સાવધાન! જમીન પર પડેલા નૂડલ્સમાંથી બનતી હતી ભુજિયા, ‘નૂડલ્સ કિંગ'ની ફેક્ટરી પર FSSAIનો મોટો દરોડો, 32,000 કિલો માલ જપ્ત | Moneycontrol Gujarati
Get App

સાવધાન! જમીન પર પડેલા નૂડલ્સમાંથી બનતી હતી ભુજિયા, ‘નૂડલ્સ કિંગ'ની ફેક્ટરી પર FSSAIનો મોટો દરોડો, 32,000 કિલો માલ જપ્ત

FSSAI Crackdown on Wai Wai Bhujia: રાજસ્થાનમાં Wai Wai નૂડલ્સ બનાવતી કંપનીમાં FSSAIનો દરોડો. જમીન પર પડેલા કચરામાંથી ભુજિયા બનાવવાનું કૌભાંડ ઝડપાયું. 32,000 કિલો માલ જપ્ત. તમારા બાળકો જે સ્નેક્સ ખાય છે તે કેટલા સુરક્ષિત છે? જાણો પૂરી વિગત.

અપડેટેડ 01:35:57 PM Sep 04, 2026 પર
Story continues below Advertisement
FSSAI Crackdown on Wai Wai Bhujia: શું તમે પણ તમારા બાળકોને પેકેટવાળા સ્નેક્સ આપો છો? તો સાવધાન થઈ જજો!

FSSAI Crackdown on Wai Wai Bhujia: આજના સમયમાં આપણે સૌ બજારમાં મળતા પેકિંગવાળા નાસ્તા પર આંખ બંધ કરીને ભરોસો કરી લઈએ છીએ. પરંતુ દેશભરમાં ચાલી રહેલા ખાદ્ય સુરક્ષા અભિયાન વચ્ચે એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે જાણીને તમે પણ પેકેટવાળી વસ્તુઓ ખાતા પહેલા દસ વાર વિચારશો. પ્રખ્યાત 'Wai Wai' નૂડલ્સ બનાવતી કંપનીની ફેક્ટરીમાં જમીન પર પડેલા નૂડલ્સમાંથી ભુજિયા બનાવવામાં આવતી હોવાનો મોટો પર્દાફાશ થયો છે.

ફ્લોર પર પડેલા ટુકડાઓમાંથી બનતી હતી ભુજિયા

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં જ રાજસ્થાનમાં આવેલી 'સીજી ફૂડ્સ ઈન્ડિયા' ની ફેક્ટરી પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ કરતા અધિકારીઓ પણ દંગ રહી ગયા જ્યારે તેમણે જોયું કે ફેક્ટરીના ફ્લોર પર પડેલા તૂટેલા નૂડલ્સને ભેગા કરીને તેમાંથી સીધી જ ભુજિયા બનાવવામાં આવતી હતી. સૌથી મોટી બેદરકારી એ હતી કે આ કચરા જેવા નૂડલ્સને કોઈ પણ પ્રકારની હીટ ટ્રીટમેન્ટ આપ્યા વગર જ પ્રોસેસ કરવામાં આવતા હતા.

32,000 કિલો જથ્થો અને એક્સપાયર્ડ પ્રોડક્ટ્સ જપ્ત

ફેક્ટરીમાં નિયમોના ઉલ્લંઘનની હદ માત્ર ગંદકી પૂરતી જ મર્યાદિત ન હતી. FSSAIના રિપોર્ટ મુજબ, અધિકારીઓએ આ પ્લાન્ટમાંથી સીધો 32,000 કિલો જેટલો શંકાસ્પદ સ્ટોક જપ્ત કરી લીધો છે. આ ઉપરાંત, ફેક્ટરીમાંથી એક્સપાયરી ડેટ જતી રહી હોય તેવા તૈયાર પ્રોડક્ટ્સના 1,925 બોક્સ પણ મળી આવ્યા હતા. હાલમાં ફૂડ ઓથોરિટીએ લેબમાં ટેસ્ટિંગ માટે સેમ્પલ મોકલી આપ્યા છે અને કંપની સામે કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે.


