NSE IPO: રાધાકિશન દામાણી, મુનજાલ અને LIC પર થશે ધનવર્ષા, અહીં જુઓ શેરહોલ્ડર્સનું આખું લિસ્ટ | Moneycontrol Gujarati
Get App

NSE IPO: રાધાકિશન દામાણી, મુનજાલ અને LIC પર થશે ધનવર્ષા, અહીં જુઓ શેરહોલ્ડર્સનું આખું લિસ્ટ

નેશનલ સ્ટોક એક્સચેન્જના મેગા આઈપીઓથી રાધાકિશન દામાણી, સુનીલ મુનજાલ અને LIC સહિતના દિગ્ગજો કરોડોની કમાણી કરશે. જાણો શેરહોલ્ડર્સની સંપૂર્ણ માહિતી.

અપડેટેડ 01:03:15 PM Jun 18, 2026 પર
Story continues below Advertisement
અગાઉ 2024 માં હ્યુન્ડાઇ મોટરે 27000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવીને સૌથી મોટા ઈશ્યુનો રેકોર્ડ બનાવ્યો હતો, જે હવે તૂટવા જઈ રહ્યો છે.

NSE IPO: શેરબજારમાં અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ 17 જૂને પોતાનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ માર્કેટ રેગ્યુલેટર સેબીમાં ફાઈલ કરી દીધો છે. આ 30000 કરોડ રૂપિયાનો મેગા આઈપીઓ આવવાથી માત્ર શેરબજાર જ નહીં, પરંતુ તેમાં વર્ષોથી રોકાણ કરીને બેઠેલા અનેક દિગ્ગજ રોકાણકારો અને ઉદ્યોગપતિઓને લોટરી લાગવા સમાન મોટો ફાયદો થવાનો છે. અગાઉ 2024 માં હ્યુન્ડાઇ મોટરે 27000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવીને સૌથી મોટા ઈશ્યુનો રેકોર્ડ બનાવ્યો હતો, જે હવે તૂટવા જઈ રહ્યો છે.

આ દિગ્ગજો કમાશે કરોડો રૂપિયા

અનલિસ્ટેડ માર્કેટમાં અત્યારે NSE ના એક શેરની કિંમત 2000 રૂપિયાથી વધુ ચાલી રહી છે. રિપોર્ટ મુજબ આ આઈપીઓથી ડીમાર્ટના પ્રમોટર રાધાકિશન દામાણી, હીરો ગ્રુપના સ્થાપક સુનીલ કાંત મુનજાલ, ઈન્ફોસિસના કો-ફાઉન્ડર એસ. ગોપાલકૃષ્ણન, ડીમાર્ટના પૂર્વ CEO ઇગ્નાટિયસ નવિલ નોરોન્હા અને દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્નાને જંગી નફો થશે.

રાધાકિશન દામાણી: તેમની પાસે NSE નો 1.58 ટકા હિસ્સો છે, જેની વર્તમાન કિંમત અંદાજિત 7817 કરોડ રૂપિયા થાય છે. જોકે તેમણે આ શેર કયા ભાવે ખરીદ્યા હતા તેની માહિતી DRHP માં અપાઈ નથી.

સુનીલ કાંત મુનજાલ: હીરો ગ્રુપના આ દિગ્ગજ પાસે 0.41 ટકા હિસ્સો એટલે કે 1.02 કરોડ શેર છે. જેની વેલ્યૂ 2040 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.


એસ. ગોપાલકૃષ્ણન: તેમની પાસે 94.29 લાખ શેર છે, જેની કિંમત લગભગ 1886 કરોડ રૂપિયા છે.

ડોલી ખન્ના અને અન્ય રોકાણકારો: જાણીતા રોકાણકાર ડોલી ખન્ના 15.17 લાખ શેર ધરાવે છે જેની વેલ્યૂ 303 કરોડ રૂપિયા થાય છે. સિદ્ધાર્થ બાલચંદ્રન પાસે 1863 કરોડ રૂપિયાના મૂલ્યનો 0.38 ટકા હિસ્સો છે, જ્યારે વનજા સુંદર અય્યર પાસે 44 લાખ શેર (880 કરોડ રૂપિયા) છે. ડીમાર્ટના પૂર્વ CEO નોરોન્હા પાસે પણ 600 કરોડ રૂપિયાની કિંમતના 30 લાખ શેર રહેલા છે.

રોકાણકારોનું મોટું લિસ્ટ

આ મોટા માથાઓ સિવાય પણ ડઝનથી વધુ એવા વ્યક્તિગત રોકાણકારો છે જેમની પાસે NSE માં 0.05 ટકાથી લઈને 0.30 ટકા સુધીની ભાગીદારી છે. તેમની આ ભાગીદારીનું મૂલ્ય બજારમાં 140 કરોડથી 300 કરોડ રૂપિયાની વચ્ચે થઈ રહ્યું છે.

LIC સૌથી મોટી ભાગીદાર

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે સરકારી વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન આ એક્સચેન્જમાં સૌથી વધુ 10.7 ટકા હિસ્સો ધરાવે છે. LIC ના પોર્ટફોલિયોમાં NSE ના કુલ 26.5 કરોડ શેર પડ્યા છે, જેની બજાર કિંમત અધધ 50641 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે.

નવા શેર ઇશ્યુ નહીં થાય

નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ આખો ઈશ્યુ 100 ટકા ઓફર ફોર સેલ (OFS) હેઠળ આવશે. એટલે કે આમાં કંપની તરફથી કોઈ નવા શેર બહાર પાડવામાં આવશે નહીં, પરંતુ જૂના શેરહોલ્ડર્સ પોતાનો અંદાજિત 6 ટકા હિસ્સો વેચીને નફો બુક કરશે. ફાઇનલ પ્રાઇસ બેન્ડ નક્કી થયા બાદ જ આ તમામ રોકાણકારોની કમાણીનો પાક્કો આંકડો સામે આવશે, પરંતુ એટલું નક્કી છે કે સેબી પાસે ફાઈલ થયેલા ડેટા મુજબ આ શેર્સ શરૂઆતમાં ખૂબ જ ઓછા ભાવે ખરીદવામાં આવ્યા હોવાથી તેમનો નફો અનેક ગણો હશે.

આ પણ વાંચો-NSE IPO Impact: ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીના શેરમાં 14% નો જંગી ઉછાળો, જાણો NSEના મેગા આઈપીઓ સાથે શું છે કનેક્શન

MoneyControl News

MoneyControl News

First Published: Jun 18, 2026 1:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.