કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: સરકારે સ્ટડી વિઝાના ફંડિંગ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણો હવે કેટલા રૂપિયાની જરૂર પડશે | Moneycontrol Gujarati
Get App

કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: સરકારે સ્ટડી વિઝાના ફંડિંગ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણો હવે કેટલા રૂપિયાની જરૂર પડશે

Canada study visa updates: કેનેડામાં અભ્યાસ કરવાનું સપનું હવે વધુ મોંઘુ બનશે. કેનેડા સરકારે સ્ટડી પરમિટ માટે જરૂરી ફંડિંગ મર્યાદામાં વધારો કર્યો છે. જાણો નવા નિયમો, ખર્ચ અને બેંક બેલેન્સની સંપૂર્ણ માહિતી.

અપડેટેડ 12:26:15 PM Sep 03, 2026 પર
Story continues below Advertisement
છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં રહેવા અને જમવાનો ખર્ચ ઘણો વધી ગયો છે. સરકાર નથી ઈચ્છતી કે વિદેશથી આવતા વિદ્યાર્થીઓ અહીં આવીને આર્થિક તંગી કે મુશ્કેલીનો સામનો કરે. આથી, વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાતો જાતે પૂરી કરી શકે તે હેતુથી આ ફંડિંગ લિમિટ વધારવામાં આવી છે.

Canada study visa updates: જો તમે અથવા તમારું બાળક ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે કેનેડામાં ભણવું પહેલા કરતા વધુ ખર્ચાળ બની ગયું છે. કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટડી પરમિટ મેળવવા માટે જરૂરી ફંડિંગ લિમિટમાં મોટો વધારો કર્યો છે. નવા નિયમો મુજબ, હવે માત્ર એ જ વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ મળશે જેઓ પોતાની પાસે જરૂરી બેંક બેલેન્સ અને ફંડ હોવાનું સાબિત કરી શકશે. ચાલો જાણીએ કે આ નવા નિયમો શું છે અને તમારે હવે કેટલા રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે.

કેટલો વધારો થયો ફંડિંગ લિમિટમાં?

કેનેડિયન સરકારે સ્ટડી પરમિટ માટે દેખાડવા પડતા ફંડમાં $553 લગભગ 52,000નો સીધો વધારો ઝીંકી દીધો છે.

જૂનો નિયમ: પહેલા વિદ્યાર્થીઓએ સ્ટડી પરમિટ મેળવવા માટે બેંકમાં $23,448 અંદાજે 22.23 લાખ) દેખાડવા પડતા હતા.

નવો નિયમ: હવે આ રકમ વધીને $24,001 અંદાજે 22.76 લાખ થઈ ગઈ છે.


સરકારે એક જ ઝાટકે ફંડિંગ લિમિટમાં આ નોંધપાત્ર વધારો કર્યો છે. આ નવો નિયમ 1 સપ્ટેમ્બર, 2026થી અમલમાં આવ્યો છે અને તે ક્વિબેક પ્રાંત સિવાય આખા કેનેડામાં લાગુ પડશે.

કેનેડા સરકારે આ નિર્ણય કેમ લીધો?

છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં રહેવા અને જમવાનો ખર્ચ ઘણો વધી ગયો છે. સરકાર નથી ઈચ્છતી કે વિદેશથી આવતા વિદ્યાર્થીઓ અહીં આવીને આર્થિક તંગી કે મુશ્કેલીનો સામનો કરે. આથી, વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાતો જાતે પૂરી કરી શકે તે હેતુથી આ ફંડિંગ લિમિટ વધારવામાં આવી છે.

સ્ટડી પરમિટ માટે કયા-કયા ખર્ચનું ફંડ દેખાડવું પડશે?

જો તમારે કેનેડાની સ્ટડી પરમિટ જોઈતી હોય, તો તમારે સાબિત કરવું પડશે કે તમારી પાસે નીચે મુજબના ખર્ચ માટે પૂરતા પૈસા છે:

ટ્યુશન ફી: કોલેજ કે યુનિવર્સિટીના પ્રથમ વર્ષની ફી ભરવા માટેના પૈસા.

રહેવાનો ખર્ચ: કેનેડામાં રહેવા અને ખાવા-પીવા માટે જરૂરી ફંડ.

મુસાફરી ખર્ચ: ભારતથી કેનેડા જવા અને ત્યાંથી પાછા આવવા માટેની ટિકિટનો ખર્ચ.

ખાસ ધ્યાન રાખો કે, જો તમારો કોર્સ એક વર્ષથી વધુ સમયનો હોય, તો તમારે એ પણ માહિતી આપવી પડશે કે તમે બાકીના વર્ષોનો ખર્ચ કેવી રીતે ઉઠાવશો.

કયા ડોક્યુમેન્ટ્સ અને ફંડના પુરાવા માન્ય ગણાશે?

સરકાર તમારી પાસેથી ફંડના પુરાવા માંગશે, જેને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે:

ચૂકવેલી ફી: ટ્યુશન ફી અને રહેવાની ફી ભર્યાની રસીદો. મુસાફરી અને રહેવાના ખર્ચનો અલગ પુરાવો આપવો જરૂરી છે.

હાજર ફંડ: બેંક લોનના કાગળો, કેનેડિયન બેંક ખાતામાં ટ્રાન્સફર કરેલા પૈસા, GIC (ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ), છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, પેન્શનના દસ્તાવેજો અથવા જો કોઈ ભાડાની આવક હોય તો તેનો પુરાવો.

આર્થિક સહાય: જો કોઈ સ્કોલરશિપ મળી હોય તો તેના કાગળો, સેલરી સ્લિપ અથવા જો કોઈ સંસ્થા કે વ્યક્તિ સ્પોન્સર કરી રહ્યા હોય તો તેમનો પત્ર. સ્પોન્સર લેટરમાં તમારો સંબંધ, તેમની નોકરી/વ્યવસાય, પરિવારની વિગતો અને કેટલી રકમની મદદ કરશે તે લખેલું હોવું જોઈએ. સાથે જ સ્પોન્સરનું ID અને બિઝનેસ રજિસ્ટ્રેશનની કોપી પણ જોઈશે.

જુલાઈ 2026થી આવશે વધુ એક કડક નિયમ

જુલાઈ 2026થી IRCC (કેનેડાનો ઇમિગ્રેશન વિભાગ) એક નવો નિયમ લાવી રહ્યું છે. આ નિયમ હેઠળ 'સોર્સ ઓફ ફંડ' એટલે કે તમારા ખાતામાં પૈસા ક્યાંથી આવ્યાની ખૂબ જ બારીકાઈથી તપાસ કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર શંકાસ્પદ કેસોમાં જ આવું થતું હતું, પરંતુ હવે તમામ અરજદારોના ફંડના સ્ત્રોતની કડક તપાસ થશે. આથી કોઈ પણ ખોટી રીતે ફંડ દેખાડવું ભારે પડી શકે છે.

જો તમે કેનેડા જવાની તૈયારી કરી રહ્યા છો, તો સમયસર તમારા ફંડ્સ અને ડોક્યુમેન્ટ્સ વ્યવસ્થિત કરી લેવા હિતાવહ છે. IRCC એ તમામ વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે વિઝા માટે અરજી કરતા પહેલા સ્થાનિક વિઝા ઓફિસ સાથે લેટેસ્ટ નિયમો એકવાર ચોક્કસ ચેક કરી લેવા.

આ પણ વાંચો - SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલાશે ATM માંથી પૈસા ઉપાડવાના નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર

MoneyControl News

MoneyControl News

First Published: Sep 03, 2026 12:26 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.