US Iran Tension: ઈરાને ટાર્ગેટ લોક કરતાં ઘર છોડીને ભાગ્યા અમેરિકન નાણામંત્રી! જીવલેણ ધમકી બાદ સુરક્ષિત મિલિટ્રી બેઝમાં કરાયા શિફ્ટ | Moneycontrol Gujarati
Get App

US Iran Tension: ઈરાને ટાર્ગેટ લોક કરતાં ઘર છોડીને ભાગ્યા અમેરિકન નાણામંત્રી! જીવલેણ ધમકી બાદ સુરક્ષિત મિલિટ્રી બેઝમાં કરાયા શિફ્ટ

US Iran Tension: ઈરાન તરફથી મળેલી જીવલેણ ધમકીઓ બાદ અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે પોતાનું ઘર છોડવું પડ્યું છે. સુરક્ષા એજન્સીઓએ તેમને તાત્કાલિક સુરક્ષિત મિલિટ્રી બેઝમાં શિફ્ટ કર્યા છે. જાણો વિગત.

અપડેટેડ 11:11:34 AM Nov 11, 2026 પર
Story continues below Advertisement
આ સમગ્ર ઘટનાક્રમથી માહિતગાર ગુપ્તચર સૂત્રોએ નાણામંત્રી બેસેન્ટને સૈન્ય મથકે શિફ્ટ કરવામાં આવ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે.

Scott Bessent Shifted to US Military Base: અમેરિકા અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ અને હુમલાઓ હાલ પૂરતા ભલે અટકેલા દેખાતા હોય, પરંતુ બંને દેશો વચ્ચેનો ખતરો અને તણાવ હજુ સુધી ટળ્યો નથી. અમેરિકન ગુપ્તચર એજન્સીઓના ચોંકાવનારા અહેવાલો મુજબ, ઈરાન દ્વારા હવે અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટને સીધા ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.

ઈરાન તરફથી મળી રહેલી ગંભીર અને જીવલેણ ધમકીઓને પગલે સ્કોટ બેસેન્ટે તાત્કાલિક પોતાનું ઘર છોડવું પડ્યું છે. અમેરિકન સુરક્ષા એજન્સીઓએ કોઈપણ જોખમ લીધા વગર તેમને અત્યંત સુરક્ષિત ગણાતા લશ્કરી મથકે ખસેડી દીધા છે. જોકે, સુરક્ષાના કારણોસર તેમની કાયદાકીય અને ટેકનિકલ વ્યવસ્થાઓ અંગેની ઊંડી વિગતો જાહેર કરવામાં આવી નથી.

ઉપપ્રમુખ જે. ડી. વેન્સ અને વિદેશ મંત્રીને પણ ખસેડાયા હતા


'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલ અનુસાર, આ સમગ્ર ઘટનાક્રમથી માહિતગાર ગુપ્તચર સૂત્રોએ નાણામંત્રી બેસેન્ટને સૈન્ય મથકે શિફ્ટ કરવામાં આવ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સંવેદનશીલ વિસ્તારોમાં શંકાસ્પદ ડ્રોન ઊડતાં જોવા મળ્યા બાદ અમેરિકાના ઉપપ્રમુખ જે. ડી. વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયોને પણ તાત્કાલિક અસરથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

અમેરિકન પ્રશાસનના એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીએ પોતાના ગુપ્ત મેમોમાં સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તેહરાન (ઈરાન) દ્વારા અમેરિકન નાગરિકો અને ટોચના સરકારી અધિકારીઓ વિરુદ્ધ રચાઈ રહેલા જીવલેણ કાવતરાઓ હવે ખૂબ જ આગળ વધી ચૂક્યા છે.

નાણામંત્રી સ્કોટ બેસેન્ટ જ કેમ આવ્યા ઈરાનના નિશાના પર?

સૌથી મોટો સવાલ એ છે કે ઈરાન અમેરિકાના નાણામંત્રીને કેમ નિશાન બનાવી રહ્યું છે? હકીકતમાં, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ દરમિયાન વોશિંગ્ટન (અમેરિકા) દ્વારા ઈરાનને ઘૂંટણિયે પાડવા માટે તેના પર આર્થિક દબાણ લાવવાની જે આક્રમક રણનીતિ ઘડવામાં આવી હતી, તેમાં સ્કોટ બેસેન્ટ મુખ્ય ચહેરો રહ્યા છે. અમેરિકન નાણા મંત્રાલયે ઈરાન પર કડકમાં કડક આર્થિક પ્રતિબંધો અને નાણાકીય પાબંદીઓ લાદવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે, જેના કારણે ઈરાનનું અર્થતંત્ર કમરતોડ ફટકો સહન કરી રહ્યું છે.

ઈરાને તમામ આરોપોને ફગાવ્યા

બીજી તરફ, ઈરાને અગાઉ આવા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. ઈરાનનું કહેવું છે કે તે અમેરિકન જમીન પર કોઈપણ અધિકારીઓને નિશાન બનાવવાની યોજના નથી ઘડી રહ્યું. ઉલ્લેખનીય છે કે ઈરાન તરફથી અમેરિકન નેતૃત્વને ટાર્ગેટ કરતા કેટલાક AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) વીડિયો ભલે સોશિયલ મીડિયામાં સામે આવ્યા હોય, પરંતુ વાસ્તવિક હુમલાના કાવતરાનો ઈરાને સ્પષ્ટ ઈનકાર કર્યો છે.

આ પણ વાંચો- રણબીર કપૂરની ‘રામાયણ' ફિલ્મ 99મા ઓસ્કારની રેસમાં સામેલ! 6 દિવસમાં 673.90 કરોડની કમાણી બાદ વિશ્વભરમાં વાગ્યો ડંકો

MoneyControl News

MoneyControl News

First Published: Nov 11, 2026 11:11 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.