Laxmi Dental IPO: ડેન્ટલ પ્રોડક્ટ્સ બનાવતી કંપની લક્ષ્મી ડેન્ટલનો IPO આજે બંધ થવા જઈ રહ્યો છે. આ IPO સોમવાર, 13 જાન્યુઆરીના રોજ ખુલ્યો હતો, તેનો છેલ્લો દિવસ આજે એટલે કે 15 જાન્યુઆરી છે. કંપનીએ તેના IPO હેઠળ 2 રૂપિયાના ફેસ વેલ્યુવાળા દરેક શેર માટે 407 રૂપિયાથી 428 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. લક્ષ્મી ડેન્ટલ તેના IPOમાંથી કુલ રુપિયા 698.06 કરોડ એકત્ર કરવા માંગે છે, જેના માટે કુલ 1,63,09,766 શેર જારી કરવામાં આવશે. આમાં 138 કરોડ રૂપિયાના 32,24,299 નવા શેરનો સમાવેશ થશે, જ્યારે 560.06 કરોડ રૂપિયાના 1,30,85,467 શેર કંપનીના પ્રમોટર્સ દ્વારા OFS દ્વારા ઓફર કરવામાં આવશે.
સવારે 11 વાગ્યા સુધીમાં 23 વખત IPO સબસ્ક્રાઇબ થયો
લક્ષ્મી ડેન્ટલના IPOને ઇન્વેસ્ટર્સ તરફથી મોટો સપોર્ટ મળી રહ્યો છે. NSEના ડેટા અનુસાર, આજે સવારે 11 વાગ્યા સુધીમાં, આ IPOને કુલ 23 વખત સબસ્ક્રિપ્શન મળ્યું છે. IPO બંધ થાય ત્યાં સુધીમાં, તેનું સબસ્ક્રિપ્શન ઘણું વધી શકે છે. તમને જણાવી દઈએ કે આજે IPO બંધ થયા પછી, શેર 16 જાન્યુઆરી, ગુરુવારના રોજ એલોટ કરવામાં આવેશે. જે ઇન્વેસ્ટર્સને શેર નહીં મળે તેમને 17 જાન્યુઆરીએ પૈસા પાછા આપવામાં આવશે. 17 જાન્યુઆરીએ જ ઇન્વેસ્ટર્સના ખાતામાં શેર જમા થઈ જશે. આખરે 20 જાન્યુઆરીના રોજ કંપની બંને મુખ્ય ભારતીય શેરબજાર એક્સચેન્જો, BSE અને NSE પર લિસ્ટેડ થશે.
ગ્રે માર્કેટમાં સ્ટોકનો GMP ભાવ શું છે?