અમદાવાદ પ્લેન ક્રેશ: ઉડ્ડયન મંત્રીએ US મીડિયા રિપોર્ટ્સને ફગાવ્યા, AAIB તપાસ પર ભરોસો રાખવા અપીલ
કેન્દ્રીય મંત્રીએ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલા AAIB દ્વારા તેના પ્રારંભિક અહેવાલમાં જાહેર કરાયેલા તથ્યોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે અગાઉ બ્લેક બોક્સ હંમેશા ડેટા કાઢવા માટે વિદેશ મોકલવામાં આવતું હતું. ભારતમાં આ પહેલી વાર ડેટા ડીકોડ કરવામાં આવ્યો છે. આ એક મોટી સફળતા છે.
કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડૂએ વોલ સ્ટ્રીટ જર્નલ અને રોયટર્સ જેવા વિદેશી મીડિયા હાઉસિસના રિપોર્ટ્સની ટીકા કરી, જેમાં અમદાવાદ વિમાન દુર્ઘટના માટે પાયલટોને જવાબદાર ગણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Ahmedabad plane crash: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં AAIB (Aircraft Accident Investigation Bureau) દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક રિપોર્ટની કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, આ પહેલીવાર છે જ્યારે બ્લેક બોક્સનો ડેટા ભારતમાં જ ડિકોડ કરવામાં આવ્યો છે, જે એક મોટી સફળતા છે. આ ઘટનામાં વિદેશી મીડિયા રિપોર્ટ્સ દ્વારા પાયલટોને દોષી ઠેરવવાના પ્રયાસોને મંત્રીએ નકારી કાઢ્યા છે અને AAIBની તપાસ પર સંપૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો છે.
વિદેશી મીડિયાના નેરેટિવ પર મંત્રીની ટીકા
રવિવારે કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડૂએ વોલ સ્ટ્રીટ જર્નલ અને રોયટર્સ જેવા વિદેશી મીડિયા હાઉસિસના રિપોર્ટ્સની ટીકા કરી, જેમાં અમદાવાદ વિમાન દુર્ઘટના માટે પાયલટોને જવાબદાર ગણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “AAIBની તપાસ પર મને સંપૂર્ણ ભરોસો છે. વિદેશી મીડિયા ખાસ કરીને વેસ્ટર્ન મીડિયા, જેમના રિપોર્ટ્સમાં નિહિત સ્વાર્થ હોઈ શકે છે, તેમણે સંયમ રાખવો જોઈએ.”
ભારતમાં પ્રથમવાર બ્લેક બોક્સ ડેટા ડિકોડ
મંત્રીએ AAIBની પ્રારંભિક તપાસની પ્રશંસા કરતાં જણાવ્યું કે, અગાઉ બ્લેક બોક્સનો ડેટા વિશ્લેષણ માટે વિદેશ મોકલવો પડતો હતો. પરંતુ આ વખતે ભારતમાં જ આ ડેટા ડિકોડ કરવામાં આવ્યો છે. “આ એક મોટી સિદ્ધિ છે. AAIBએ અદ્ભુત કામ કર્યું છે,” નાયડૂએ ઉમેર્યું.
અંતિમ રિપોર્ટની રાહ જોવાની સલાહ
નાયડૂએ ચેતવણી આપી કે, અંતિમ રિપોર્ટ આવે તે પહેલાં કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. તેમણે કહ્યું, “અમે સતર્ક છીએ. અંતિમ રિપોર્ટની રાહ જોવી જોઈએ. રિપોર્ટ જે કહે છે તે જ અંતિમ છે. તપાસકર્તાઓને આંકડાઓની પુષ્ટિ કરવા માટે સમય આપવો જરૂરી છે.”
તપાસ પ્રક્રિયા પર ભરોસો
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, AAIBની તપાસ પ્રક્રિયા પારદર્શી અને વિશ્વસનીય છે. તેમણે લોકોને અફવાઓ અને નિરાધાર દાવાઓથી દૂર રહેવા અપીલ કરી. “અમે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું ચિત્ર સામે આવશે,” એમ તેમણે જણાવ્યું.