Googleનો કર્મચારીઓને ખુલ્લો સંદેશ: "જો કામમાં મજા ન આવતી હોય તો પૈસા લો અને નોકરી છોડી દો" | Moneycontrol Gujarati
Get App

Googleનો કર્મચારીઓને ખુલ્લો સંદેશ: "જો કામમાં મજા ન આવતી હોય તો પૈસા લો અને નોકરી છોડી દો"

Google Voluntary Exit Package: ગૂગલે પોતાની AI-ફર્સ્ટ રણનીતિને વેગ આપવા કર્મચારીઓને નવી ઓફર આપી છે. જો તમે કામની સ્પીડ સાથે નથી ચાલી શકતા અથવા મજા નથી આવતી, તો 'વોલન્ટરી એક્ઝિટ પેકેજ' લઈને કંપની છોડી શકો છો. જાણો ગૂગલના આ નવા પ્લાન વિશે.

અપડેટેડ 04:54:30 PM Feb 12, 2026 પર
Story continues below Advertisement
ગૂગલ દ્વારા છેલ્લા એક વર્ષમાં આ ત્રીજી વખત વોલન્ટરી એક્ઝિટ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. કંપની બળજબરીથી છટણી (Layoffs) કરવાને બદલે કર્મચારીઓને સામે ચાલીને પેકેજ લઈને જવાનો વિકલ્પ આપી રહી છે.

Google Voluntary Exit Package: દુનિયાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ (Google) હવે સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. કંપનીએ પોતાના કર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, જો તમને કામમાં મજા ન આવતી હોય તો તમે સામે ચાલીને કંપની છોડી શકો છો. ગૂગલે તેના ગ્લોબલ બિઝનેસ ઓર્ગેનાઈઝેશન (GBO) ના કર્મચારીઓ માટે ‘વોલન્ટરી એક્ઝિટ પેકેજ' (VEP) ની જાહેરાત કરી છે.

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ગૂગલની ‘AI-ફર્સ્ટ’ (AI-First) રણનીતિ છે. કંપની હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર સૌથી વધુ ફોકસ કરી રહી છે અને તેને એવી ટીમ જોઈએ છે જે આ ઝડપી બદલાવ સાથે કદમ મિલાવી શકે.

"ઓલ ઇન" રહો અથવા રસ્તો બદલો

ગૂગલના ચીફ બિઝનેસ ઓફિસર, ફિલિપ શિન્ડલરે કર્મચારીઓને એક આંતરિક મેમો મોકલ્યો છે. રિપોર્ટ મુજબ, શિન્ડલરે લખ્યું છે કે, "આપણે 2025 ની શરૂઆત મજબૂત સ્થિતિમાં કરી છે, પરંતુ ટેકનોલોજીની દુનિયામાં રમત ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. આ રેસમાં ટકી રહેવા માટે અમારે એવી ટીમ જોઈએ છે જે AI મિશન સાથે સંપૂર્ણ રીતે જોડાયેલી હોય."

તેમણે કર્મચારીઓને ‘અલ્ટીમેટમ' આપતા કહ્યું છે કે દરેક વ્યક્તિએ "ઓલ ઇન" (સંપૂર્ણ સમર્પણ સાથે) રહેવું પડશે. જે કર્મચારીઓને લાગે છે કે તેઓ કંપનીના આ નવા બદલાતા સ્વરૂપ સાથે તાલમેલ નથી સાધી શકતા અથવા તેમને આ સ્પીડમાં કામ કરવામાં "આનંદ નથી આવી રહ્યો", તેમના માટે કંપનીએ વળતર (Severance Package) સાથે સ્વેચ્છાએ રાજીનામું આપવાનો વિકલ્પ ખુલ્લો મૂક્યો છે.


કોને મળશે આ ઓફર અને કોને નહીં?

આ વોલન્ટરી એક્ઝિટ પ્લાનનો લાભ નીચે મુજબના વિભાગોના કર્મચારીઓ લઈ શકશે:

સોલ્યુશન્સ ટીમ

સેલ્સ ડિપાર્ટમેન્ટ (અમુક શરતો સાથે)

કોર્પોરેટ ડેવલપમેન્ટ

જોકે, અમેરિકાની 'લાર્જ કસ્ટમર સેલ્સ ટીમ' અને જે કર્મચારીઓ સીધા ગ્રાહકો સાથે કામ કરે છે (Customer-facing roles), તેમને આ સ્કીમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. કંપનીનું માનવું છે કે ગ્રાહકો પર આ ફેરફારની કોઈ ખરાબ અસર ન પડવી જોઈએ.

5% કર્મચારીઓએ પસંદ કર્યો એક્ઝિટનો રસ્તો

એક રિપોર્ટ અનુસાર, માર્કેટિંગ, સર્ચ, પીપલ ઓપરેશન્સ અને હાર્ડવેર જેવા મહત્વના વિભાગોમાંથી આશરે 5% કર્મચારીઓએ આ વર્ષે વોલન્ટરી એક્ઝિટ પેકેજ સ્વીકારી લીધું છે. રસપ્રદ વાત એ છે કે લોકો અલગ-અલગ કારણોસર આ પેકેજ લઈ રહ્યા છે. ઘણા લોકો કરિયર બ્રેક લેવા માંગે છે, તો કેટલાક પોતાના પરિવારની સંભાળ રાખવા માટે આ વિકલ્પ પસંદ કરી રહ્યા છે.

એક વર્ષમાં ત્રીજી વખત ઓફર

ગૂગલ દ્વારા છેલ્લા એક વર્ષમાં આ ત્રીજી વખત વોલન્ટરી એક્ઝિટ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. કંપની બળજબરીથી છટણી (Layoffs) કરવાને બદલે કર્મચારીઓને સામે ચાલીને પેકેજ લઈને જવાનો વિકલ્પ આપી રહી છે.

જૂન 2025: ‘રિટર્ન-ટુ-ઓફિસ' પોલિસી હેઠળ અમેરિકામાં કર્મચારીઓને બાયઆઉટ ઓફર કરાયું હતું.

ઓક્ટોબર 2025: યુટ્યુબ (YouTube) ના કર્મચારીઓને પણ પુનર્ગઠન દરમિયાન એક્ઝિટ પેકેજ આપવામાં આવ્યા હતા.

ગૂગલના ચીફ પીપલ ઓફિસર ફિયોના સિસ્કોનીએ ઓગસ્ટ 2025 માં કહ્યું હતું કે આ પેકેજ સિસ્ટમ "ખૂબ સફળ" રહી છે. કંપનીનો ઉદ્દેશ્ય વર્કફોર્સને સુવ્યવસ્થિત કરવાનો અને બિનજરૂરી હોદ્દાઓ (Layers) ઓછા કરવાનો છે.

આ પણ વાંચો-AI Tsunami: 2027 સુધીમાં 99% નોકરીઓ ગાયબ થઈ જશે? જાણો કયા 5 ક્ષેત્રોમાં તમારી નોકરી રહેશે સેફ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 12, 2026 4:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.