નવરાત્રીમાં ખેલૈયાઓ સાચવજો: નવમા નોરતે ગુજરાતના 4 જિલ્લામાં વરસાદની આગાહી, ડીસા-ભુજમાં ગરમી 40 ડિગ્રીને પાર | Moneycontrol Gujarati
Get App

નવરાત્રીમાં ખેલૈયાઓ સાચવજો: નવમા નોરતે ગુજરાતના 4 જિલ્લામાં વરસાદની આગાહી, ડીસા-ભુજમાં ગરમી 40 ડિગ્રીને પાર

Gujarat weather update: ગુજરાતમાં મિશ્ર વાતાવરણ વચ્ચે નવરાત્રીના નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી. ડીસા અને ભુજમાં ગરમી 40 ડિગ્રી પર પહોંચી. જાણો લેટેસ્ટ હવામાન.

અપડેટેડ 10:40:37 AM Oct 15, 2026 પર
Story continues below Advertisement
ચાલુ સપ્તાહના અંતે એટલે કે 19 તારીખની આસપાસ નવમા નોરતે રાજ્યના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.

Navratri rain forecast: ગુજરાતમાંથી હવે નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે. પરંતુ વાતાવરણમાં હજુ પણ પલટા જોવા મળી રહ્યા છે. એક તરફ નવરાત્રીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે અમુક જિલ્લાના ખેલૈયાઓનું ટેન્શન વધારે તેવા સમાચાર આપ્યા છે. રાજ્યમાં હાલ દિવસે આકરો તાપ અને રાત્રે સામાન્ય ઠંડક એમ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

આ 4 જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, ચાલુ સપ્તાહના અંતે એટલે કે 19 તારીખની આસપાસ નવમા નોરતે રાજ્યના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.

સૌરાષ્ટ્ર: અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત: નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


તાપમાનમાં 13થી 14 ડિગ્રીનો મોટો તફાવત

હાલ સમગ્ર ગુજરાતમાં સૂકું હવામાન જોવા મળી રહ્યું છે. પરંતુ મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચે 13 થી 14 ડિગ્રીનો મોટો ફરક જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં તો ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે.

જાણો કયા શહેરમાં કેટલું નોંધાયું તાપમાન

શહેર / વિસ્તાર મહત્તમ તાપમાન (°C) ન્યૂનતમ તાપમાન (°C)
ડીસા 40.2 24.8
ભુજ 40 26
રાજકોટ 39.5 24.2
સુરેન્દ્રનગર 39.3 26
નલિયા 38.6 24.5
અમદાવાદ 38.2 24.7
વડોદરા 37.6 24.6
સુરત 37.5 25.1

અન્ય વિસ્તારો માટે રાહતના સમાચાર

આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ 4 જિલ્લાઓના વિસ્તારોને બાદ કરતા ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીવત છે. એટલે કે રાજ્યના અન્ય ભાગોમાં નવરાત્રીના આયોજનમાં વરસાદના કારણે કોઈ મોટો વિક્ષેપ પડશે નહીં. તાપમાનની દ્રષ્ટિએ વાતાવરણ મિશ્ર રહી શકે છે, તેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ પણ વાંચો- Ahmedabad: 23 વર્ષ બાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય, રસ્તા પરથી જપ્ત લારી-વાહનો છોડાવવા હવે 5000 રૂપિયા સુધીનો ચાર્જ, RMC પ્લાન્ટ માટે કડક આદેશ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 15, 2026 10:40 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.