દુશ્મનોના હોશ ઉડી જશે! મોદી સરકારે 114 નવા રાફેલ જેટ્સની ડીલને આપી લીલી ઝંડી, ફ્રાન્સ સાથે 3.25 લાખ કરોડનો મહાસોદો | Moneycontrol Gujarati
Get App

દુશ્મનોના હોશ ઉડી જશે! મોદી સરકારે 114 નવા રાફેલ જેટ્સની ડીલને આપી લીલી ઝંડી, ફ્રાન્સ સાથે 3.25 લાખ કરોડનો મહાસોદો

ભારતીય વાયુસેના હવે વધુ ઘાતક બનશે. મોદી સરકારે 114 નવા રાફેલ જેટ્સ ખરીદવા માટે 3.25 લાખ કરોડની ઐતિહાસિક ડીલ મંજૂર કરી છે. જાણો સેના અને નેવીને શું મળ્યું અને રાફેલ કેમ છે દુનિયાનું સૌથી ખતરનાક જેટ.

અપડેટેડ 05:23:59 PM Feb 12, 2026 પર
Story continues below Advertisement
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ સશસ્ત્ર દળો માટે કુલ 3.60 લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી છે. જેમાં સૌથી મોટો હિસ્સો રાફેલ ડીલનો છે.

ભારતીય વાયુસેનાની તાકાતમાં હવે અનેકગણો વધારો થવા જઈ રહ્યો છે. મોદી સરકારે ફ્રાન્સ પાસેથી નવા રાફેલ ફાઈટર જેટ્સ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન રાફેલ વિમાનોએ જે રીતે પાકિસ્તાન પર પોતાની ધાક જમાવી હતી, તે જોઈને દુનિયા દંગ રહી ગઈ હતી. હવે આ નવા સોદાથી ભારતની એર પાવર જોઈને દુશ્મન દેશોના પરસેવા છૂટી જશે.

114 નવા રાફેલ અને 3.25 લાખ કરોડનું બજેટ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ સશસ્ત્ર દળો માટે કુલ 3.60 લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી છે. જેમાં સૌથી મોટો હિસ્સો રાફેલ ડીલનો છે.

સરકારે ફ્રાન્સ સાથેની આ ડીલ માટે આશરે 3.25 લાખ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આ રકમમાંથી 2.5 લાખ કરોડ રૂપિયા ખાસ 114 નવા રાફેલ લડાકુ વિમાનો માટે ફાળવવામાં આવ્યા છે.


બાકીની રકમ આધુનિક હથિયારો, સ્પેરપાર્ટ્સ અને અન્ય સહાયક પેકેજ માટે વાપરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે આ નવા MRFA રાફેલ વિમાનોનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે, જે દેશની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારશે.

આર્મી અને નેવી પણ બનશે હાઈટેક

આ બેઠકમાં માત્ર વાયુસેના જ નહીં, પરંતુ ભારતીય આર્મી અને નેવી માટે પણ મોટા નિર્ણયો લેવાયા છે:

આર્મી માટે: સેનાને 'વિભવ' એન્ટી-ટેન્ક માઈન્સ મળશે, જે દુશ્મનની ટેન્કોને રોકવા માટે અત્યંત કારગર છે. આ ઉપરાંત T-72 ટેન્ક અને BMP-II વાહનોના ઓવરહોલિંગ (સમારકામ અને અપગ્રેડેશન) માટે પણ મંજૂરી મળી છે.

નેવી માટે: ભારતીય નૌકાદળ માટે લાંબી દૂરીના જાસૂસી વિમાન P8I ખરીદવામાં આવશે. આ વિમાન દરિયામાં દુશ્મનની સબમરીન શોધવા અને તેના પર હુમલો કરવા માટે સક્ષમ છે. સાથે જ, નેવી માટે સ્વદેશી મરીન ગેસ ટર્બાઇન જનરેટર પણ ખરીદવામાં આવશે.

કેમ રાફેલથી ડરે છે દુશ્મનો?

રાફેલ જેટ તેની અત્યાધુનિક ટેકનોલોજી અને વિનાશક હથિયારો માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

Meteor મિસાઈલ: આ હવામાંથી હવામાં માર કરતી દુનિયાની સૌથી ઘાતક મિસાઈલ છે, જેની રેન્જ 100 કિલોમીટરથી વધુ છે.

SCALP મિસાઈલ: આ એક ક્રૂઝ મિસાઈલ છે, જે 300 થી 500 કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનના બંકરોને પળવારમાં તબાહ કરી શકે છે.

Hammer મિસાઈલ: આ મિસાઈલ મજબૂત બાંધકામો અને બંકરો તોડવા માટે ખાસ ડિઝાઈન કરવામાં આવી છે.

અદ્યતન રડાર: રાફેલમાં RBE2 AESA રડાર છે, જે એકસાથે 40 ટાર્ગેટને ટ્રેક કરી શકે છે. તેમાં SPECTRA સિસ્ટમ છે જે દુશ્મનના રડારને જામ કરી દે છે અને પાયલોટને હેલ્મેટમાં જ તમામ ડેટા બતાવે છે.

અગાઉની ડીલ અને નેવી વર્ઝન

ભારતે આ પહેલા ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાનો ખરીદ્યા હતા, જેની ડિલિવરી ડિસેમ્બર 2024 માં પૂરી થઈ ચૂકી છે. આ વિમાનો અંબાલા અને હાશિમારા એરબેઝ પર તૈનાત છે. આ ઉપરાંત, એપ્રિલ 2025 માં ભારતે નેવી માટે 26 રાફેલ-મરીન જેટ્સનો 63 હજાર કરોડનો સોદો પણ કર્યો હતો, જે INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય પર તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો-Googleનો કર્મચારીઓને ખુલ્લો સંદેશ: "જો કામમાં મજા ન આવતી હોય તો પૈસા લો અને નોકરી છોડી દો"

MoneyControl News

MoneyControl News

First Published: Feb 12, 2026 5:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.