ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ: ‘આતંકના આકાઓને છોડીશું નહીં’, પીએમ મોદીએ સેનાના શૌર્યને બિરદાવતા પાઠવ્યો આકરો સંદેશ | Moneycontrol Gujarati
Get App

ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ: ‘આતંકના આકાઓને છોડીશું નહીં’, પીએમ મોદીએ સેનાના શૌર્યને બિરદાવતા પાઠવ્યો આકરો સંદેશ

Operation Sindoor: પીએમ મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ પર સેનાના પરાક્રમને નમન કર્યા છે. 26 નિર્દોષોના મોતનો બદલો લેવા માટે કરાયેલી આ કાર્યવાહી બાદ પીએમએ આતંકવાદ વિરુદ્ધ ભારતનો અડગ સંકલ્પ દોહરાવ્યો છે.

અપડેટેડ 12:10:33 PM May 07, 2026 પર
Story continues below Advertisement
Operation Sindoor: પીએમ મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ પર સેનાના પરાક્રમને નમન કર્યા છે.

PM Modi on Terrorism: ભારત સરકાર આતંકવાદ અને તેને પોષનારા તત્વો સામે ઝૂકવા તૈયાર નથી, તેવો સ્પષ્ટ અને આકરો સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે. ભારતીય સેનાના અદભૂત પરાક્રમ સમાન 'ઓપરેશન સિંદૂર'ની આજે પ્રથમ વર્ષગાંઠ છે. આ ખાસ અવસરે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર દેશની સુરક્ષા માટે જાનની બાજી લગાવનારા સૈનિકોને નમન કર્યા હતા અને દેશની સુરક્ષા સામે આંખ ઉઠાવનારાઓને ચેતવણી આપી હતી.

સેનાના પરાક્રમે દુનિયાને બતાવ્યો ભારતનો દમ

પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, એક વર્ષ વીતી ગયું હોવા છતાં આતંકવાદને જડમૂળથી ઉખેડી ફેંકવાનો ભારતનો સંકલ્પ આજે પણ તેટલો જ મજબૂત છે. તેમણે કહ્યું કે, "ગત વર્ષે આ ઓપરેશન દરમિયાન આપણી સેનાએ જે બહાદુરી અને ચોકસાઈ બતાવી હતી, તેણે સમગ્ર વિશ્વને ભારતની સુરક્ષા શક્તિનો પરચો આપી દીધો હતો." ભારત હવે માત્ર રક્ષા નથી કરતું, પણ જરૂર પડે ત્યારે આક્રમક જવાબ આપવાની પણ ક્ષમતા ધરાવે છે.


શા માટે હાથ ધરવામાં આવ્યું હતું ‘ઓપરેશન સિંદૂર'?

આ સૈન્ય કાર્યવાહી પાછળ એક દર્દનાક ઘટના જવાબદાર હતી. 22 April, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો, જેમાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા બાદ દેશભરમાં રોષ જોવા મળ્યો હતો.

સેનાએ આ હુમલાનો બદલો લેવા માટે પ્લાન તૈયાર કર્યો અને 6 અને 7 May ના રોજ સરહદ પાર છુપાયેલા આતંકીઓના અડ્ડાઓ પર ત્રાટકી હતી. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સેનાએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને ઠાર માર્યા હતા. પીએમ મોદીએ આ ઓપરેશનને ભારતની સૈન્ય ક્ષમતા અને સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભરતા'નું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું છે.

સંસ્કૃત સુભાષિત દ્વારા સૈનિકોનું વધાર્યું મનોબળ

વડાપ્રધાને તેમના સંદેશમાં એક પ્રેરણાદાયી સંસ્કૃત સુભાષિતનો ઉલ્લેખ પણ કર્યો છે:

'ઉદીર્ણમનસો યોધા વાહનાનિ ચ ભારત. યસ્યાં ભવન્તિ સેનાયાં ધ્રુવં તસ્યાં જયં વદેત્॥'

આ સુભાષિતનો સરળ અર્થ એ થાય છે કે:

જે સેનામાં સૈનિકોનો ઉત્સાહ ઉચ્ચ હોય, જેમનામાં અતૂટ મનોબળ હોય અને જે સેના આધુનિક યુદ્ધ સાધનોથી સજ્જ હોય, તેની જીત હંમેશા નિશ્ચિત હોય છે.

રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં

પીએમ મોદીએ અંતમાં વિશ્વાસ અપાવ્યો હતો કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગમે તેટલા કઠોર પગલાં લેવા પડશે તો સરકાર પાછીપાની નહીં કરે. આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ યથાવત રહેશે. ભારત તેની સરહદો અને નાગરિકોની સુરક્ષા માટે સજ્જ છે અને કોઈ પણ પડોશી દેશ દ્વારા પ્રેરિત આતંકવાદને હવે સહન કરવામાં આવશે નહીં.

આમ, ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ માત્ર એક વિજયનો ઉત્સવ નથી, પરંતુ તે ભારતની બદલાયેલી રણનીતિ અને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિનું પ્રતીક પણ છે.

આ પણ વાંચો- ઓપરેશન સિંદૂર બાદ આ ડિફેન્સ સ્ટોકે આપ્યું 337% રિટર્ન, રોકાણકારો માલામાલ! શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર?

MoneyControl News

MoneyControl News

First Published: May 07, 2026 12:10 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.