કર્તવ્ય પથ પર ભારતીય સેનાનો દબદબો: 'ભૈરવ બટાલિયન'થી લઈને રાફેલ સુધીની તાકાત જોઈ દુશ્મનોમાં ફફડાટ! | Moneycontrol Gujarati
Get App

કર્તવ્ય પથ પર ભારતીય સેનાનો દબદબો: 'ભૈરવ બટાલિયન'થી લઈને રાફેલ સુધીની તાકાત જોઈ દુશ્મનોમાં ફફડાટ!

Republic Day Parade: પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતે દુનિયાને પોતાની સૈન્ય તાકાત બતાવી. ઓપરેશન સિંદૂર પછી બનેલી 'ભૈરવ બટાલિયન' અને 29 વિમાનોના ફ્લાયપાસ્ટે સૌને ચોંકાવી દીધા. જાણો સેનાના આ શૌર્ય વિશે વિગતે.

અપડેટેડ 12:24:57 PM Jan 26, 2026 પર
Story continues below Advertisement
Republic Day Parade: પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે દિલ્હીના કર્તવ્ય પથ પર ભારતીય સેનાનું અદભૂત શૌર્ય જોવા મળ્યું હતું.

Republic Day Parade: પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે દિલ્હીના કર્તવ્ય પથ પર ભારતીય સેનાનું અદભૂત શૌર્ય જોવા મળ્યું હતું. સેનાની તાકાત અને આધુનિક હથિયારોનું પ્રદર્શન જોઈને દેશવાસીઓની છાતી ગજગજ ફૂલી ગઈ હતી, તો બીજી તરફ દુશ્મન દેશોમાં સોપો પડી ગયો હતો. આ પરેડમાં માત્ર પરંપરાગત હથિયારો જ નહીં, પરંતુ અત્યાધુનિક મિસાઈલો અને નવી રચાયેલી બટાલિયનોએ પણ પોતાની હાજરી નોંધાવી હતી.

ભૈરવ બટાલિયનનો દબદબો અને મેજર અંજુમનું નેતૃત્વ


આ વખતની પરેડનું સૌથી મોટું આકર્ષણ 'ભૈરવ બટાલિયન' રહી હતી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' બાદ ખાસ આ બટાલિયન તૈયાર કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર પછી આ પહેલી ગણતંત્ર દિવસ પરેડ હતી જેમાં ભૈરવ બટાલિયને ભાગ લીધો હતો. કર્તવ્ય પથ પર જ્યારે આ ટુકડી નીકળી ત્યારે તેનું નેતૃત્વ મેજર અંજુમ કરી રહ્યા હતા. તેમનો જોશ અને શિસ્ત જોવાલાયક હતી.

આકાશથી વરસી આગ: 29 વિમાનોનું ફ્લાયપાસ્ટ

11 Indian Armys d

ભારતીય વાયુસેનાએ પણ પોતાની તાકાતનો પરચો આપ્યો હતો. આકાશમાં કુલ 29 વિમાનોએ શાનદાર ફ્લાયપાસ્ટ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વાયુસેનાના 'પ્રહાર કોમ્બિનેશન'માં ત્રણ અત્યાધુનિક હેલિકોપ્ટરોએ ભાગ લીધો હતો, જે દુશ્મનોના ઘર સુધી ઘૂસીને મારવાની ક્ષમતા ધરાવે છે. રાફેલ જેવા ફાઈટર જેટ્સની ગર્જનાથી આખું આકાશ ગુંજી ઉઠ્યું હતું.

ટેન્કો અને મિસાઈલોનું શક્તિ પ્રદર્શન

77th #RepublicDay

MoneyControl News

MoneyControl News

First Published: Jan 26, 2026 12:24 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.