US Tariff Threat: અમેરિકા દ્વારા ભારતીય ચીજવસ્તુઓ પર પ્રસ્તાવિત નવા ટેરિફ (આયાત શુલ્ક) ના મુદ્દે હવે ભારત સરકારે પોતાની સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે (Ministry of Commerce) પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાના વેપાર પ્રતિનિધિ (USTR) દ્વારા કલમ 301 (Section 301) હેઠળ કરવામાં આવેલી તપાસના તારણો અને ટિપ્પણી માટે બહાર પાડવામાં આવેલી નોટિસની ભારતે ગંભીરતાથી નોંધ લીધી છે અને હાલમાં સરકાર આ નોટિસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
વાટાઘાટો દ્વારા જ ઉકેલ લાવવા પર ભારતનો ભાર
25% સુધી ટેરિફનો પ્રસ્તાવ, પણ સમજૂતી થાય તો 17% રહેવાની શક્યતા
અમેરિકન વેપાર પ્રતિનિધિ (USTR) નું માનવું છે કે આ ક્ષેત્રને લગતી ભારતની નીતિઓ અયોગ્ય છે અને તે અમેરિકન વેપાર-વાણિજ્ય પર બોજ નાખે છે, જેના કારણે કલમ 301(b) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. અમેરિકન એજન્સીએ કેટલીક ચીજવસ્તુઓને મુક્તિ આપીને અને હાલના કલમ 301 ટેરિફમાં ઘટાડો કરીને ભારતીય સામાન પર 25 ટકા સુધીનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, જો ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી (Trade Deal) થઈ જાય, તો આ ટેરિફ દર ઘટીને 17 ટકા થઈ શકે છે.
8 મહિનાની લાંબી તપાસ બાદ 14 દેશોના અર્થતંત્ર પર નિશાન
અમેરિકાનો આ નવો ટેરિફ પ્રસ્તાવ 8 મહિનાની લાંબી તપાસ બાદ સામે આવ્યો છે. આ તપાસ અમેરિકાના 16 વેપારી ભાગીદાર દેશોની મેન્યુફેક્ચરિંગ નીતિઓ અને અમેરિકાના સ્થાનિક ઉદ્યોગો પર પડતી તેની અસર અંગે કરવામાં આવી હતી. આ તપાસના અંતે નવા ટેરિફના પ્રસ્તાવમાં જે 14 દેશોના અર્થતંત્રોને સામેલ કરવામાં આવ્યા છે, તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જોકે, કઈ-કઈ પ્રોડક્ટ્સ પર કેટલો વિગતવાર ટેરિફ દર લાગશે, તેનો સંપૂર્ણ વ્યાપ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.