અમેરિકા-ઈરાન વચ્ચે 60 દિવસના સીઝફાયર સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર? હોર્મુઝ ખોલવા પર મોટી કૂટનીતિક હલચલ | Moneycontrol Gujarati
Get App

અમેરિકા-ઈરાન વચ્ચે 60 દિવસના સીઝફાયર સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર? હોર્મુઝ ખોલવા પર મોટી કૂટનીતિક હલચલ

અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસના સીઝફાયર સમજૂતી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખોલવા માટે ટેમ્પરરી ડીલનો ડ્રાફ્ટ તૈયાર હોવાનું કહેવાઈ રહ્યું છે.

અપડેટેડ 09:46:42 AM May 29, 2026 પર
Story continues below Advertisement
જો આ 60 દિવસની સીઝફાયર એસ્કટેન્શન ડીલને ટ્રમ્પને ઈરાનનું સર્વોચ્ચ નેતૃત્વ મંજૂરી આપે, તો દુનિયા માટે આ ખૂબ મોટો રાહત સંદેશ બની શકે છે.

US-Iran Tentative Deal: મિડલ ઈસ્ટમાંથી એક મોટી ખબર સામે આવી રહી છે. સતત સૈન્ય અથડામણો, મિસાઇલ હુમલા અને ડ્રોન એક્શન વચ્ચે અમેરિકા અને ઈરાન હવે એક મોટા શાંતિ સમજૂતીના નજીક પહોંચ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, હજી સુધી આ ડીલને અંતિમ મંજૂરી મળી નથી.

CNNની એક એક્સક્લૂસિવ રિપોર્ટ પ્રમાણે, બંને દેશો વચ્ચે ચાલી રહેલા સીઝફાયરને આગળ વધારવા અને દુનિયાની લાઈફલાઈન માનાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી સંપૂર્ણ રીતે ખોલવા માટે એક ટેમ્પરરી સમજૂતીનું ડ્રાફ્ટ તૈયાર થયું છે. પરંતુ આ ડીલ જમીન પર ઉતરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના સર્વોચ્ચ નેતૃત્વની અંતિમ મંજૂરી બાકી છે.

આ આખી કૂટનીતિક હલચલ એવા સમયે થઈ રહી છે, જ્યારે એક તરફ વાતચીત ચાલી રહી છે અને બીજી તરફ મિસાઇલ તથા ડ્રોન હુમલા પણ ચાલુ છે.

ડ્રાફ્ટ સમજૂતીમાં શું-શું સામેલ છે?

સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટેમ્પરરી ડીલમાં મુખ્ય 3 મુદ્દા સામેલ છે.


સીઝફાયર 60 દિવસ માટે વધારાશે: રોઈટર્સ મુજબ, હાલનું યુદ્ધવિરામ વધુ 60 દિવસ માટે લંબાવવામાં આવી શકે છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વિવાદિત મુદ્દાઓને વાટાઘાટથી ઉકેલવાનો પ્રયાસ કરશે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલશે: AFPના અહેવાલ મુજબ, ઈરાન આગામી 30 દિવસમાં આ સમુદ્રી માર્ગમાં બિછાવેલી માઈન્સ સાફ કરશે. તેના બદલે અમેરિકન નૌસેના આ વિસ્તારમાં પોતાની આર્થિક અને સૈન્ય નાકાબંધી દૂર કરશે. વેપારી જહાજોને કોઈ ટેક્સ કે અવરોધ વિના અવરજવર કરવાની છૂટ મળશે.

પરમાણુ કાર્યક્રમ પર સીધી વાતચીત: આ 60 દિવસ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે તેહરાનના પરમાણુ કાર્યક્રમ અને ત્યાં સંગ્રહિત Highly Enriched Uraniumના જથ્થા પર પણ મહત્વપૂર્ણ ચર્ચા થશે.

સૌથી મોટી અડચણ હજુ પણ ટ્રમ્પ

આ આખા સમજૂતી માર્ગમાં સૌથી મોટો પ્રશ્ન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને ઉભો થયો છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પ હાલના ડ્રાફ્ટથી સંપૂર્ણ રીતે સંતોષી નથી. તેમને તેહરાન તરફથી એવો મજબૂત અને સ્પષ્ટ આશ્વાસન જોઈએ છે, જે 2015ના ઓબામા સમયના ન્યુક્લીયર ડીલ કરતાં વધુ કડક અને વિશ્વસનીય હોય. યાદ રહે કે ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં એ જૂના કરારને નકારી કાઢીને અમેરિકાને તેમાંથી બહાર ખેંચી લીધો હતો.

અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જે ડી વેન્સએ પણ કહ્યું છે કે, ચર્ચા ઘણું આગળ વધી ચૂકી છે અને બંને પક્ષો ખૂબ નજીક છે. છતાં, તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ટ્રમ્પની છેલ્લી મંજૂરી વગર આ સમજૂતીને ફાઇનલ માનવી નહીં.

ઈરાનનો સાવચેત અને કડક અભિગમ

બીજી તરફ ઈરાન આ સમજૂતીના દાવાઓને લઈને ખૂબ સાવચેત છે. ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી તાન્સિમએ સ્પષ્ટ કહ્યું છે કે,આ ડ્રાફ્ટ હજી ફાઇનલ અથવા પક્કું નથી. ઈરાની સૂત્રોનું કહેવું છે કે જ્યાં સુધી તેહરાન સત્તાવાર જાહેરાત નહીં કરે, ત્યાં સુધી ટ્રમ્પ તરફથી આવતી કોઈ એકતરફી માહિતી અંતિમ માનવી નહીં.

પાકિસ્તાનની મધ્યસ્થતાની ભૂમિકા

આ આખી કૂટનીતિક પ્રક્રિયામાં પાકિસ્તાન મહત્વની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું પણ જણાવાયું છે. રિપોર્ટ મુજબ, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર આ મુદ્દે અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયો સાથે વોશિંગ્ટનમાં બેઠક કરવા જઈ રહ્યા છે. એથી સ્પષ્ટ થાય છે કે આ મામલો માત્ર અમેરિકા અને ઈરાન પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર વિસ્તારની રાજનીતિ અને સુરક્ષાને અસર કરતો મુદ્દો બની ગયો છે.

આ સમજૂતી કેમ મહત્વની છે?

જો આ 60 દિવસની સીઝફાયર એસ્કટેન્શન ડીલને ટ્રમ્પને ઈરાનનું સર્વોચ્ચ નેતૃત્વ મંજૂરી આપે, તો દુનિયા માટે આ ખૂબ મોટો રાહત સંદેશ બની શકે છે. કારણે કે, મિડલ ઈસ્ટમાં મોટા યુદ્ધનો ખતરો ઘટી શકે,સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાથી વૈશ્વિક વેપારને રાહત મળી શકે,તેલના પુરવઠા પરનો દબાણ ઓછો થઈ શકે,ભવિષ્યના પરમાણુ તણાવને વાતચીતથી સંભાળી શકાય.

આ પણ વાંચો-Share Market Today: સેન્સેક્સ 230 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23950ને પાર, Wipro અને Infosys બન્યા ટોપ ગેનર

MoneyControl News

MoneyControl News

First Published: May 29, 2026 9:46 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.