અમેરિકાનો 50% ટૅરિફ ઝાટકો: Amazon, Walmart સહિતની કંપનીઓએ ભારતમાંથી ઇમ્પોર્ટ રોક્યું, ટેક્સનો ભાર વધતા સપ્લાય પર બ્રેક | Moneycontrol Gujarati
Get App

અમેરિકાનો 50% ટૅરિફ ઝાટકો: Amazon, Walmart સહિતની કંપનીઓએ ભારતમાંથી ઇમ્પોર્ટ રોક્યું, ટેક્સનો ભાર વધતા સપ્લાય પર બ્રેક

અપડેટેડ 02:06:06 PM Aug 08, 2025 પર
Story continues below Advertisement
હાલ ભારત પર 50% ટૅરિફ લાગુ છે, જેમાંથી 25% પહેલાથી લાગુ થઈ ગયો છે અને બાકીનો 25% 28 ઓગસ્ટથી લાગુ થવાની શક્યતા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પરથી આવતી પ્રોડક્ટ્સ પર 50% સુધીનો ટૅરિફ લગાડ્યા બાદ તેનો સીધો પ્રભાવ દેખાવા માંડ્યો છે. જાણીતી અમેરિકન કંપનીઓ જેમ કે Amazon, Walmart સહિતના મોટા ખરીદદારો એ ભારતમાંથી માલ મંગાવવો તાત્કાલિક બંધ કરી દીધો છે.

કપડાં ઉદ્યોગને સૌથી મોટો ઝાટકો લાગ્યો છે. પર્લ ગ્લોબલ, જે Gap, Kohl’s જેવા બ્રાન્ડ્સ માટે કપડાં બનાવે છે, તેના મેનેજિંગ ડિરેક્ટર પલ્લબ બેનર્જી અનુસાર, મધરાતે (અમેરિકન સમય અનુસાર સવારમાં) જ કોલ આવી ગયા કે હાલના તમામ સપ્લાય સ્ટોપ રાખવા. કેટલાક ખરીદદારો એ ઇમેઇલ દ્વારા પણ નિર્ણયની જાણ કરી.

અમેરિકન બાયર્સનો સ્પષ્ટ સંદેશો છે કે વધેલો ટેક્સ પ્રોડક્ટની કિંમતમાં એડજસ્ટ કરો, નહીં તો તેઓ સપ્લાય સ્વીકારશે નહીં. વધેલા ટેક્સ બાદ ભારતીય માલની અમેરિકામાં કિંમત ઘણો વધી જશે, જેના કારણે ત્યાં વેચાણ ઘટી શકે છે.

હાલ ભારત પર 50% ટૅરિફ લાગુ છે, જેમાંથી 25% પહેલાથી લાગુ થઈ ગયો છે અને બાકીનો 25% 28 ઓગસ્ટથી લાગુ થવાની શક્યતા છે. બીજી બાજુ, બાંગ્લાદેશ અને વિયેતનામ પર માત્ર 20% અને ચીન પર 30% ટૅરિફ છે. એથી અનેક અમેરિકન કંપનીઓ ભારતની જગ્યાએ આ દેશોમાંથી માલ મગાવવાનું વિચારી રહી છે.

પર્લ ગ્લોબલના જણાવ્યા અનુસાર, કેટલાક કસ્ટમર્સ હજુ ભારતમાંથી માલ લેવા તૈયાર છે, પરંતુ વધેલા ટૅરિફનો ભાર કંપનીએ જ ઉઠાવવો પડશે — જે શક્ય નથી. પરિણામે, પર્લ ગ્લોબલ બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને ગ્વાટેમાલા જેવા દેશોમાં પ્રોડક્શન શિફ્ટ કરવાનો વિચાર કરી રહી છે. અમેરિકા એ જણાવ્યું છે કે ભારતે રશિયન ઓઇલની ખરીદી વધારવાના પગલે આ ટૅરિફ લાગુ કર્યો છે.


આ પણ વાંચો - OpenAIએ લોન્ચ કર્યું અત્યંત એડવાન્સ AI મોડલ GPT-5, ઘણા સેક્ટરની નોકરીઓ પર સંકટ!

MoneyControl News

MoneyControl News

First Published: Aug 08, 2025 2:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.