OpenAIએ તેનું અત્યંત એડવાન્સ લેંગ્વેજ મોડલ GPT-5 લોન્ચ કર્યું છે, જે ચેટજીપીટીના અગાઉના મોડલ GPT-4oનું અપગ્રેડેડ વર્ઝન છે. આ નવું AI ટૂલ અનેક ઓપરેશન્સમાં સક્ષમ છે, જેના કારણે ઘણા સેક્ટર્સની નોકરીઓ પર જોખમ ઊભું થઈ શકે છે. આ ટૂલની એડવાન્સ ક્ષમતાઓને કારણે હજારો લોકોની નોકરીઓ ખતરામાં આવી શકે છે.
OpenAIના બ્લોગ પોસ્ટ અનુસાર, GPT-5 હાલમાં ફ્રી અને પેઇડ યુઝર્સ માટે રોલ આઉટ થઈ રહ્યું છે. આ ટૂલ GPT Plus, Pro અને Team સબ્સ્ક્રિપ્શનની સાથે ફ્રી યુઝર્સ માટે પણ ઉપલબ્ધ છે. એન્ટરપ્રાઇઝ અને એજ્યુકેશન યુઝર્સને આગામી સપ્તાહથી એક્સેસ મળશે.
GPT-5માં ચાર ઓપ્શન્સ - Cynic, Robot, Listener અને Nerd - ઉપલબ્ધ છે, જે યુઝર્સના કમ્યુનિકેશન સ્ટાઇલને મેચ કરીને વાતચીતને વધુ સારી બનાવે છે. OpenAIનો દાવો છે કે આ ટૂલનું 5,000 કલાકથી વધુ સમય સુધી ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને ઇન્ટરનલ ટેસ્ટિંગ ફીડબેકના આધારે મજબૂત સેફ્ટી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.
GPT-5નો એક્સેસ પ્રો પ્લાનમાં ઉપલબ્ધ છે, જેની કિંમત $200 (અંદાજે 17,500 રૂપિયા) પ્રતિ મહિને છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ એક્સેસ મળશે. આ ટૂલમાં યૂનિફાઇડ LLM છે, જે કોડિંગ, હેલ્થ, મેથ, વિઝ્યુઅલ પર્સેપ્શન અને રાઇટિંગને ઇમ્પ્રૂવ કરે છે.
બેન્ચમાર્કિંગની વાત કરીએ તો, GPT-5એ SWE પર 74.9% સ્કોર મેળવ્યો છે, જે GPT-4.1ના 54.6%ની સરખામણીમાં ઘણો ઊંચો છે.