કેન્સરની 137 દવાઓના ભાવમાં 96% સુધીનો જંગી ઘટાડો! 40,421ની દવા હવે માત્ર 2,720માં મળશે, નવા ભાવ 9 નવેમ્બરથી લાગુ
Cancer Medicines Price Cut: કેન્દ્ર સરકારે કેન્સરની સારવારમાં વપરાતી 137 દવાઓ પર ટ્રેડ માર્જિન ફિક્સ કરતા ભાવમાં 96% સુધીનો ઘટાડો થયો છે. 9 નવેમ્બરથી નવા ભાવ લાગુ થયા છે. જુઓ દવાઓનું સંપૂર્ણ લિસ્ટ.
સરકારે કેન્સરની દવાઓ પર ટ્રેડ માર્જિન (Trade Margin) ફિક્સ કરી દીધું છે, જેના કારણે દવાઓની કિંમતમાં અનેકગણો ઘટાડો થશે. રસાયણ અને ખાતર મંત્રાલયના ઔષધિ વિભાગે માહિતી આપી છે કે આ 137 દવાઓના નવા સુધારેલા ભાવ લાગુ થઇ ગયા છે.
Cancer Medicines Price Cut: કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહેલા દર્દીઓ અને તેમના પરિવારો માટે કેન્દ્ર સરકાર તરફથી ખૂબ જ મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્સરની સારવારમાં વપરાતી 137 જેટલી દવાઓના ભાવમાં ભારે ઘટાડો થવા જઈ રહ્યો છે. સરકારે કેન્સરની દવાઓ પર ટ્રેડ માર્જિન (Trade Margin) ફિક્સ કરી દીધું છે, જેના કારણે દવાઓની કિંમતમાં અનેકગણો ઘટાડો થશે. રસાયણ અને ખાતર મંત્રાલયના ઔષધિ વિભાગે માહિતી આપી છે કે આ 137 દવાઓના નવા સુધારેલા ભાવ લાગુ થઇ ગયા છે. સરકારના આ નિર્ણયથી દર્દીઓને દર વર્ષે અંદાજિત 3,502.31 કરોડની બચત થશે.
એક્સપર્ટ કમિટીની ભલામણ બાદ લેવાયો નિર્ણય
રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (NPPA) એ કેન્સરની સારવારમાં વપરાતી 137 દવાઓ પર ટ્રેડ માર્જિન નક્કી કરી દીધું છે. આ નિર્ણય સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS) હેઠળ રચાયેલી એક એક્સપર્ટ કમિટી દ્વારા ગત 17 ઓક્ટોબરના રોજ કરવામાં આવેલી ભલામણો બાદ લેવામાં આવ્યો છે.
600 બ્રાન્ડના ભાવ 50% થી વધુ ઘટ્યા, સૌથી મોટો ઘટાડો 96.45%
નિવેદન અનુસાર, અત્યાર સુધીમાં 76 દવા કંપનીઓએ 121 દવાઓના 1,225 ફોર્મ્યુલેશન માટે નવી MRP જમા કરાવી દીધી છે. તેમાંથી 1,031 ફોર્મ્યુલેશનની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. આશરે 600 બ્રાન્ડની દવાઓના ભાવમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે સૌથી વધુ ઘટાડો 96.45 ટકા રહ્યો છે. આટલું જ નહીં, જે 10 થી 15 દવાઓ હજુ ભારતમાં આવી નથી, તે બજારમાં આવશે ત્યારબાદ તેના પર પણ TMR હેઠળ ભાવની મર્યાદા લાગુ પડશે.
40,421 વાળી દવા હવે માત્ર 2,720 માં મળશે
સરકારના આ પગલાંથી કેન્સરની ઘણી મહત્વપૂર્ણ દવાઓ એકદમ સસ્તી થઈ ગઈ છે. ઉદાહરણ તરીકે RPG લાઈફ સાયન્સિસની સ્તન કેન્સર (Breast Cancer)ના ઈલાજમાં વપરાતી કેપ્સૂલ ‘પેલ્બોપ્રો' (પાલ્બોસિક્લિબ 125 mg)ની કિંમત 40,421.33થી ઘટીને સીધી 2,720 થઈ ગઈ છે. તેવી જ રીતે, અરવિનકેર ફાર્માની પ્રોસ્ટેટ કેન્સરની સારવારમાં વપરાતી ટેબલેટ 'અબિરોન' (એબિરાટેરોન એસીટેટ 250 mg)ની કિંમત 41,250થી ઘટીને માત્ર 3,218.23 રહી ગઈ છે.
