હેક્સાવેર ટેક્નોલોજીસ રુપિયા 8,750 કરોડનો IPO લાવી રહી છે જેની પ્રાઇસ બેન્ડ રુપિયા 674-708 પ્રતિ શેર છે. આ IPO સંપૂર્ણપણે OFS છે, જેમાં પ્રમોટર કાર્લાઇલ તેનો હિસ્સો વેચી રહ્યા છે. IPO પછી, કાર્લાઇલનો હિસ્સો વર્તમાન 95%થી ઘટીને 74.1% થશે. રિટેલ ઇન્વેસ્ટર્સ ઓછામાં ઓછા 21 શેર માટે બોલી લગાવી શકે છે, જેના માટે ઓછામાં ઓછા 14,868 રૂપિયાનું ઇન્વેસ્ટ જરૂરી રહેશે. આ કોઈ ભારતીય આઈટી સર્વિસ કંપનીનો સૌથી મોટો IPO હશે, જે 2004માં ટીસીએસના રુપિયા 4,713 કરોડના IPOને વટાવી જશે. સપ્ટેમ્બર 2020માં ડિલિસ્ટ થયા પછી, જ્યારે તેના પ્રમોટર્સે પ્રતિ શેર રુપિયા 475ની ડિલિસ્ટિંગ કિંમત સ્વીકારી હતી, તે પછી હેક્સાવેર પાંચ વર્ષ પછી દલાલ સ્ટ્રીટ પર પાછા ફર્યા છે. 2024ના પ્રથમ નવ મહિના માટે, હેક્સાવેરના ટોચના પાંચ ગ્રાહકોએ આવકમાં 25.8% યોગદાન આપ્યું હતું, જ્યારે ટોચના 10 ગ્રાહકોનો હિસ્સો 35.7% હતો.