દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન શરૂ: સોનીપતથી જીંદ વચ્ચે માત્ર 25માં મુસાફરી, જાણો ટાઇમ ટેબલ અને રૂટ
India first hydrogen train: ભારતીય રેલવેના ઇતિહાસમાં નવો અધ્યાય. પીએમ મોદીએ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને સોનીપત-જીંદ રૂટ પર લીલી ઝંડી આપી. માત્ર 25માં 89 કિમીની પ્રદૂષણ મુક્ત મુસાફરી.
India first hydrogen train: ભારતીય રેલવેના ઇતિહાસમાં નવો અધ્યાય.
India first hydrogen train: ભારતીય રેલવે અને દેશવાસીઓ માટે આજનો દિવસ અત્યંત ગર્વ અને ઐતિહાસિક છે. ભારતમાં પર્યાવરણને અનુકૂળ અને પ્રદૂષણ મુક્ત એવી દેશની સૌપ્રથમ ‘હાઇડ્રોજન ટ્રેન' આજથી સામાન્ય જનતા માટે શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનીપત-જીંદ રેલવે રૂટ પર આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું છે. આધુનિક ટેકનોલોજીથી બનેલી આ ટ્રેન મુસાફરોને માત્ર સારી સગવડ જ નહીં, પણ એકદમ સસ્તી મુસાફરી પણ પૂરી પાડશે.
માત્ર 25માં 89 કિલોમીટરની સફર
સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે આ હાઇડ્રોજન ટ્રેનનું ભાડું સામાન્ય પેસેન્જર ટ્રેન જેટલું જ રાખ્યું છે. જીંદથી સોનીપત વચ્ચેની 89 કિલોમીટરની મુસાફરી માટે તમારે વધુમાં વધુ માત્ર 25 ચૂકવવા પડશે. જ્યારે નજીકના સ્ટેશનો પર જવા માટે ઓછામાં ઓછું ભાડું 10 થી શરૂ થાય છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને તેની વધુમાં વધુ સ્પીડ 75 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સોનીપત પોલીસ કમિશનરેટ વિસ્તારમાં હાલ પૂરતો ડ્રોન ઉડાડવા પર કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટ્રેનનું ટાઇમ ટેબલ (Train No. 74010 / 74009)
રોજિંદા સમયપત્રક મુજબ, આ ટ્રેન દરરોજ સવારે 7:40 વાગ્યે જીંદથી ઉપડશે અને સવારે 9:40 વાગ્યે સોનીપત પહોંચશે. જ્યારે રિટર્નમાં આ ટ્રેન સોનીપતથી સવારે 10:30 વાગ્યે નીકળશે અને બપોરે 1:00 વાગ્યે જીંદ પહોંચશે.
#WATCH | Jind, Haryana: Prime Minister Narendra Modi flags off the country's first hydrogen-powered train from Jind to Sonipat (Video source: DD) pic.twitter.com/kMQv2nBhOZ
સોનીપતથી પરત ફરતી વખતે સ્ટેશન મુજબ નક્કી કરાયેલું ભાડું નીચે મુજબ છે:
* 10 ભાડું: બારવાસની, મોહના, લાથ, રાભરા, ગોહાના
* 15 ભાડું: ખંડરાઈ, બુટાના
* 20 ભાડું: ઈશાપુર ખેરી, ભાંભેવા, લલિત ખેરા
* 25 ભાડું: પાંડુ પિંડારા, જીંદ શહેર, જીંદ જંકશન
14 સ્ટેશનો પર ઊભી રહેશે ટ્રેન
આ હાઇડ્રોજન ટ્રેન પોતાના રૂટ પર કુલ 14 નાના-મોટા સ્ટેશનોને આવરી લેશે. જેનાથી અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને વેપારીઓને મોટો ફાયદો થશે. ઉદ્ઘાટન બાદ ટ્રેનનું સ્ટેશન મુજબ આગમન અને પ્રસ્થાનનું સમયપત્રક આ પ્રમાણે છે:
* જીંદ જંકશન: પ્રસ્થાન 10:50
* જીંદ શહેર: આગમન 11:07 | પ્રસ્થાન 11:08
* પાંડુ પિંડારા: આગમન 11:15 | પ્રસ્થાન 11:16
* લલિત ખેરા: આગમન 11:28 | પ્રસ્થાન 11:29
* ભાંભેવા: આગમન 11:38 | પ્રસ્થાન 11:39
* ઈશાપુર ખેરી: આગમન 11:45 | પ્રસ્થાન 11:46
* બુટાના: આગમન 11:52 | પ્રસ્થાન 11:53
* ખંડેરાઈ: આગમન 12:00 | પ્રસ્થાન 12:01
* ગોહાના: આગમન 12:08 | પ્રસ્થાન 12:09
* રાભરા: આગમન 12:17 | પ્રસ્થાન 12:18
* લાથ: આગમન 12:26 | પ્રસ્થાન 12:27
* મોહના: આગમન 12:35 | પ્રસ્થાન 12:36
* બારવાસની: આગમન 12:46 | પ્રસ્થાન 12:47
* સોનીપત જંકશન: આગમન 13:00
(નોંધ: નિયમિત વ્યવસાયિક ટ્રેન સંચાલનની ચોક્કસ તારીખો અને સમયમાં કોઈ ફેરફાર હશે તો રેલવે દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવશે.)
વિદ્યાર્થીઓએ માણી ઐતિહાસિક સફરની મજા
આ ટ્રેનની પહેલી સફરને યાદગાર બનાવવા માટે વિશેષ આયોજન કરાયું હતું. ટ્રેનના બે ડબ્બા રેલવેના ઉચ્ચ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને ખાસ મહેમાનો માટે રિઝર્વ રખાયા હતા. જ્યારે બાકીના ડબ્બાઓમાં 5 અલગ-અલગ સ્ટેશનો (પાંડુ પિંડારા, ગોહાના, લાથ, મોહના અને સોનીપત) ના લગભગ 1000 જેટલા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ આ મફત સફરની મજા માણી હતી.
દેશમાં શરૂ થયેલી આ ગ્રીન ટેકનોલોજી આધારિત ટ્રેન ભારતીય રેલવેના 'પર્યાવરણ બચાવો' અભિયાનમાં એક મોટો માઈલસ્ટોન સાબિત થશે. ભવિષ્યમાં આવા અન્ય રૂટ પર પણ હાઇડ્રોજન ટ્રેનો દોડતી જોવા મળી શકે છે.