Hero Motors IPO Opens Today: ઓટો કમ્પોનન્ટ્સ અને એડવાન્સ્ડ મોબીલિટી સોલ્યુશંસ બનાવતી હિરો મોટર્સનો આઈપીઓ આજે, 16 સપ્ટેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. ₹1,000 કરોડના આ IPOમાં રોકાણકારો 18 સપ્ટેમ્બર સુધી બિડ કરી શકશે.
Hero Motors IPO Opens Today: ઓટો કમ્પોનન્ટ્સ અને એડવાન્સ્ડ મોબીલિટી સોલ્યુશંસ બનાવતી હિરો મોટર્સનો આઈપીઓ આજે, 16 સપ્ટેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. ₹1,000 કરોડના આ IPOમાં રોકાણકારો 18 સપ્ટેમ્બર સુધી બિડ કરી શકશે.
IPO ખુલતા પહેલાં કંપનીએ 15 એન્કર રોકાણકારો પાસેથી ₹300 કરોડ એકત્ર કર્યા છે. આ રોકાણકારોને ₹84ના ભાવે કુલ 3.57 કરોડ શેર ફાળવવામાં આવ્યા છે. ગ્રે માર્કેટમાં પણ શેરનો પ્રીમિયમ જોવા મળી રહ્યો છે. IPOના અપર પ્રાઇસ બેન્ડની સરખામણીમાં ₹10 એટલે કે આશરે 11.90%નો GMP જોવા મળી રહ્યો છે.
જોકે, માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે IPOમાં રોકાણનો નિર્ણય માત્ર ગ્રે માર્કેટના સંકેતોને આધારે ન લેવો જોઈએ. કંપનીના ફંડામેન્ટલ્સ અને નાણાકીય કામગીરીને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.
હીરો મોટર્સ આઈપીઓની સંપૂર્ણ વિગતો
હીરો મોટર્સનો ₹1,000 કરોડનો IPO 16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. કંપનીએ IPO માટે ₹79થી ₹84નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. રોકાણકારો 178 શેરના એક લોટમાં બિડ કરી શકશે.
આ IPO હેઠળ ₹600 કરોડના નવા શેર જારી કરવામાં આવશે, જ્યારે ₹400 કરોડના શેર ઑફર ફોર સેલ (OFS) હેઠળ વેચવામાં આવશે. OFS બાદ કંપનીમાં પ્રમોટર્સની હોલ્ડિંગ 85.57%થી ઘટીને 61.63% થઈ જશે. IPOનું શેર એલોટમેન્ટ 21 સપ્ટેમ્બરે ફાઇનલ થવાની શક્યતા છે, જ્યારે BSE અને NSE પર કંપનીના શેરનું લિસ્ટિંગ 23 સપ્ટેમ્બરે થઈ શકે છે. IPOના રજિસ્ટ્રાર તરીકે કેફીન ટેક્નોલોજીસ છે.
IPOમાંથી મળેલા પૈસાનો ઉપયોગ ક્યાં થશે?
OFS મારફતે મળનારી રકમ કંપનીના પ્રમોટર્સ ઓપી મુંજાલ હોલ્ડિંગ્સ અને હીરો સાયકલ્સને મળશે. બીજી તરફ, નવા શેરના ઈશ્યૂથી મળનારી રકમમાંથી આશરે ₹190 કરોડનો ઉપયોગ દેવું ઘટાડવા માટે કરવામાં આવશે. જ્યારે ₹200 કરોડ સાધનોની ખરીદી માટે ખર્ચાશે. બાકીની રકમ અધિગ્રહણ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
હીરો મોટર્સ શું બિઝનેસ કરે છે?
હીરો મોટર્સ એક ઓટોમોટીવ ટેક્નોલોજી કંપની છે, જે ભારત ઉપરાંત અમેરિકા, યુરોપ અને એશિયાની ઓટોમોબાઇલ કંપનીઓ માટે પાવરટ્રેન સોલ્યુશંસ તૈયાર કરે છે. કંપની બે-વ્હીલર્સ, ઈ-બાઇક, પેસેન્જર અને કોમર્શિયલ વ્હીકલ્સ, ઓફ-રોડ વ્હીકલ્સ તેમજ EV માટે સોલ્યુશન્સ પૂરા પાડે છે. તેના ગ્રાહકોમાં BMW AG, Ducati Motor Holding અને HummingbirdEV જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. કંપનીના પોર્ટફોલિયોમાં CVT, EV Transmission, Electric Motor, Drive Unit અને Gear Set જેવા પ્રોડક્ટ્સ સામેલ છે.
