IPL 2027 Hardik Pandya and Arshdeep Singh News: IPL 2027ની સીઝન શરૂ થાય તે પહેલાં જ ક્રિકેટ જગતમાંથી એક સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવતા BCCI દ્વારા એક મેગા ટ્રેડ ડીલ (Trade Deal) ની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
આ મોટી ડીલ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના કેપ્ટન હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સ (Punjab Kings) એ ખરીદી લીધો છે. જ્યારે તેના બદલામાં પંજાબના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ વર્તુળોમાં હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ વચ્ચેની આ ટ્રેડ ડીલ અંગે જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, અત્યાર સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ ડીલ પર મંજૂરીની સત્તાવાર મહોર મારી દીધી છે.
જાણો કોને કેટલા કરોડ મળ્યા?
હાર્દિક પંડ્યા (Hardik Pandya): મુંબઈ ઈન્ડિયન્સે અગાઉ હાર્દિક પંડ્યાને 16.55 કરોડ આપીને પોતાની ટીમમાં ખરીદ્યો હતો. પરંતુ હવે પંજાબ કિંગ્સ ઈલેવને 18 કરોડની તગડી રકમ આપીને તેને પોતાની ટીમમાં સ્વીકારી લીધો છે.
અર્શદીપ સિંહ (Arshdeep Singh): હાર્દિક પંડ્યાની સામે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પણ 18 કરોડની રકમમાં જ મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદી લેવામાં આવ્યો છે.
BCCIની આ સત્તાવાર જાહેરાતની સાથે જ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. IPL 2027માં હવે હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સ તરફથી અને અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી મેદાનમાં ઉતરતા જોવા મળશે.