અમેરિકાનો ખેલ ખતમ! પુતિન ભારત-ચીન સાથે મળીને બનાવશે ‘SCO બેંક', જાણો શું છે રશિયાનો માસ્ટર પ્લાન | Moneycontrol Gujarati
Get App

અમેરિકાનો ખેલ ખતમ! પુતિન ભારત-ચીન સાથે મળીને બનાવશે ‘SCO બેંક', જાણો શું છે રશિયાનો માસ્ટર પ્લાન

SCO Development Bank: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકી ડોલરનું વર્ચસ્વ તોડવા ભારત અને ચીન સાથે મળીને સ્વતંત્ર ‘SCO ડેવલપમેન્ટ બેંક' બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જાણો આખી રણનીતિ.

અપડેટેડ 06:10:54 PM Sep 01, 2026 પર
Story continues below Advertisement
પુતિનના પ્રસ્તાવ મુજબ આ એક એવી મજબૂત વૈકલ્પિક વ્યવસ્થા હશે, જે સભ્ય દેશોને મોટી રાહત આપશે. આ એક એવી નાણાકીય સંસ્થા હશે જે સભ્ય દેશોમાં ઉર્જા, ટ્રાન્સપોર્ટ, સરહદી પ્રોજેક્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લાંબા ગાળાનું ફંડ પૂરું પાડશે.

SCO Development Bank: શું હવે આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી ડોલરનો દબદબો ખતમ થવા જઈ રહ્યો છે? રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક એવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જેનાથી અમેરિકા અને પશ્ચિમી દેશોનું ટેન્શન વધી ગયું છે. પુતિન ભારત, ચીન અને અન્ય સભ્ય દેશો સાથે મળીને એક સ્વતંત્ર 'SCO ડેવલપમેન્ટ બેંક' બનાવવા માંગે છે, જેના પર અમેરિકાનો કોઈ દાવ નહીં ચાલે.

કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આયોજિત 2026ના SCO શિખર સંમેલનના પ્રસ્તાવમાં પુતિને આ મોટી જાહેરાત કરી છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકી ડોલર અને પશ્ચિમી નાણાકીય સિસ્ટમ પરની નિર્ભરતાને પૂરી રીતે ઘટાડવાનો છે. ઘણીવાર અમેરિકા અને પશ્ચિમી દેશો પોતાની નાણાકીય સિસ્ટમનો ઉપયોગ અન્ય દેશો પર આર્થિક અને ભૌગોલિક દબાણ લાવવા માટે 'હથિયાર' તરીકે કરે છે. પુતિન ઈચ્છે છે કે આ નવી બેંક આવા પશ્ચિમી પ્રભાવથી સંપૂર્ણપણે મુક્ત રહે.

શું છે આ ‘SCO ડેવલપમેન્ટ બેંક'?

પુતિનના પ્રસ્તાવ મુજબ આ એક એવી મજબૂત વૈકલ્પિક વ્યવસ્થા હશે, જે સભ્ય દેશોને મોટી રાહત આપશે. આ એક એવી નાણાકીય સંસ્થા હશે જે સભ્ય દેશોમાં ઉર્જા, ટ્રાન્સપોર્ટ, સરહદી પ્રોજેક્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લાંબા ગાળાનું ફંડ પૂરું પાડશે.

સભ્ય દેશો વચ્ચેના મોટા પ્રોજેક્ટ્સના ફાઇનાન્સિંગમાં કોઈ પશ્ચિમી દેશની દખલગીરી કે અડચણ નહીં રહે. આ બેંક SCO બિઝનેસ કાઉન્સિલ સાથે મળીને સભ્ય દેશો વચ્ચેના વેપારને એક નવી ઊંચાઈ પર લઈ જશે.


ડોલરને હટાવવા અને પ્રતિબંધોથી બચવાની તૈયારી

યુક્રેન યુદ્ધ બાદ રશિયા અને ઈરાન જેવા દેશો પર અમેરિકાએ કડક પ્રતિબંધો લગાવ્યા છે. આ જ કારણ છે કે રશિયા હવે SWIFT જેવી સિસ્ટમથી દૂર જઈને પોતાનું અલગ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ ઊભું કરવા માંગે છે. પુતિને એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ગયા વર્ષે SCO દેશો સાથે રશિયાનો વેપાર $400 અબજને પાર કરી ગયો હતો. સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે આમાંથી 98% લેવડદેવડ ડોલરમાં નહીં, પરંતુ સભ્ય દેશોની પોતાની સ્થાનિક કરન્સી (રાષ્ટ્રીય ચલણ) માં થઈ છે.

SCOનો વધતો વ્યાપ અને તાકાત

વર્ષ 2001 માં રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન દ્વારા SCO ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંગઠન હવે ઝડપથી વિસ્તરી રહ્યું છે. વર્ષ 2017 માં ભારત અને પાકિસ્તાન તેમાં જોડાયા, જ્યારે 2023 માં ઈરાન તેનો કાયમી સભ્ય બન્યું. પુતિને આ સંગઠનને ‘મલ્ટીપોલર વર્લ્ડ'નું નવું પાવર સેન્ટર ગણાવ્યું છે.

ભારત અને ચીન માટે શું છે પડકારો?

ચીન આ બેંકના આઈડિયાને સમર્થન આપી રહ્યું છે, તેમ છતાં તેને જમીન પર ઉતારવો અત્યંત જટિલ છે. ભારત અને ચીનની મોટી બેંકો અને કોર્પોરેટ જગત પશ્ચિમી દેશોની સિસ્ટમ સાથે ખૂબ ઊંડાણથી જોડાયેલા છે. જો તેઓ રશિયાની આ સિસ્ટમમાં પૂરી રીતે ભળે, તો અમેરિકાના 'સેકન્ડરી સેક્શન્સ'નો ડર રહે છે. આથી બંને દેશોની બેંકો હાલ ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે.

બીજી તરફ, ભારતનું વલણ હંમેશાં એકદમ સ્પષ્ટ અને સંતુલિત રહ્યું છે. ભારત નથી ઈચ્છતું કે SCOનો ઉપયોગ પશ્ચિમી દેશોના વિરોધ માટે કોઈ મંચ તરીકે થાય. ભારત માટે આ નવી બેંક પશ્ચિમી સિસ્ટમનો સીધો વિરોધ કરવાને બદલે, માત્ર પારસ્પરિક વેપારને અને પ્રોજેક્ટ્સને સરળ બનાવવા માટેની એક 'વૈકલ્પિક વ્યવસ્થા' બની રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચો- સિનિયર સિટીઝન માટે ખુશખબર! આ 3 મોટી બેંકોએ FDના વ્યાજદરમાં કર્યો મોટો ફેરફાર, જાણો ક્યાં મળશે સૌથી વધારે રિટર્ન

MoneyControl News

MoneyControl News

First Published: Sep 01, 2026 6:10 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.