કંપનીની નાણાકીય સ્થિતિ
હીરો મોટર્સની નાણાકીય કામગીરીમાં પણ સુધારો જોવા મળ્યો છે. FY24થી FY26 દરમિયાન કંપનીનો નેટ પ્રોફિટ 55%થી વધુના CAGRથી વધીને ₹41.17 કરોડ થયો હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક 6%ના CAGRથી વધીને ₹1,216.74 કરોડ થઈ હતી. માર્ચ 2026ના ક્વાર્ટરના અંતે કંપની પર કુલ ₹400.79 કરોડનું દેવું હતું, જ્યારે તેના Reserves & Surplusમાં ₹116.32 કરોડ હતા.
Hero Motors IPO પર બ્રોકરેજની સલાહ
SBI Securities
SBI Securitiesએ હીરો મોટર્સ આઈપીઓને નેચરલનું રેટિંગ આપ્યું છે. બ્રોકરેજનું કહેવું છે કે તે લિસ્ટિંગ બાદ થોડા ક્વાર્ટર સુધી કંપનીની કામગીરી પર નજર રાખવા માગે છે. બ્રોકરેજ અનુસાર, ₹84ના અપર પ્રાઇસ બેન્ડના આધારે FY26 માટે કંપનીનું વેલ્યુએશન 83.8x P/E છે. કંપનીની ધીમી રેવન્યુ ગ્રોથ અને કેટલાક મોટા ગ્રાહકો પરની નિર્ભરતાને ધ્યાનમાં લેતા આ વેલ્યુએશન ઊંચું હોવાનું બ્રોકરેજે જણાવ્યું છે.
SBI Securitiesનું માનવું છે કે કંપનીની ટેક્નિકલ ક્ષમતાઓ અને E-Mobility તથા Forged Componentsમાં વિસ્તરણની શક્યતાઓ મહત્વપૂર્ણ છે, પરંતુ વર્તમાન વેલ્યુએશનમાં ભવિષ્યની ગ્રોથનો એક હિસ્સો પહેલેથી જ સામેલ હોવાનું બ્રોકરેજે જણાવ્યું છે.
બ્રોકરેજ મુજબ FY26ની કંપનીની આવકમાં 61.4% હિસ્સો માત્ર પાંચ ગ્રાહકો પાસેથી આવ્યો હતો. તેથી આ ગ્રાહકોની માંગ અથવા sourcing strategyમાં ફેરફાર કંપનીના બિઝનેસને અસર કરી શકે છે.
Anand Rathi
Anand Rathi અનુસાર હીરો મોટર્સ આઈપીઓ ફૂલી પ્રાઈઝડ છે, પરંતુ બ્રોકરેજે તેને લાંબા ગાળા માટે સબસ્ક્રાઈબ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, હીરો મોટર્સએ Electric અને Non-Electric Mobility Applications માટે Powertrain Solutions પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓટોમોટિવ ટેકનોલોજી ક્ષેત્રમાં પોતાની સ્થિતિ બનાવી છે. કંપની ડિઝાઇન, એન્જિનિયરિંગ, પ્રોટોટાઇપિંગ, માન્યતા અને ઉત્પાદન જેવી ક્ષમતાઓ દ્વારા Automotive OEMsને System-Level અને Component-Level Solutions પૂરા પાડે છે.
કંપનીની E-Bike Powertrain માર્કેટમાં પણ હાજરી છે. આ ઉપરાંત Hewlandમાં રોકાણથી Transmission Design અને Prototyping ક્ષમતાઓને મજબૂતી મળી છે, જ્યારે Yamaha Motor Company સાથેના Joint Ventureથી Electric Motor ક્ષમતાઓને વેગ મળ્યો છે. હીરો મોટર્સની ઉત્પાદન સુવિધાઓ ભારત ઉપરાંત UK અને Thailandમાં પણ આવેલી છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.