અમેરિકાનો ઈરાન પર ભયંકર પ્રહાર: ‘ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ 100 કલાકમાં 2000 ઠેકાણા તબાહ, 17 જહાજો ડૂબાડ્યા
Operation Epic Fury: The war between America and Iran has become fierce. Under 'Operation Epic Fury', America has destroyed 2000 Iranian targets and 17 ships in just 100 hours. Know the details.
Operation Epic Fury: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ભયંકર બન્યું છે. ‘
US Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ની જાહેરાત મુજબ, ‘ઓપરેશન એપિક ફ્યુરી' (Operation Epic Fury) શરૂ થયાના માત્ર 100 કલાકમાં જ ઈરાનની સૈન્ય તાકાતને ભયંકર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમેરિકાએ ઈરાનની નૌકાદળ અને હવાઈ તાકાતને ખતમ કરવા માટે આક્રમક અભિયાન હાથ ધર્યું છે, જે સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.
માત્ર 100 કલાકમાં 2000 ઠેકાણા તબાહ
અમેરિકન નેવીના એડમિરલ બ્રેડ કૂપરે એક વીડિયો સંદેશ મારફતે આ ઓપરેશનની સફળતાની ચોંકાવનારી માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે:
છેલ્લા 100 કલાકમાં અમેરિકાએ 2000 થી વધુ ઘાતક હથિયારો વડે ઈરાનના 2000 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે.
આ હુમલાઓમાં ઈરાનના સેંકડો બેલિસ્ટિક મિસાઈલ લોન્ચર્સ, ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમને કાટમાળમાં ફેરવી દેવાયા છે.
એડમિરલ કૂપરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "અમારું પૂરું ધ્યાન એ તમામ વસ્તુઓનો ખાતમો કરવા પર છે જે ભવિષ્યમાં અમારા પર હુમલો કરી શકે છે."
ઈરાની નૌકાદળનો સફાયો: 17 જહાજો અને સબમરીન ડૂબાડી
આ યુદ્ધમાં ઈરાનની દરિયાઈ તાકાતને સૌથી મોટો અને જીવલેણ ફટકો પડ્યો છે. અમેરિકાએ અત્યાર સુધીમાં ઈરાનના 17 નૌકા જહાજોને દરિયામાં ડૂબાડી દીધા છે. એટલું જ નહીં, ઈરાનની સૌથી ઘાતક સબમરીનને પણ નિશાન બનાવાઈ છે, જેમાં મોટું ગાબડું પડતા તે હવે સાવ નકામી થઈ ગઈ છે. અમેરિકાનો દાવો છે કે આજે અરબની ખાડી, હોર્મુઝની સામુદ્રધુની કે ઓમાનની ખાડીમાં ઈરાનનું એક પણ જહાજ બચ્યું નથી.
મેદાનમાં 50,000 સૈનિકો અને 200 ફાઈટર જેટ્સ
આ મિશન માટે અમેરિકાએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. અમેરિકાના B-2 અને B-1 જેવા મહાકાય બોમ્બર્સ વિમાનો રોકાયા વિના ઈરાનના સૈન્ય વિસ્તારો પર ‘સર્જિકલ સ્ટ્રાઈક' કરી રહ્યા છે. આ ભયાનક ઓપરેશનને પાર પાડવા માટે 50,000 થી વધુ અમેરિકન સૈનિકો અને 200 થી વધુ લડાયક વિમાનો રાત-દિવસ કાર્યરત છે.
ઈરાનનો પલટવાર, પણ તાકાત ઘટી રહી છે
બીજી તરફ, ઈરાને પણ ચૂપ બેસી ન રહેતા ભારે વળતો પ્રહાર કર્યો છે. અત્યાર સુધીમાં ઈરાને 500 થી વધુ બેલિસ્ટિક મિસાઈલો અને 2000 થી વધુ ડ્રોન છોડ્યા છે. જોકે, અમેરિકન એડમિરલ કૂપરના આકલન મુજબ, ઈરાનની હુમલો કરવાની ક્ષમતા હવે સતત ઘટી રહી છે, જ્યારે અમેરિકાની યુદ્ધ શક્તિ દરેક કલાકે વધુ મજબૂત બની રહી છે.
‘ઓપરેશન એપિક ફ્યુરી' એ સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા ઈરાનની સૈન્ય શક્તિને જડમૂળથી ખતમ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યું છે. ઈરાનને 100 કલાકમાં જે નુકસાન સહન કરવું પડ્યું છે, તેની ભરપાઈ કરવી આવનારા વર્ષોમાં પણ અત્યંત મુશ્કેલ બની રહેશે. વૈશ્વિક સ્તરે આ યુદ્ધના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે.