BSE SME પ્લેટફોર્મ પર Sotefin Bharat ના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. પડતા બજારમાં 187 ના ઈશ્યૂ પ્રાઈસ સામે શેર 205 પર લિસ્ટ થઈને 215.25 ની અપર સર્કિટ પર પહોંચી ગયો. જાણો કંપનીનો બિઝનેસ અને ફંડામેન્ટલ્સ.
સોટેફિન ભારતનો 90 કરોડનો આઈપીઓ 16 થી 20 જુલાઈ દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. રોકાણકારોએ તેમાં ભારે રસ દાખવ્યો હતો અને આખો આઈપીઓ 3.99 ગણો ભરાયો હતો.
Sotefin IPO Listing: અત્યારે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ અને ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ પડતા બજારમાં પણ એક SME IPO એ રોકાણકારોને બમ્પર કમાણી કરાવી છે. ઓટોમેટેડ કાર પાર્કિંગ સિસ્ટમ બનાવતી કંપની સોટેફિન ભારતના શેર આજે BSE SME પ્લેટફોર્મ પર શાનદાર પ્રીમિયમ સાથે લિસ્ટ થયા છે. લિસ્ટિંગ બાદ શેરમાં એટલી તેજી આવી કે સીધી અપર સર્કિટ વાગી ગઈ.
લિસ્ટિંગ પર જ 15% થી વધુ નફો
સોટેફિન ભારતના આઈપીઓમાં શેરની ઈશ્યૂ કિંમત 187 નક્કી કરવામાં આવી હતી. આજે BSE SME પર આ શેરની એન્ટ્રી 205 ના ભાવે થઈ છે. એટલે કે, રોકાણકારોને લિસ્ટિંગ થતાની સાથે જ 9.63% નો સીધો નફો મળ્યો. જોકે, આ તેજી અહીં જ ન અટકી. લિસ્ટિંગની થોડી જ વારમાં શેરમાં ભારે ખરીદી જોવા મળી અને શેર ઉછળીને 215.25 ના અપર સર્કિટ લેવલ પર પહોંચી ગયો. જે રોકાણકારોએ આઈપીઓમાં શેર ખરીદ્યા હતા, તેઓ હવે 15.11% ના શાનદાર પ્રોફિટમાં બેઠા છે.
આઈપીઓને મળ્યો હતો જબરદસ્ત પ્રતિસાદ
સોટેફિન ભારતનો 90 કરોડનો આઈપીઓ 16 થી 20 જુલાઈ દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. રોકાણકારોએ તેમાં ભારે રસ દાખવ્યો હતો અને આખો આઈપીઓ 3.99 ગણો ભરાયો હતો. કેટેગરી મુજબ જોઈએ તો,,
ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB)નો હિસ્સો 2.82 ગણો ભરાયો હતો.
આ આઈપીઓ હેઠળ 10ની ફેસ વેલ્યુ ધરાવતા 48 લાખ નવા શેર બહાર પાડવામાં આવ્યા હતા.
આઈપીઓના પૈસા ક્યાં વપરાશે?
કંપનીએ નવા શેર દ્વારા બજારમાંથી જે ફંડ એકઠું કર્યું છે, તેનો ઉપયોગ નીચે મુજબ કરવામાં આવશે.
20.13 કરોડ: કોલકાતામાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી (પ્લાન્ટ) નાખવા માટે
8.17 કરોડ: કંપનીની નવી ઓફિસની જરૂરિયાતો પૂરી કરવા માટે
40.00 કરોડ: કંપનીના રોજબરોજના કામકાજ (વર્કિંગ કેપિટલ) માટે
બાકીની રકમ અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે
શું કરે છે Sotefin Bharat કંપની?
સોટેફિન ભારત મેકેનાઈઝ્ડ અને ઓટોમેટેડ પાર્કિંગ સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ફુલ્લી ઓટોમેટેડ રોબોટિક પાર્કિંગ, પઝલ પાર્કિંગ, ટાવર પાર્કિંગ અને સ્ટેક પાર્કિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંપની ઓપરેશન અને મેઈન્ટેનન્સની સર્વિસ પણ આપે છે.માર્ચ 2026 સુધીના ડેટા મુજબ, કંપની 55 પ્રોજેક્ટ્સ પૂરા કરી ચૂકી છે. હાલમાં ભારત દેશના અનેક શહેરો ઉપરાંત અમેરિકા અને દુબઈ જેવા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ તેના 30 થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.
કંપનીના ફંડામેન્ટલ્સ અને નાણાકીય સ્થિતિ
કંપનીની બેલેન્સશીટ પર નજર કરીએ તો તેની આર્થિક સ્થિતિ સતત મજબૂત થઈ રહી છે. નાણાકીય વર્ષ 2024-2026 ના સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 66% ના ઉછાળા સાથે 17.37 કરોડ પર પહોંચ્યો છે.
આ જ સમયમાં કંપનીની કુલ આવક 44% ની ઝડપે વધીને 118.23 કરોડ થઈ છે. માર્ચ 2026 ક્વાર્ટરના અંતે કંપની પર 24.01 કરોડનું કુલ દેવું હતું, જેની સામે કંપનીના રિઝર્વ અને સરપ્લસ ફંડમાં 70.57 કરોડ પડેલા હતા. જે કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સ દર્શાવે છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.