SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલાશે ATM માંથી પૈસા ઉપાડવાના નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર | Moneycontrol Gujarati
Get App

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલાશે ATM માંથી પૈસા ઉપાડવાના નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર

SBI ATM rule change: SBI ગ્રાહકો માટે એલર્ટ! 1 ઓક્ટોબરથી સેલેરી એકાઉન્ટ ધારકો માટે અન્ય બેંકના ATM માંથી ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ 10 થી ઘટાડી 5 કરાઈ. જાણો નવા નિયમો અને ચાર્જ.

અપડેટેડ 12:08:24 PM Sep 03, 2026 પર
Story continues below Advertisement
બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ 5 ફ્રી ટ્રાન્ઝેક્શનમાં ફાઇનાન્સિયલ અને નોન-ફાઇનાન્સિયલ જેમ કે બેલેન્સ ચેક કરવું, મિની સ્ટેટમેન્ટ કાઢવું બંને પ્રકારના વ્યવહારો ગણવામાં આવશે. એટલે કે, જો તમે માત્ર બેલેન્સ ચેક કરશો તો પણ તે 5ની લિમિટમાંથી એક ગણાઈ જશે.

SBI ATM rule change: જો તમારું અથવા તમારા પરિવારમાં કોઈનું પણ બેંક એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં છે, તો તમારા માટે એક ખૂબ જ અગત્યના સમાચાર છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ પોતાના ગ્રાહકો માટે ATMના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. બેંકે બીજા બેંકના ATM માંથી ફ્રીમાં પૈસા ઉપાડવાની લિમિટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ નવો નિયમ 1 ઓક્ટોબરથી આખા દેશમાં લાગુ થઈ જશે. ચાલો તમને સરળ ભાષામાં જણાવીએ કે આ નવા નિયમથી તમારા પર શું અસર પડશે.

ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની લિમિટ 10 થી ઘટાડીને 5 કરાઈ

SBI એ ખાસ કરીને પોતાના ‘સેલેરી પેકેજ એકાઉન્ટ' ધારકો માટે આ નવો નિયમ બનાવ્યો છે. અત્યાર સુધીના જૂના નિયમ મુજબ, સેલેરી એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો દેશના કોઈપણ ખૂણે અન્ય બેંકના ATM કે કેશ ડિપોઝિટ મશીનમાંથી દર મહિને 10 વખત ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકતા હતા. પરંતુ, 1 ઓક્ટોબરથી આ 10 ની લિમિટ ઘટાડીને સીધી 5 કરી દેવામાં આવી છે.

બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ 5 ફ્રી ટ્રાન્ઝેક્શનમાં ફાઇનાન્સિયલ અને નોન-ફાઇનાન્સિયલ જેમ કે બેલેન્સ ચેક કરવું, મિની સ્ટેટમેન્ટ કાઢવું બંને પ્રકારના વ્યવહારો ગણવામાં આવશે. એટલે કે, જો તમે માત્ર બેલેન્સ ચેક કરશો તો પણ તે 5ની લિમિટમાંથી એક ગણાઈ જશે.

લિમિટ પૂરી થયા પછી કેટલો ચાર્જ લાગશે?


જોકે, ગ્રાહકો માટે એક રાહતના સમાચાર એ છે કે બેંકે ફ્રી લિમિટ તો ઘટાડી છે, પરંતુ ચાર્જની રકમમાં કોઈ જ વધારો કર્યો નથી. જો તમે મહિનામાં 5 વખત અન્ય બેંકના ATM નો ઉપયોગ કરી લો છો, તો ત્યારપછીના દરેક ટ્રાન્ઝેક્શન પર તમારે નીચે મુજબનો ચાર્જ ચૂકવવો પડશે:

* કેશ ઉપાડવા પર (Financial Transaction): 23 રૂપિયા + GST

* નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન પર: 11 રૂપિયા + GST

સામાન્ય એકાઉન્ટ ધારકો માટે કોઈ ફેરફાર નથી

જો તમારી પાસે સેલેરી એકાઉન્ટ નથી અને સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટ છે, તો તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. SBI એ પોતાની પબ્લિક નોટિસમાં ચોખ્ખું કહ્યું છે કે આ ઘટાડેલી લિમિટ માત્ર સેલેરી એકાઉન્ટ માટે જ છે. અન્ય ખાતાધારકો માટે જૂના નિયમો જ લાગુ રહેશે. એટલું જ નહીં, જો તમે SBI ના ડેબિટ કાર્ડથી SBI ના જ ATM માંથી પૈસા ઉપાડો છો, તો તેના ફ્રી ટ્રાન્ઝેક્શન કે ચાર્જમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કાર્ડલેસ કેશ વિડ્રોલ રહેશે એકદમ ફ્રી

આજના ડિજિટલ સમયમાં ઘણા લોકો ATM કાર્ડ વગર જ પૈસા ઉપાડતા હોય છે. બેંકે સ્પષ્ટતા કરી છે કે જો તમે SBIની YONO એપ કે અન્ય રીતે કાર્ડ વગર ATM માંથી પૈસા ઉપાડો છો, તો તેના પર કોઈ ચાર્જ નહીં લાગે. તમે SBI કે બીજી કોઈપણ બેંકના ATM માંથી કાર્ડલેસ સુવિધાનો અનલિમિટેડ અને બિલકુલ ફ્રી ઉપયોગ કરી શકશો.

ટૂંકમાં કહીએ તો, જો તમારો પગાર SBI ખાતામાં જમા થાય છે, તો 1 ઓક્ટોબર પછી અન્ય બેંકના ATM નો ઉપયોગ કરતી વખતે તમારે થોડું ધ્યાન રાખવું પડશે. બિનજરૂરી બેલેન્સ ચેક કરવાને બદલે મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરો, જેથી તમારી 5 ફ્રી લિમિટ બચી રહે અને તમારે કોઈ વધારાનો ચાર્જ ન ચૂકવવો પડે.

આ પણ વાંચો- સાતમ-આઠમ વેકેશન: સૌરાષ્ટ્ર જતી ST અને ખાનગી બસો હાઉસફૂલ, ટિકિટના ભાડાં ડબલ થયા, જાણો લેટેસ્ટ રેટ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 03, 2026 12:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.