વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ "હેલ્ધી એજિંગ માટે યોગ" રાખવામાં આવી છે.
International Yoga Day 2026: 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આજે આખી દુનિયા 12મા યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળના કોલકાતાથી આ ખાસ દિવસની આગેવાની લીધી. કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ પર હજારો લોકો તેમની સાથે યોગ કરવા માટે ઉમટી પડ્યા હતા. એક તરફ ભારતીય સેનાનું ઈસ્ટર્ન કમાન્ડ હેડક્વાર્ટર અને બીજી તરફ વિશાળ મેદાન, આ શાનદાર લોકેશન પર પીએમ મોદીએ કોમન યોગ પ્રોટોકોલ સેશનમાં ભાગ લીધો હતો.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ એકદમ સ્પષ્ટ વાત કરી કે યોગને કોઈ ચોક્કસ ઉંમર કે પછી માત્ર એક દિવસ પૂરતો સીમિત ન રાખવો જોઈએ. તેને આપણી રોજિંદી જિંદગીનો એક અવિભાજ્ય હિસ્સો બનાવવો જોઈએ.
From physical wellness to inner peace, yoga enriches every aspect of life. Delighted to join this year’s celebrations in Kolkata. https://t.co/75UZECw8JR
વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ "હેલ્ધી એજિંગ માટે યોગ" રાખવામાં આવી છે. આ થીમ આપણને સમજાવે છે કે વધતી ઉંમર સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકાય. પીએમ મોદીએ આ બાબતે એક રસપ્રદ ઉદાહરણ આપતા કહ્યું કે, આપણો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે આપણે 20 વર્ષની ઉંમર કરતા 40 વર્ષે વધુ ફ્લેક્સિબલ હોઈએ. તેવી જ રીતે 30 વર્ષની ઉંમર કરતા 50 વર્ષે આપણામાં વધારે એનર્જી હોવી જોઈએ.
દુનિયાનું સૌથી મોટું કમ્યુનિટી સેલિબ્રેશન
21 જૂન પૃથ્વી પરનો સૌથી લાંબો દિવસ હોય છે. પીએમ મોદીએ જણાવ્યું કે હવે યોગના કારણે આ દિવસ દુનિયાનું સૌથી મોટું કમ્યુનિટી સેલિબ્રેશન બની ગયો છે. યોગ અલગ-અલગ દેશો, ભાષાઓ અને સંસ્કૃતિના લોકોને એકસાથે જોડવાનું કામ કરે છે. તેમણે કોલકાતાના લોકોની 'સ્વચ્છતાથી સ્વાગત' પહેલના પણ ખાસ વખાણ કર્યા હતા.
2015થી શરૂ થઈ હતી આ ઐતિહાસિક સફર
તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત 2015માં થઈ હતી. જ્યારે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવવાના ભારતના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી પીએમ મોદી નવી દિલ્હી, ચંદીગઢ, લખનૌ, મૈસૂર, ન્યૂયોર્ક, શ્રીનગર અને વિશાખાપટ્ટનમ જેવી અનેક જગ્યાઓથી આ દિવસનું નેતૃત્વ કરી ચૂક્યા છે.
આ વર્ષે દુનિયાભરમાં લગભગ 2500 જેટલી જગ્યાઓ પર યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન થયું છે.
210થી વધારે ભારતીય મિશન અને પોસ્ટ આ ગ્લોબલ સેલિબ્રેશનમાં ભાગ લઈ રહ્યા છે.
યોગ માત્ર કોઈ શારીરિક કસરત નથી, તે માનવીય ઉર્જાનો ઉત્સવ છે. વધતી ઉંમર તમારી ક્ષમતાઓને ઓછી ન કરી શકે તે માટે આજથી જ યોગ અપનાવો અને તમારા જીવનની ગુણવત્તાને બહેતર બનાવો.