ASEAN Summit: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં મલેશિયાના કુઆલાલંપુરમાં યોજાયેલા દક્ષિણ-પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન (આશિયાન)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આ શિખર સંમેલન દરમિયાન તેમણે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને મલેશિયાના વિદેશ મંત્રી મોહમ્મદ હાજી હસન સાથે અલગ-અલગ બેઠકો કરી. આ બેઠકોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ.
ન્યૂઝીલેન્ડ સાથે બેઠક: હિંદ-પ્રશાંત પર ભાર
જયશંકરે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન સાથેની બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શુભેચ્છાઓ પાઠવી. તેમણે ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું, “આ બેઠકમાં અમે બંને દેશો વચ્ચેના સહયોગને આગળ વધારવા અને મુક્ત તથા ખુલ્લા હિંદ-પ્રશાંત ક્ષેત્રની પ્રતિબદ્ધતા પર ચર્ચા કરી.” આ બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો.
A pleasure meeting PM @chrisluxonmp of New Zealand on sidelines of #ASEAN2025 meetings. Extended warm greetings from PM @narendramodi.
Welcome his commitment to advance our bilateral cooperation and nurture a free and open Indo-Pacific.