કેન્સરની દવાઓના જૂના અને નવા ભાવની યાદી
* કુલ દવાઓ: 10
* કુલ બ્રાન્ડ: 40
1. બેવાકિઝુમૈબ 100 mg ઈન્જેક્શન
ઉપયોગ: ફેફસાં, કોલન, અંડાશય અને સર્વાઈકલ કેન્સર
દવાનું નામ અને કંપની
જૂની MRP (₹)
નવી MRP (₹)
બ્રિક્સ્ટા (ઝાયડસ)
25,995.00
3,318.00
બેવાસિરેલ (રિલાયન્સ)
24,079.00
3,985.00
સિઝુમાબ (હેટેરો)
15,658.00
3,103.00
વર્સાવો (ડૉ. રેડ્ડીઝ)
7,686.00
3,504.23
2. ડેનોસુમૈબ 60 mg ઈન્જેક્શન
ઉપયોગ: સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરમાં હાડકાંના નુકસાનને રોકવા
દવાનું નામ અને કંપની
જૂની MRP (₹)
નવી MRP (₹)
ડેનોસ્ટિયોરેલ (રિલાયન્સ)
24,955.00
6,240.00
ડેબ્રુમૈબ (RPG)
22,031.25
5,941.00
ડેનોક્લાસ્ટ (ઝાયડસ)
19,687.50
7,334.84
રોઝેલ (ઈન્ટાસ)
15,458.40
6,825.50
3. એબિરાટેરોન એસીટેટ 250 mg ટેબલેટ
ઉપયોગ: પ્રોસ્ટેટ કેન્સર
દવાનું નામ અને કંપની
જૂની MRP (₹)
નવી MRP (₹)
અબિરોન (અરવિનકેર)
41,250.00
3,218.23
અબિરત (ખંડેલવાલ)
36,088.81
4,064.48
અહાબીર (હેટેરો)
33,876.50
4,925.00
અબીરાપ્રો (ગ્લેનમાર્ક)
28,744.00
5,768.00
4. પેગફિલગ્રાસ્ટિમ 6 mg ઈન્જેક્શન
ઉપયોગ: કેન્સરના દર્દીઓમાં ન્યૂટ્રોપેનિયા રોકવા
દવાનું નામ અને કંપની
જૂની MRP (₹)
નવી MRP (₹)
પેગ ફિલ્ટરો (હેટેરો)
9,093.00
1,631.00
પેગ-રિલીગ્રાસ્ટ (રિલાયન્સ)
5,331.00
1,258.00
પેગેક્સ (જેનોવા)
6,270.45
1,527.78
પેગ ફ્રૈસ્ટિમ (RPG)
6,660.85
1,807.00
5. એઝૈસિટિડાઈન 100 mg ઈન્જેક્શન
ઉપયોગ: બ્લડ કેન્સર
દવાનું નામ અને કંપની
જૂની MRP (₹)
નવી MRP (₹)
અઝાતિરેલ (રિલાયન્સ)
7,790.00
1,397.00
અઝાદીન (ઈન્ટાસ)
5,964.70
1,199.50
અઝાસાઈટિન (ડૉ. રેડ્ડીઝ)
6,337.00
1,495.04
અઝાડુઅલ 100 (MSN)
4,852.03
1,207.80
6. એન્ઝાલુટામાઈડ 40 mg કેપ્સૂલ
ઉપયોગ: પ્રોસ્ટેટ કેન્સર
દવાનું નામ અને કંપની
જૂની MRP (₹)
નવી MRP (₹)
એનઝાપ્ટર 40 (હૈલ્સ્ટેડ)
20,625.00
2,475.60
એક્સટાઈડ (એરિસ)
10,828.12
1,729.21
એન્ઝુટા (એમક્યોર)
20,667.00
4,157.65
એન્ઝામાઈડ (ઈન્ટાસ)
10,781.25
3,536.50
7. ફુલવેસ્ટ્રેન્ટ 250 mg ઈન્જેક્શન
ઉપયોગ: સ્તન કેન્સર
દવાનું નામ અને કંપની
જૂની MRP (₹)
નવી MRP (₹)
ફાસ્નોર્મ (એરિસ)
30,421.87
3,671.73
ફુલઝોસ (હેટેરો)
16,500.00
3,215.00
ફુલવીરા (એમક્યોર)
16,694.95
3,900.41
ફિસ્ટેન્ટ ઈન્જ (એડલે)
22,600.00
6,031.50
8. પાલ્બોસિક્લિબ 125 mg કેપ્સૂલ
ઉપયોગ: સ્તન કેન્સર
દવાનું નામ અને કંપની
જૂની MRP (₹)
નવી MRP (₹)
પાલ્બોપ્રો (RPG)
40,421.33
2,720.00
પાલ્બોમેડ (મેડિકમેન)
13,500.00
2,302.00
પિક્લિબ (હેટેરો)
7,801.50
2,058.00
પાલ્બોરેસ્ટ 125 (MSN)
2,246.00
791.80
9. પેમેટ્રેક્સ્ડ 500 mg શીશી
ઉપયોગ: ફેફસાંનું કેન્સર
દવાનું નામ અને કંપની
જૂની MRP (₹)
નવી MRP (₹)
રિલીટ્રેક્સ્ડ (રિલાયન્સ)
9,977.00
1,113.00
પેમેટોમ્ડ (મેડિકમેન)
5,062.00
940.00
એડીપીઈએમ 500 (એડલે)
5,499.00
1,035.05
પેમજેમ (ડૉ. રેડ્ડીઝ)
7,032.00
3,408.64
10. પર્ટુઝુમાબ 420 mg ઈન્જેક્શન
ઉપયોગ: સ્તન કેન્સર
દવાનું નામ અને કંપની
જૂની MRP (₹)
નવી MRP (₹)
લ્યૂપિહર 2 (લ્યૂપિન)
83,520.00
37,358.35
વોમૈબ (ડૉ. રેડ્ડીઝ)
74,992.50
53,708.19
ઔષધિ વિભાગના નિવેદન મુજબ, તમામ મેડિકલ સ્ટોર્સ (રિટેલ વિક્રેતાઓ), દવાના વિતરકો અને હોસ્પિટલોએ પોતાના પરિસરમાં તેમજ વેબસાઈટ પર આ નવું ભાવપત્રક (Rate List) સ્પષ્ટ દેખાય તે રીતે લગાવવું પડશે. આ આદેશનું ચુસ્તપણે પાલન થાય તેની દેખરેખ રાખવાની જવાબદારી રાજ્યોના ડ્રગ કંટ્રોલર્સને સોંપવામાં આવી છે.