કોણ છે આ ‘નૂડલ્સ કિંગ'?

તમને જણાવી દઈએ કે જે કંપની પર આ મોટી કાર્યવાહી થઈ છે તે ‘CG Corp Global' ગ્રૂપનો ભાગ છે. આ કંપનીના માલિક બિનોદ ચૌધરી છે, જેઓ નેપાળના એકમાત્ર અબજોપતિ છે. દુનિયાભરમાં Wai Wai ઇન્સ્ટન્ટ નૂડલ્સ બ્રાન્ડના કારણે તેઓ ગ્લોબલ લેવલે 'નૂડલ કિંગ' તરીકે ઓળખાય છે.

નવી મુંબઈમાં પણ મોટું કૌભાંડ: કેમિકલથી બદલાતી હતી એક્સપાયરી ડેટ

માત્ર રાજસ્થાન જ નહીં, મહારાષ્ટ્રમાં પણ ખાદ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. થોડા દિવસો પહેલા જ નવી મુંબઈના એક ગોડાઉન પર દરોડો પાડીને અધિકારીઓએ 5,000 કાર્ટન (બોક્સ) પકડી પાડ્યા હતા. અહીં તો એનાથી પણ મોટો ખેલ ચાલતો હતો. પેકિંગ પર લખેલી જૂની એક્સપાયરી ડેટ ભૂંસવા માટે કેમિકલનો ઉપયોગ થતો હતો અને મશીનો દ્વારા નવી ડેટ છાપવામાં આવતી હતી! આ ગોડાઉનમાંથી મોટી મલ્ટીનેશનલ કંપનીઓની પ્રોડક્ટ્સ મળી આવી હતી, જેમાં નીચેની બ્રાન્ડ્સ સામેલ છે:

* પેપ્સિકો: લેય્સ અને કુરકુરે

* નેસ્લે: મેગી મસાલા નૂડલ્સ

* કોકા-કોલા: થમ્સ અપ અને લિમ્કાના કેન

* યુનિલીવર: નોર મશરૂમ સૂપ

ડોમિનોઝ અને પિઝા હટ સામે પણ કડક એક્શન

હાલમાં આખા ભારતમાં ફૂડ સેફ્ટીને લઈને ઝુંબેશ તેજ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના FDA વડા તુકારામ મુંઢે તેમની કડક કામગીરી માટે જાણીતા છે. તેમણે રાજ્યમાં નિયમોનું પાલન ન કરતી મોટી બ્રાન્ડ્સને પણ છોડી નથી. આ કાર્યવાહીમાં નિયમોના ભંગ બદલ ડોમિનોઝ પિઝાના 4 આઉટલેટ્સ અને પિઝા હટના 1 આઉટલેટનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું છે.

આજના સમયમાં મોટી બ્રાન્ડ્સનું નામ જોઈને આપણે પ્રોડક્ટ્સ ખરીદી તો લઈએ છીએ, પરંતુ તે અંદરથી કેટલી હાઈજેનિક છે તેની કોઈ ગેરંટી હોતી નથી. સરકારી એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે, પણ એક જાગૃત નાગરિક અને ગ્રાહક તરીકે આપણે પણ પેકેટવાળો ખોરાક ખાતા પહેલા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને નાના બાળકોને આવી વસ્તુઓ આપતા પહેલા એક્સપાયરી ડેટ અને પેકિંગની ગુણવત્તા ચોક્કસથી ચેક કરો.

આ પણ વાંચો - Rentomojo IPO: 9 સપ્ટેમ્બરથી ખુલશે 1,255 કરોડનો IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી જ ધૂમ, જાણો પ્રાઇસ બેન્ડ અને અન્ય ડિટેલ્સ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 04, 2026 1:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.