સ્વાતંત્ર્ય દિવસ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ: આતંકી અને ખાલિસ્તાની ખતરાને પગલે લાલ કિલ્લા પર અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા | Moneycontrol Gujarati
Get App

સ્વાતંત્ર્ય દિવસ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ: આતંકી અને ખાલિસ્તાની ખતરાને પગલે લાલ કિલ્લા પર અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા

સ્વાતંત્ર્ય દિવસ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. આતંકી અને ખાલિસ્તાની ખતરાને પગલે લાલ કિલ્લા પર 12000 પોલીસ અને 1000 AI કેમેરાથી અભેદ્ય સુરક્ષા ગોઠવાઈ છે.

અપડેટેડ 11:01:32 AM Aug 06, 2026 પર
Story continues below Advertisement
AI વિડિયો એનાલિટિક્સની મદદથી રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે. આનાથી ભીડનું સંચાલન કરવામાં અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં મદદ મળશે.

આગામી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને લઈને દેશની રાજધાની દિલ્હીમાં અત્યારથી જ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુપ્તચર વિભાગના ઇનપુટ મુજબ, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો અને ખાલિસ્તાની તત્વો દ્વારા સુરક્ષાને લઈને મોટો ખતરો હોવાની આશંકા છે. આ ઉપરાંત અચાનક થતા વિરોધ પ્રદર્શનોને  લઈને પણ સુરક્ષા એજન્સીઓને વિશેષ એલર્ટ આપવામાં આવ્યું છે.

વડાપ્રધાનનું સંબોધન અને મહેમાનોની હાજરી

સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને દેશવાસીઓને સંબોધિત કરશે. પોતાના ભાષણમાં તેઓ સરકારનું વિઝન અને અત્યાર સુધીની સિદ્ધિઓ દેશ સમક્ષ રજૂ કરશે. મળતી માહિતી મુજબ, લાલ કિલ્લા પર યોજાનારા આ ભવ્ય સમારોહમાં આશરે 24000 જેટલા ખાસ મહેમાનો હાજરી આપે તેવી શક્યતા છે.

લાલ કિલ્લા પર 12000 પોલીસકર્મીઓનો લોખંડી પહેરો

કાર્યક્રમની સંવેદનશીલતાને જોતા દિલ્હી પોલીસે સુરક્ષાનો ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે, લાલ કિલ્લા પર વડાપ્રધાનના સમારોહની સુરક્ષા માટે 12000 થી વધુ દિલ્હી પોલીસના જવાનો તૈનાત રહેશે.


દિલ્હી પોલીસની સાથે અન્ય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ પણ સતત દેખરેખ રાખશે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા લાલ કિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં 1000 થી વધુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

આધુનિક ટેકનોલોજી અને સ્પેશિયલ ફોર્સની તૈનાતી

AI વિડિયો એનાલિટિક્સની મદદથી રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે. આનાથી ભીડનું સંચાલન કરવામાં અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં મદદ મળશે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે QRT (ક્વિક રિસ્પોન્સ ટીમ), SWAT કમાન્ડો, શાર્પ સ્નાઇપર્સ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની પણ ખાસ તૈનાતી કરવામાં આવી છે. એક્સેસ કંટ્રોલ અને એન્ટી-સેબોટેજ ચેકિંગની પણ સઘન વ્યવસ્થા ઉભી કરાઈ છે.

લ્યુટિયન્સ દિલ્હી અને સમગ્ર શહેરમાં કડક ચેકિંગ

ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે VVIP વિસ્તાર ગણાતા લ્યુટિયન્સ દિલ્હી માટે એક ખાસ સુરક્ષા બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. અહીં તમામ મુખ્ય રસ્તાઓ પર બેરિકેડિંગ લગાવીને કડક ચેકિંગ બાદ જ વાહનોને પસાર થવા દેવામાં આવશે. આ ઉપરાંત, સમગ્ર દિલ્હીમાં વાહનોની સઘન તપાસ, સતત પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. સરકારી ઈમારતો, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર પણ સુરક્ષા બંદોબસ્ત કડક કરી દેવાયો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 06, 2026 11:01 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.