UPIના નવા નિયમો: હવે રેલવેથી લઈને પેટ્રોલ પંપ સુધીના મોટા પેમેન્ટ પર લાગશે માત્ર 5 રૂપિયાનો ફ્લેટ ચાર્જ! | Moneycontrol Gujarati
Get App

UPIના નવા નિયમો: હવે રેલવેથી લઈને પેટ્રોલ પંપ સુધીના મોટા પેમેન્ટ પર લાગશે માત્ર 5 રૂપિયાનો ફ્લેટ ચાર્જ!

UPI new rules: NPCI એ UPI પેમેન્ટ માટે નવો MDR નિયમ જાહેર કર્યો છે. આવતા મહિનાની 15 તારીખથી પેટ્રોલ પંપ, રેલવે અને બિલ પેમેન્ટ જેવા 5 સેક્ટરમાં 2000થી મોટા વ્યવહાર પર માત્ર 5 રૂપિયાનો ફ્લેટ ચાર્જ લાગશે.

અપડેટેડ 01:16:33 PM Sep 16, 2026 પર
Story continues below Advertisement
સામાન્ય નિયમ પ્રમાણે જો 10000 રૂપિયાનું UPI પેમેન્ટ થાય, તો 0.4% લેખે વેપારીએ 40 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે. પરંતુ નવા ફ્લેટ-રેટ મોડેલ મુજબ, પસંદ કરેલા સેક્ટર્સમાં 10000 ના પેમેન્ટ પર માત્ર 5 રૂપિયા જ કપાશે.

UPI new rules: ડિજિટલ પેમેન્ટ કરતા ગ્રાહકો અને ખાસ કરીને વેપારીઓ માટે એક મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ટ્રાન્ઝેક્શન્સ માટે નવું MDR મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફ્રેમવર્ક જાહેર કર્યું છે. આ નવા નિયમો આવતા મહિનાની 15 તારીખથી સત્તાવાર રીતે લાગુ થઈ જશે.

2000 રૂપિયા સુધીનો વ્યવહાર બિલકુલ ફ્રી

નવા નિયમ મુજબ, જો તમે દુકાનદાર કે વેપારીને 2000 રૂપિયાથી ઓછું પેમેન્ટ કરો છો, તો તેના પર MDR શૂન્ય રહેશે. પરંતુ જો પર્સન-ટુ-મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનની રકમ 2000 રૂપિયાથી વધુ હશે, તો તેના પર 0.4% ના દરે MDR લાગુ પડશે.

વેપારીઓને મોટી રાહત: ફ્લેટ 5 રૂપિયાનું નવું મોડેલ

સરકારે એવા વેપારીઓને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે, જ્યાં ટ્રાન્ઝેક્શનની રકમ મોટી હોય છે પણ નફાનું માર્જિન ખૂબ ઓછું હોય છે. આ માટે UPI MDR ફ્લેટ રેટ મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. આ મોડેલ હેઠળ, નિર્ધારિત કરેલા 5 સેક્ટરમાં 2001 રૂપિયા કે તેથી વધુ ગમે તેટલું મોટું પેમેન્ટ કરવામાં આવે, તો પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર 5 રૂપિયા જ MDR લાગશે.


આને એક ઉદાહરણથી સમજીએ, સામાન્ય નિયમ પ્રમાણે જો 10000 રૂપિયાનું UPI પેમેન્ટ થાય, તો 0.4% લેખે વેપારીએ 40 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે. પરંતુ નવા ફ્લેટ-રેટ મોડેલ મુજબ, પસંદ કરેલા સેક્ટર્સમાં 10000 ના પેમેન્ટ પર માત્ર 5 રૂપિયા જ કપાશે.

આ 5 મુખ્ય સેક્ટર્સમાં મળશે ફ્લેટ 5 રૂપિયા MDR નો લાભ:-

New UPI rules The N

1. પેટ્રોલ પંપ: પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર ડીલર્સનું પ્રોફિટ માર્જિન મર્યાદિત હોય છે. તેથી 2000 રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર હવે 0.4% ના બદલે માત્ર ફ્લેટ 5 રૂપિયા ચાર્જ લાગશે. આનાથી ડિજિટલ પેમેન્ટ વધુ સરળ અને સસ્તું બનશે.

2. રેલવે ટિકિટ બુકિંગ: ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર પણ આ નિયમ લાગુ થશે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે, આ ચાર્જ સામાન્ય મુસાફરોએ આપવાનો નથી, પરંતુ ટિકિટિંગ સેવા આપતી ઇન્ડિયન રેલવે આ 5 રૂપિયાનો ચાર્જ ભોગવશે.

3. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ (વીમો): લાખો રૂપિયાનું વીમા પ્રીમિયમ જો UPI દ્વારા ભરવામાં આવે, તો પણ વીમા કંપની પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર 5 રૂપિયા જ MDR લેવામાં આવશે.

4. ટેલિકોમ સેવાઓ: મોબાઈલના મોટા રિચાર્જ, બ્રોડબેન્ડ બિલ અથવા કોર્પોરેટ કનેક્શનના પેમેન્ટ કે જે 2000 રૂપિયાથી વધુ હોય, તેના પર ટેલિકોમ કંપનીઓએ માત્ર ફિક્સ 5 રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે.

5. યુટિલિટી બિલ (વીજળી, પાણી અને PNG): સામાન્ય નાગરિકોની રોજિંદી જરૂરિયાતો જેવી કે લાઈટ બિલ, મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણીનું બિલ અથવા પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) નું બિલ જો 2000 રૂપિયાથી વધુ આવે, તો કલેક્શન એજન્સી પર માત્ર 5 રૂપિયાનો જ ફ્લેટ ચાર્જ લાગશે.

NPCIનો આ નિર્ણય ડિજિટલ ઇન્ડિયાને વધુ મજબૂત બનાવશે. વેપારીઓ પર પડતો ચાર્જનો બોજ ઘટવાથી તેઓ મોટા પેમેન્ટ માટે પણ ખુશીથી UPI નો સ્વીકાર કરશે, જેનો સીધો ફાયદો લાંબા ગાળે સામાન્ય જનતાને જ થવાનો છે. 15 તારીખથી શરૂ થતો આ નિયમ પેમેન્ટ સિસ્ટમમાં એક મોટો અને સકારાત્મક બદલાવ લાવશે.

આ પણ વાંચો - કાલે ખુલી રહ્યો છે દેશનો સૌથી મોટો NSE IPO! પૈસા લગાવતા પહેલા દરેક રિટેલ રોકાણકારે આ 5 વાતો જાણવી જ જોઈએ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 16, 2026 1:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.