Donald Trump Greenland: ગ્રીનલેન્ડ ખરીદવાની જીદ પર અડગ ટ્રમ્પ! અમેરિકાએ સૈન્ય વિમાન ઉતારતા યુદ્ધ જેવો માહોલ, યુરોપ પર તોળાયું મોટું આર્થિક સંકટ | Moneycontrol Gujarati
Get App

Donald Trump Greenland: ગ્રીનલેન્ડ ખરીદવાની જીદ પર અડગ ટ્રમ્પ! અમેરિકાએ સૈન્ય વિમાન ઉતારતા યુદ્ધ જેવો માહોલ, યુરોપ પર તોળાયું મોટું આર્થિક સંકટ

Donald Trump Greenland Purchase: ગ્રીનલેન્ડ ખરીદવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે દબાણ વધાર્યું છે. અમેરિકાએ સૈન્ય વિમાનો મોકલતા ડેનમાર્કે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. જાણો ટ્રમ્પની 10% ટેરિફની ધમકી અને યુરોપ સાથેના તણાવ વિશે વિગતે.

અપડેટેડ 10:31:13 AM Jan 20, 2026 પર
Story continues below Advertisement
Donald Trump Greenland Purchase: ગ્રીનલેન્ડ ખરીદવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે દબાણ વધાર્યું છે. અમેરિકાએ સૈન્ય વિમાનો મોકલતા ડેનમાર્કે પણ જડબાતોડ જવાબ આપ્યો છે.

Donald Trump Greenland Purchase: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા હવે માત્ર નિવેદનો પૂરતી સીમિત રહી નથી, પરંતુ તેણે એક ગંભીર સૈન્ય અને આર્થિક તણાવનું સ્વરૂપ લઈ લીધું છે. ગ્રીનલેન્ડને અમેરિકાના નિયંત્રણમાં લેવાની ટ્રમ્પની જીદને કારણે આર્કટિક ક્ષેત્રમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ટ્રમ્પની ધમકીઓ બાદ અમેરિકાએ જે રીતે ગ્રીનલેન્ડમાં સૈન્ય ગતિવિધિ વધારી છે, તેનાથી યુરોપ સહિત આખી દુનિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અમેરિકાએ ગ્રીનલેન્ડમાં ફાઈટર જેટ્સ ખડક્યા

ટ્રમ્પના ઈશારે અમેરિકન સેના હવે ગ્રીનલેન્ડમાં સક્રિય થઈ ગઈ છે. અમેરિકાએ ગ્રીનલેન્ડના વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વના ગણાતા પિટુફિક સ્પેસ બેઝ (Pituffik Space Base) પર પોતાના નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD)ના વિમાનો તૈનાત કરી દીધા છે.

અમેરિકાએ પોતાના બચાવમાં દલીલ કરી છે કે આ પગલું ઉત્તર અમેરિકાની સુરક્ષા અને મિસાઈલ વોર્નિંગ સિસ્ટમ માટે અનિવાર્ય છે. યુએસ પ્રશાસને એમ પણ કહ્યું કે આ બાબતે તેમણે ડેનમાર્ક અને ગ્રીનલેન્ડને અગાઉથી જાણ કરી હતી. જોકે, નિષ્ણાતો માની રહ્યા છે કે રાષ્ટ્રીય સુરક્ષાના બહાને આ ટ્રમ્પનું શક્તિ પ્રદર્શન છે.

ડેનમાર્કનો જડબાતોડ જવાબ: સેના મેદાનમાં ઉતારી


અમેરિકાની આ હરકત જોઈને ડેનમાર્ક પણ ચૂપ બેસી રહ્યું નથી. ગ્રીનલેન્ડની સુરક્ષા અને સ્વાયત્તતા જાળવવા માટે ડેનમાર્કે પણ પોતાની સૈન્ય તાકાત બતાવવાનું શરૂ કર્યું છે. ડેનમાર્કના સેના પ્રમુખની આગેવાનીમાં નૂક (Nuuk) અને કાંગેરલુસુઆક (Kangerlussuaq) ખાતે મોટી સંખ્યામાં સૈનિકો અને ભારે લશ્કરી સાધનો ઉતારવામાં આવ્યા છે.

નાટો (NATO) દેશોએ ડેનમાર્કના આ પગલાને સમર્થન આપતા કહ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન સુરક્ષાનું બહાનું કાઢીને ગ્રીનલેન્ડના કુદરતી સંસાધનો પર કબજો જમાવવા માંગે છે, જેનો વિરોધ કરવો જરૂરી છે.

ટ્રમ્પનો યુરોપ પર આર્થિક હથોડો: 10% ટેરિફની જાહેરાત

વાત માત્ર સૈન્ય ઘર્ષણ સુધી અટકી નથી. ગ્રીનલેન્ડ મામલે યુરોપિયન દેશોના વિરોધને જોતા ડોનાલ્ડ ટ્રમ્પે આર્થિક હથિયાર ઉગામ્યું છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ડેનમાર્ક, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશો પર 10% વધારાની ઈમ્પોર્ટ ડ્યુટી લગાવી રહ્યા છે.

1 ફેબ્રુઆરીથી અમલ: આ નવા ટેક્સ 1 ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે

ટ્રમ્પે ચીમકી આપી છે કે જો ગ્રીનલેન્ડના વેચાણ અંગે કોઈ નક્કર સમજૂતી નહીં સધાય, તો 1 જૂનથી આ ટેરિફ વધારીને 25% કરી દેવામાં આવશે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જ્યાં સુધી ગ્રીનલેન્ડ ડીલ ફાઈનલ નહીં થાય, ત્યાં સુધી આ આર્થિક દબાણ ચાલુ રહેશે. આનાથી અમેરિકા અને યુરોપ વચ્ચે મોટું ટ્રેડ વોર ફાટી નીકળવાની ભીતિ છે.

વૈશ્વિક સ્તરે ઘેરા પ્રત્યાઘાત

ગ્રીનલેન્ડ તેની ભૌગોલિક સ્થિતિ અને કુદરતી સંપત્તિને કારણે અત્યારે વિશ્વની મહાસત્તાઓ વચ્ચે ખેંચતાણનું કેન્દ્ર બન્યું છે. યુરોપિયન નેતાઓએ ટ્રમ્પના આ નિર્ણયની આકરી ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આવા એકતરફી નિર્ણયોથી વર્ષો જૂના આંતરરાષ્ટ્રીય સંબંધો બગડશે અને વૈશ્વિક વેપાર માટે ખતરો ઊભો થશે. હવે જોવાનું એ રહે છે કે ફેબ્રુઆરીમાં લાગુ થનારા આ ટેરિફ અને સૈન્ય તણાવનું પરિણામ શું આવે છે.

આ પણ વાંચો - સોના-ચાંદીએ તોડ્યા તમામ રેકોર્ડ: ચાંદી 3.13 લાખને પાર અને સોનું 1.46 લાખની નવી ટોચે, જાણો આજના લેટેસ્ટ ભાવ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 20, 2026 10:31 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.