્ક્લેમર: (આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: May 21, 2026 9:33 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.