સંજય રાઉતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભરપૂર પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેઓ પણ યોગીજીને ખૂબ પસંદ કરે છે.
Sanjay Raut: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ખૂબ ગરમાયો છે. એક તરફ સમાજવાદી પાર્ટીએ ગુરુવારે પોતાનો ઢંઢેરો જાહેર કરી દીધો છે, તો બીજી તરફ ભાજપ પણ પોતાની ચૂંટણીની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગઈ છે. આ ચૂંટણી ઘમાસાણ વચ્ચે વિપક્ષી ‘ઈન્ડિયા’ ગઠબંધનના સાથી પક્ષ શિવસેનાના સાંસદ સંજય રાઉતે એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સંજય રાઉતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભરપૂર પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેઓ પણ યોગીજીને ખૂબ પસંદ કરે છે.
'જો યોગી નહીં, તો યુપી પણ નહીં' - સંજય રાઉત
પત્રકારો દ્વારા જ્યારે સંજય રાઉતને સવાલ પૂછવામાં આવ્યો કે, 'યોગી આદિત્યનાથે પોતાને જ મુખ્યમંત્રી પદના ઉમેદવાર ગણાવ્યા છે, જ્યારે ભાજપમાં સામાન્ય રીતે આવું ક્યારેય બનતું નથી?'
આ સવાલના જવાબમાં સંજય રાઉતે જણાવ્યું હતું કે, "જો યોગીજીએ ખુદને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે જાહેર કર્યા છે તો આ ખરેખર પ્રશંસનીય બાબત છે. તેઓ ખૂબ જ સક્ષમ વ્યક્તિ છે. અમે પણ યોગીજીને ખૂબ પસંદ કરીએ છીએ. યોગીજી હિન્દુત્વનો એક એવો ચહેરો છે જે સૌથી ટોચ પર છે. અને જો યોગી નહીં તો યુપી પણ નહીં."
મોટાભાગના ધારાસભ્યો યોગીજીને જ સમર્થન આપશે
સાંસદ સંજય રાઉતે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, "યુપીમાં યોગીજી જ રહેશે ને. યોગીજીએ જો ખુદને કહ્યા છે કે તેઓ મુખ્યમંત્રી છે, તો તેમને પૂરો ભરોસો છે કે યુપીમાં તેમની બહુમતી આવશે. અને એ બહુમતીમાં યોગીજીને સાથ આપનારા ધારાસભ્યો સૌથી વધુ હશે. કારણ કે ધારાસભ્ય દળના નેતા જ મુખ્યમંત્રી તરીકે ચૂંટાય છે. યોગીજીને પૂરો વિશ્વાસ છે કે જેટલા પણ ધારાસભ્યો ચૂંટાશે તે તમામ તેમનું જ સમર્થન કરશે."
#WATCH | Mumbai, Maharashtra: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "If Yogi ji has declared himself (as CM face), it is commendable. He is a capable man, and we too love Yogi ji. Yogi ji is a face of Hindutva that stands at the very top, and if there is no Yogi, there is no UP. If Yogi ji has said this, then he has full confidence that his party will win a majority in Uttar Pradesh and that the majority of MLAs elected will support him..."
આ દરમિયાન પત્રકારે પૂછ્યું કે પાર્ટીમાં કેટલાક નેતાઓ નારાજ હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે. તેના પર સંજય રાઉતે સહજતાથી જવાબ આપતા કહ્યું હતું કે, "આવું તો દરેક રાજકીય પક્ષમાં ચાલતું જ રહેતું હોય છે."
વિરોધ પક્ષના નેતા હોવા છતાં અને ભાજપ પર સતત પ્રહારો કરવા માટે જાણીતા સંજય રાઉત દ્વારા સીએમ યોગી આદિત્યનાથના ખુલ્લેઆમ વખાણ કરવાથી હાલ દેશભરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.