નેપાળમાં જળપ્રલય બાદ ફરી પૂરનો ખતરો: ભોટેકોશી નદીમાં જળસ્તર વધતા હાઈ એલર્ટ, 788ના મોત અને હજારો લાપતા | Moneycontrol Gujarati
Get App

નેપાળમાં જળપ્રલય બાદ ફરી પૂરનો ખતરો: ભોટેકોશી નદીમાં જળસ્તર વધતા હાઈ એલર્ટ, 788ના મોત અને હજારો લાપતા

Nepal Flash Flood Update: નેપાળમાં 26 ઓગસ્ટની ભયાનક તબાહી બાદ ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભોટેકોશી નદીનું જળસ્તર વધતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે. અત્યાર સુધીમાં 788 ના મોત અને 2502 લાપતા છે.

અપડેટેડ 10:20:39 AM Aug 31, 2026 પર
Story continues below Advertisement
Nepal Flash Flood Update: નેપાળમાં તબાહી વચ્ચે નવો ખતરો

Nepal Flash Flood Update: નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા ભયાનક પૂરે ભારે તબાહી મચાવી છે. લોકો હજુ આ જળપ્રલયમાંથી બહાર આવ્યા નથી, ત્યાં ફરી એકવાર નેપાળ પર પૂરનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ભોટેકોશી નદીનું જળસ્તર અચાનક વધી જતાં સ્થાનિક તંત્ર દ્વારા નવું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદી કિનારે અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને તાત્કાલિક સુરક્ષિત સ્થળે જતા રહેવા સૂચના આપવામાં આવી છે.

લોકોના મોબાઈલ પર મોકલાયા ઈમરજન્સી મેસેજ

રવિવારે સવારે પૂર પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકોના મોબાઈલ પર ચેતવણીના મેસેજ મોકલવામાં આવ્યા હતા. અવારનવાર મળી રહેલી આ નવી ચેતવણીઓને કારણે પહેલેથી જ તબાહીનો સામનો કરી રહેલા ગામલોકોમાં ડર અને અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, કાઠમંડુને પૂરગ્રસ્ત વિસ્તારો સાથે જોડતા મુખ્ય હાઈવેને ફરીથી ખોલવા માટે રાહત અને બચાવની ટીમો રાત-દિવસ કામ કરી રહી છે.

ચીન તરફથી મળેલી માહિતીએ વધારી ચિંતા

નેપાળમાં પૂર અંગેની આ નવી ચેતવણી ચીન તરફથી મળેલી લેટેસ્ટ માહિતી બાદ આપવામાં આવી છે. નેપાળની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના વડા ધર્મરાજ ઉપ્રેતીએ જણાવ્યું છે કે, ઉપરવાસમાં પાણીનો પ્રવાહ અચાનક વધ્યો હોવાની માહિતી મળી છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, લગભગ 5.6 કિલોમીટર દૂર પડેલો એક મોટો ખાડો હજુ પણ મોટી ચિંતાનો વિષય છે. આ ખાડામાં વિપુલ પ્રમાણમાં પાણી જમા થયું છે, જેના પર અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.


મૃત્યુઆંક 788 પર પહોંચ્યો, 2502 લોકો હજુ લાપતા

આ કુદરતી હોનારતે નેપાળમાં મોતનું તાંડવ સર્જ્યું છે. શરૂઆતમાં લગભગ 800 લોકોના મોતની આશંકા હતી. જોકે, ડિઝાસ્ટર એજન્સીના સત્તાવાર આંકડા મુજબ હાલ મૃત્યુઆંક 788 પર પહોંચી ગયો છે, જ્યારે 2502 લોકો હજુ પણ લાપતા છે. આ ઉપરાંત, ચીનની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પણ ભારે નુકસાન નોંધાયું છે. ત્યાંના અધિકારીઓએ 16 લોકોના મોત અને 546 લોકો ગુમ હોવાની પુષ્ટિ કરી છે. ગુમ થયેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે.

ગ્લેશિયર તૂટવાથી આવ્યો જળપ્રલય

આ ભયાનક પૂર આવવાનું મુખ્ય કારણ ગ્લેશિયરનો એક ભાગ તૂટવાનું માનવામાં આવે છે. ગ્લેશિયર તૂટવાથી નદીઓમાં મોટી માત્રામાં કાટમાળ અને પાણી ધસી આવ્યા હતા. પાણીના આ તેજ પ્રવાહમાં અનેક ઘરો, પુલ અને ઈમારતો તણાઈ ગઈ હતી. સૌથી દુઃખદ વાત એ છે કે, નેપાળ અને તિબેટમાં નોકરી, પર્વતારોહણ કે ધાર્મિક યાત્રા માટે આવેલા સેંકડો વિદેશી નાગરિકો પણ આ પૂરમાં ગુમ થયા હોવાના અહેવાલ છે. પરિસ્થિતિ હજુ પણ અત્યંત ગંભીર છે અને તંત્ર એલર્ટ મોડ પર છે.

આ પણ વાંચો- PM મોદીને મળ્યો ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ, આ 36મું આંતરરાષ્ટ્રીય સન્માન 1.4 અબજ ભારતીયોને કર્યું સમર્પિત

MoneyControl News

MoneyControl News

First Published: Aug 31, 2026 10:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.