‘OBC અનામત છીનવીને મુસ્લિમોને આપવા માંગે છે કોંગ્રેસ!' બંધારણ દિવસ પર PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર, જાણો બીજું શું કહ્યું?
Constitution Day: 26 નવેમ્બરે બંધારણ દિવસ નિમિત્તે PM નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિતના વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ પોતાના લેખમાં OBC અનામત, મહિલા અનામત અને નક્સલવાદ અંગે મોટી વાતો કહી છે.
વડાપ્રધાન મોદીએ આ વિશેષ લેખ પોતાની સત્તાવાર વેબસાઈટ પર પબ્લિશ કર્યો છે. તેમાં તેમણે દેશવાસીઓને બંધારણનું મહત્વ સમજાવતા યાદ અપાવ્યું કે તેમની સરકારે જ એક દાયકા પહેલાં આજના દિવસને 'બંધારણ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો.
Constitution Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 નવેમ્બરના રોજ 'બંધારણ દિવસ' (Constitution Day) નિમિત્તે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પર જોરદાર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ એક મોટો આરોપ લગાવતા કહ્યું છે કે વિપક્ષની સૌથી મોટી પાર્ટી ઓબીસી (OBC) અનામતમાં કાપ મૂકીને મુસ્લિમોને અનામત આપવા માંગે છે. જોકે તેમણે પોતાના લખાણમાં કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટીનું સીધું નામ લીધું નથી, પરંતુ તેમનો ઈશારો સ્પષ્ટપણે કોંગ્રેસ તરફ જ હતો. પીએમ મોદીએ પોતાના લેખમાં લખ્યું છે કે ડો. બાબાસાહેબ આંબેડકર ધર્મ આધારિત અનામતના સખત વિરોધી હતા.
વડાપ્રધાન મોદીએ આ વિશેષ લેખ પોતાની સત્તાવાર વેબસાઈટ પર પબ્લિશ કર્યો છે. તેમાં તેમણે દેશવાસીઓને બંધારણનું મહત્વ સમજાવતા યાદ અપાવ્યું કે તેમની સરકારે જ એક દાયકા પહેલાં આજના દિવસને 'બંધારણ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. પીએમ મોદીએ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા બંધારણીય સુધારાઓનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે કેવી રીતે GST અને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકો (EWS) માટે 10 ટકા અનામત જેવા સુધારાઓથી સામાન્ય લોકોના જીવનમાં મોટા બદલાવ આવ્યા છે.
‘OBC કોટામાં કાપ મૂકવા માંગે છે વિપક્ષ'
પીએમ મોદીએ ઓબીસી કોટાનો ઉલ્લેખ કરીને વિપક્ષને ઘેરતા લખ્યું કે, "એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે વિપક્ષની સૌથી મોટી પાર્ટી OBC અનામતમાં કાપ મૂકીને મુસ્લિમોને અનામત આપવા માંગે છે. આપણા બંધારણના ઘડવૈયાઓ, ખાસ કરીને ડો. બાબાસાહેબ આંબેડકર આની સંપૂર્ણ વિરુદ્ધ હતા." ઉલ્લેખનીય છે કે હાલની વ્યવસ્થા હેઠળ કેન્દ્ર સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ (OBC) માટે 27 ટકા અનામતની જોગવાઈ છે.
In this OpEd, I highlight the following:
UNIQUENESS of our Constitution and Constituent Assembly. How the Constitution of India is an INSEPARABLE part of my journey. Ways the NDA Government has STRENGTHENED the Constitution. Efforts towards boosting SOCIAL AND ECONOMIC JUSTICE. I have also highlighted: How the Constitution was trampled over by those who ruled the nation for 5 decades. How one party has devolved from being a Virodh Paksh to AVRODH PAKSH. English - https://t.co/6g2CZtbOYg हिन्दी - https://t.co/CNDyRbDwmC — Narendra Modi (@narendramodi) November 26, 2026
મહિલા અનામત બિલ મુદ્દે પણ વિપક્ષ પર હુમલો
વડાપ્રધાને મહિલા અનામતના મામલે પણ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, "આપણા બંધારણની યાત્રા એ અસાધારણ મહિલાઓને યાદ કર્યા વિના અધૂરી છે, જેમણે તેને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ આ વર્ષની શરૂઆતમાં જે થયું, તેણે આપણા સૌને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા. નારીશક્તિને ધારાસભાઓમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવેલા બિલને વિપક્ષના એક મુખ્ય પક્ષે પસાર થવા દીધું નહીં. તેણે ફરી એકવાર બતાવી દીધું છે કે બંધારણીય મૂલ્યો પ્રત્યે તેના મનમાં કેટલું ઓછું સન્માન છે. હું દેશની નારીશક્તિને ભરોસો અપાવું છું કે તેમને ન્યાય અપાવવાના અમારા સંકલ્પને દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં."
‘વિરોધ પક્ષ' નહીં પણ ‘અવરોધ પક્ષ' બની ગયો છે વિપક્ષ
પીએમ મોદીએ સંસદીય કામગીરીમાં વિપક્ષના વલણની ટીકા કરતા કહ્યું કે આપણા બંધારણીય લોકતંત્રમાં વિપક્ષની ભૂમિકા સ્પષ્ટ રીતે નક્કી છે. પરંતુ દુર્ભાગ્યવશ વિપક્ષની સૌથી મોટી પાર્ટી આજે 'વિરોધ પક્ષ' કરતા વધારે 'અવરોધ પક્ષ' બનતી જઈ રહી છે. તેમણે સમજવું જોઈએ કે લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં અડચણો ઉભી કરવી એ પોતાની બંધારણીય જવાબદારીઓ નિભાવવાનો વિકલ્પ ક્યારેય હોઈ શકે નહીં.
‘હથિયારધારી નક્સલીઓ ખતમ થયા, હવે માત્ર દિમાગી નક્સલીઓ બચ્યા છે'
વડાપ્રધાને પોતાના લેખમાં નક્સલવાદના ખાતમાનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે, "દાયકાઓ સુધી દેશના અનેક ભાગોમાં, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં નક્સલીઓએ બંદૂકના જોરે સૌથી ગરીબ વ્યક્તિને એ અધિકારોથી વંચિત રાખ્યા, જે આપણા બંધારણે તેમને આપ્યા છે. આ વર્ષે નક્સલવાદના ખાતમાથી મને વિશેષ સંતોષ મળ્યો છે. હવે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કોઈપણ ભય વગર પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી શકે છે. હથિયારધારી નક્સલીઓ સમાપ્ત થયા પછી હવે માત્ર 'દિમાગી નક્સલીઓ' જ બચ્યા છે. તેઓ આજના સમયની વાસ્તવિકતાઓથી જોજનો દૂર છે અને દેશની વિકાસ યાત્રાને પાટા પરથી ઉતારવાના પ્રયાસોમાં સતત લાગેલા રહે છે."