Chandrayaan 3: LPDCનું કામ છે વિક્રમ માટે લેન્ડિંગની યોગ્ય જગ્યા શોધવાનું
Chandrayaan 3: ISROએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ચંદ્રની સપાટીનો નવો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો બનાવ્યો છે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર પર લાગેલા LPDC સેન્સરે. અસલમાં આ એક કેમેરો છે, જેનું આખું નામ છે લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા. (Lander Position Detection Camera)
LPDC વિક્રમ લેન્ડરના નીચલા ભાગમાં લાગેલા છે. આ એટલા માટે લગાડવામાં આવ્યા છે કે વિક્રમ લેન્ડિંગ માટે યોગ્ય અને સપાટ જગ્યા શોધી શકે. આ કેમેરાની મદદથી એ જોઈ શકાય છે કે વિક્રમ લેન્ડર કોઈ ઉબડ ખાબડ જગ્યા પર લેન્ડ તો નથી કરી રહ્યું ને કે કોઈ ખાડા એટલે કે ક્રેટરમાં તો નથી જઈ રહ્યું ને.
આ કેમેરાને લેન્ડિંગથી થોડા સમય પહેલા ઓન કરવામાં આવી શકે છે. કેમકે હાલ જે તસવીર આવી છે તેને જોઈને લાગે છે કે આ કેમેરો ટ્રાયલ માટે ઓન કરાયો હતો. કે જેથી તસવીર કે વીડિયોથી તે ખ્યાલ મેળવી શકાય કે તે કેટલું યોગ્ય રીતે કામ કરી શકે છે. ચંદ્રયાન-2માં પણ આ સેન્સરનો ઉપયોગ કરાયો હતો, તે પણ યોગ્ય રીતે જ કામ કરતું હતું.
LPDCનું કામ છે વિક્રમ માટે લેન્ડિંગની યોગ્ય જગ્યા શોધવાનો. આ પેલોડની સાથે લેન્ડર હઝાર્ડ ડિટેક્શન એન્ડ અવૉયડેન્સ કેમેરા (LHDAC), લેઝર અલ્ટીમીટર (LASA), લેઝર ડૉપલર વેલોસિટીમીટર (LDV) અને લેન્ડર હૉરીઝોન્ટલ વેલોસિટી કેમેરા (LHVC) મળીને કામ કરશે. કે જેથી લેન્ડરને સુરક્ષિત સપાટી પર ઉતારી શકાય.
વિક્રમ લેન્ડર જે સમયે ચંદ્રની સપાટી પર ઉતરશે તે સમયે તેની ગતિ 2 મીટર પ્રતિ સેકન્ડની આસપાસ હશે. પરંતુ હોરીઝોન્ટલ ગતિ 0.5 મીટર પ્રતિ સેકન્ડ હશે. વિક્રમ લેન્ડર 12 ડિગ્રી ઢોળાવવાળી જગ્યાએ ઉતરી શકે છે. આ ગતિ, દિશા અને સમતલ જમીન શોધવામાં આ તમામ યંત્ર વિક્રમ લેન્ડરની મદદ કરશે. આ તમામ યંત્ર લેન્ડિંગથી લગભગ 500 મીટર પહેલા એક્ટિવેટ થઈ જશે.
Chandrayaan-3 Mission: View from the Lander Imager (LI) Camera-1 on August 17, 2023 just after the separation of the Lander Module from the Propulsion Module #Chandrayaan_3#Ch3pic.twitter.com/abPIyEn1Ad
જે બાદ વિક્રમ લેન્ડરમાં લાગેલા ચાર પેલોડ્સ કામ કરવાનું શરુ કરશે. જે છે રંભા. આ ચંદ્રની સપાટી પર સૂરજથી આવતા પ્લાઝ્મા કણોના ઘનત્વ, માત્રઆ અને બદલાવની તપાસ કરશે. ચાસ્ટે, આ ચંદ્રની સપાટીની ગરમી એટલે કે તાપમાનની તપાસ કરશે. ઈલ્સા, જે લેન્ડિંગ સાઈટની આસપાસ ભૂકંપીય પ્રવૃત્તિઓની તપાસ કરશે. લેઝર રેટ્રોરિફ્લેક્ટર એરે, જે ચંદ્રની ડાયનેમિક્સને સમજવાનો પ્રયાસ કરશે.