ઇન્ડિયા AI સમિટ 2026: પીએમ મોદીએ આપ્યો ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા'નો નવો મંત્ર, જાણો શું છે AI માટેનું ‘MANAV' વિઝન
India AI Summit 2026: દિલ્હીમાં ઇન્ડિયા AI સમિટ 2026ને સંબોધતા પીએમ મોદીએ ભારતને ગ્લોબલ હબ ગણાવ્યું. ડીપફેક સામે ચેતવણી આપી અને AI માટે ખાસ ‘MANAV' વિઝન રજૂ કર્યું.
India AI Summit 2026: દિલ્હીમાં ઇન્ડિયા AI સમિટ 2026ને સંબોધતા પીએમ મોદીએ ભારતને ગ્લોબલ હબ ગણાવ્યું.
India AI Summit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્ય અંગે મહત્વની વાતો રજૂ કરી છે. તેમણે આ ઇવેન્ટને સમગ્ર દુનિયા અને ખાસ કરીને વિકાસશીલ દેશો માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત દુનિયાની છઠ્ઠા ભાગની વસ્તી ધરાવે છે અને અહીં આવા મોટા કાર્યક્રમનું આયોજન ભારતની વધતી વૈશ્વિક તાકાતનો પુરાવો છે.
સમિટમાં પ્રદર્શન દરમિયાન યુવાનોનો ઉત્સાહ જોઈને તેમણે ખુશી વ્યક્ત કરી. ભારતના યુવાનો આજે ખેતી, સુરક્ષા અને દિવ્યાંગોની મદદ માટે એઆઇનો શાનદાર ઉપયોગ કરી રહ્યા છે. આ મેક ઇન ઇન્ડિયાની એક મોટી સફળતા છે જે માત્ર વેપાર જ નહીં પણ સમાજ સુધારણામાં પણ કામ આવી રહી છે.
#WATCH | Delhi: At the #IndiaAIImpactSummit2026, Prime Minister Narendra Modi says, "... We have to have a big vision and shoulder an equally big responsibility. Along with the present generation, we also have to worry about what form of AI we will hand over to the coming… pic.twitter.com/tFzkOToU7s
પીએમ મોદીએ એઆઇને માનવ ઇતિહાસની સૌથી ક્રાંતિકારી ટેકનોલોજી ગણાવી છે. તેમણે તેની સરખામણી લેખન કળા અને વાયરલેસ સિગ્નલની શોધ સાથે કરી છે. જ્યારે કોઈ મોટો બદલાવ આવતો હોય ત્યારે શરૂઆતમાં તેની સંપૂર્ણ અસરનો અંદાજ કાઢવો મુશ્કેલ હોય છે. અત્યારે આપણે એઆઇની ક્ષમતાની માત્ર શરૂઆત જ જોઈ રહ્યા છીએ અને સમય જતાં તેની અસલી તાકાત સામે આવશે.
આ નવી ટેકનોલોજીના ફાયદાઓ સાથે તેમાં રહેલા જોખમો અંગે પણ પીએમ મોદીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ડીપફેક અને ખોટી માહિતીને તેમણે વૈશ્વિક સ્થિરતા માટે મોટો ખતરો ગણાવ્યો છે. જેવી રીતે ખાવાપીવાની વસ્તુઓ પર ફૂડ સેફ્ટીના લેબલ હોય છે તેવી જ રીતે ડિજિટલ દુનિયામાં કન્ટેન્ટ અસલી છે કે એઆઇ દ્વારા બનાવેલું તે માટે ઓથેન્ટિસિટી લેબલ હોવા જોઈએ. ટેક્સ્ટ, ફોટો કે વીડિયો માટે વોટરમાર્કિંગ ફરજિયાત બને તે ડિજિટલ દુનિયામાં પારદર્શિતા જાળવવા માટે ખૂબ જરૂરી છે.
#WATCH | Delhi: At the #IndiaAIImpactSummit2026, Prime Minister Narendra Modi says, "AI is a transformative power. If directionless, it becomes a disruption; if the right direction is found, it becomes a solution. How to make AI from machine-centric to human-centric, how to make… pic.twitter.com/PCMA2EV0uu — ANI (@ANI) February 19, 2026
ભારતને એઆઇના ગ્લોબલ હબ તરીકે વિકસાવવા માટે તેમણે ‘ડિઝાઇન એન્ડ ડેવલપ ઇન ઇન્ડિયા, ડિલિવર ટુ ધ વર્લ્ડ'નો નવો મંત્ર આપ્યો છે. ભારત પાસે વિવિધતા, યુવા વસ્તી અને લોકશાહીની મોટી તાકાત છે. આ બાબતો દેશને એઆઇના ક્ષેત્રમાં વૈશ્વિક લીડર બનાવે છે. ભારતમાં બનેલા મોડલ્સ સસ્તા હોય છે અને તેને આખી દુનિયામાં સરળતાથી લાગુ કરી શકાય છે.
આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ પીએમ મોદીએ રજૂ કરેલું એઆઇ માટેનું 'MANAV' વિઝન હતું. આ વિઝનનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજીને માનવીય મૂલ્યો સાથે જોડવાનો છે.
આ વિઝન નીચે મુજબ કામ કરશે:
M એટલે મોરલ સિસ્ટમ્સ (નૈતિક પ્રણાલીઓ)
A એટલે એકાઉન્ટેબલ ગવર્નન્સ (જવાબદેહ શાસન)
N એટલે નેશનલ સોવરેનિટી (રાષ્ટ્રીય સાર્વભૌમત્વ એટલે કે જેનો ડેટા તેના પર તેનો જ અધિકાર)
A એટલે એક્સેસિબલ એન્ડ ઇન્ક્લુઝિવ (સુલભ અને સમાવેશી ટેકનોલોજી જે કોઈ એકની જાગીર ન બને)
V એટલે વેલિડ એન્ડ જસ્ટ (વૈધ અને ન્યાયસંગત ટેકનોલોજી)
21મી સદીની દુનિયામાં ભારતનો આ માનવ કેન્દ્રિત અભિગમ આખી દુનિયા માટે કલ્યાણકારી સાબિત થશે. એઆઇનો વિકાસ થાય તે જરૂરી છે પણ તે માણસાઈના ભોગે ન થવો જોઈએ તેવો સ્પષ્ટ સંદેશ આ સમિટમાંથી આપવામાં આવ્યો છે.