ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર! ભારતમાં પહેલીવાર રમાશે બિગ બેશ લીગની મેચ, PM મોદીએ ઓસ્ટ્રેલિયાથી કરી ઐતિહાસિક જાહેરાત
PM મોદીએ ઓસ્ટ્રેલિયાથી મોટી જાહેરાત કરી છે. ભારતના ઇતિહાસમાં પહેલીવાર વિદેશી T20 'બિગ બેશ લીગ' (BBL) ની મેચ રમાશે. જાણો ક્યારે અને ક્યાં રમાશે આ મુકાબલો.
ભારતમાં પણ બિગ બેશ લીગનો ખાસ્સો એવો ક્રેઝ જોવા મળે છે. સામાન્ય રીતે આ લીગની શરૂઆત ડિસેમ્બર મહિનામાં થાય છે અને તેની ફાઇનલ જાન્યુઆરીમાં રમાય છે.
ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક અત્યંત ખુશીના અને ઉત્સાહ વધારનારા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન એક ઐતિહાસિક જાહેરાત કરી છે. હવે ભારતમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટી20 ટૂર્નામેન્ટ 'બિગ બેશ લીગ' (BBL) ની મેચ રમાવા જઈ રહી છે. ભારતની ધરતી પર કોઈ વિદેશી ક્રિકેટ લીગની મેચ રમાશે, આવું ઇતિહાસમાં પ્રથમવાર બનવા જઈ રહ્યું છે.
પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક ગ્રાઉન્ડથી કર્યું એલાન
પીએમ મોદી હાલ ત્રણ દેશોના પ્રવાસે છે. ઇન્ડોનેશિયાની મુલાકાત બાદ તેઓ 8 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. પ્રવાસના ત્રીજા દિવસે એટલે કે 10 જુલાઈના રોજ, પ્રખ્યાત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝની હાજરીમાં આ મોટું એલાન કર્યું હતું. તેમણે સત્તાવાર રીતે જાહેરાત કરી કે ફ્રેન્ચાઈઝી આધારિત બિગ બેશ લીગની 16મી સીઝનની (BBL 2026-27) પ્રથમ મેચ ભારતની ધરતી પર રમાશે.
ક્યારે અને ક્યાં રમાશે આ રોમાંચક મેચ?
ચાલો જાણીએ ભારતમાં રમાનારી આ ઐતિહાસિક મેચની વિગતો
કઈ મેચ?
બિગ બેશ લીગ (BBL) 2026-27 ની પહેલી મેચ.
તારીખ: 12 ડિસેમ્બર
સ્થળ
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક), ચેન્નઈ
કઈ ટીમો વચ્ચે?
મેલબોર્ન રેનેગેડ્સ વિરુદ્ધ પર્થ સ્કોર્ચર્સ
ઓસ્ટ્રેલિયન સાંસ્કૃતિક મહોત્સવનું બનશે મુખ્ય આકર્ષણ
ભારતમાં પણ બિગ બેશ લીગનો ખાસ્સો એવો ક્રેઝ જોવા મળે છે. સામાન્ય રીતે આ લીગની શરૂઆત ડિસેમ્બર મહિનામાં થાય છે અને તેની ફાઇનલ જાન્યુઆરીમાં રમાય છે. આ પહેલી તક હશે જ્યારે BBL ની કોઈ મેચ તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે ઓસ્ટ્રેલિયાની બહાર રમાશે. વધુમાં, ડિસેમ્બર મહિનામાં ભારતમાં એક સપ્તાહ લાંબો 'ઓસ્ટ્રેલિયન સાંસ્કૃતિક મહોત્સવ' યોજાવાનો છે. આ ફેસ્ટિવલમાં બિગ બેશ લીગનો આ મુકાબલો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
"આપણા બંને દેશોમાં ક્રિકેટ માત્ર રમત નહીં, પણ જનૂન છે" - પીએમ મોદી
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બંને દેશોના રમતગમતના સંબંધો પર વાત કરતા પીએમ મોદીએ એકદમ હળવા મૂડમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, "જ્યારે પણ મને મારા મિત્ર પીએમ અલ્બાનીઝને મળવાની તક મળે છે, ત્યારે ક્રિકેટ અમારા જોડાણનું એક સ્વાભાવિક માધ્યમ બની જાય છે. અમે અમદાવાદમાં પણ એકસાથે સ્ટેડિયમની મુલાકાત લીધી હતી."
પીએમ મોદીએ ત્યાં ઉપસ્થિત ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, "આજે અહીં સ્ટીવ વો અને લિસા સ્થાલેકર જેવા દિગ્ગજોની હાજરીમાં હું ખરેખર રમતની ભાવના અનુભવી રહ્યો છું. મેલબોર્ન ગ્રાઉન્ડ પર પગ મૂકતા જ કોઈપણ ભારતીયના મનમાં બે ભાવનાઓ જાગે છે - પહેલી ભારત-ઓસ્ટ્રેલિયા મેચનો રોમાંચ અને બીજી એ કે આપણા બંને દેશો માટે ક્રિકેટ માત્ર એક રમત નથી, પણ એક સમાન જનૂન છે. જોકે આજે અહીં છેલ્લા ઓવરનું કોઈ ટેન્શન નથી, બસ રમતની ખુશી, આપણી દોસ્તીની આત્મીયતા અને ભવિષ્યના ચેમ્પિયન્સની ઊર્જા છે."
#WATCH | Melbourne, Australia | During his visit to Melbourne Cricket Ground (MCG), Prime Minister Narendra Modi says, "Whenever I have had the chance to meet my friend Prime Minister Albanese, cricket has served as a natural connecting point between us. We visited the stadium… pic.twitter.com/N10ZulRE3d