ઈરાનનો મોટો દાવ: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પાસેથી વસૂલશે ટોલ ટેક્સ, ડૉલરનું વર્ચસ્વ ખતમ કરવાનો માસ્ટર પ્લાન | Moneycontrol Gujarati
Get App

ઈરાનનો મોટો દાવ: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પાસેથી વસૂલશે ટોલ ટેક્સ, ડૉલરનું વર્ચસ્વ ખતમ કરવાનો માસ્ટર પ્લાન

Strait of Hormuz Iran toll tax: ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સ લગાવવાનો મોટો નિર્ણય લીધો છે. અમેરિકી ડૉલરને પડકારવા મનફાવે તે કરન્સીમાં ફી વસૂલશે. જાણો સંપૂર્ણ વિગત.

અપડેટેડ 10:24:55 AM Aug 25, 2026 પર
Story continues below Advertisement
લેટેસ્ટ સરકારી રિપોર્ટ્સ અનુસાર, આ પ્રસ્તાવિત વ્યૂહાત્મક યોજનાના આર્ટિકલ 3 હેઠળ, ઈરાન પોતાના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થતા તમામ જહાજો પર શુલ્ક લગાવશે. ઈરાની સાંસદ હસન ઘશઘવીએ સ્પષ્ટ કર્યું છે કે આ પેમેન્ટ અમેરિકી ડૉલરમાં નહીં, પરંતુ ઈરાની રિયાલ અથવા ઈરાન નક્કી કરે તેવી અન્ય કોઈપણ કરન્સીમાં જ સ્વીકારવામાં આવશે.

Strait of Hormuz Iran toll tax: વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યસ્ત દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' મામલે ઈરાને એક નવો દાવ ખેલ્યો છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ અંગેની સંસદીય સમિતિએ આ ખાડીમાંથી પસાર થતા તમામ આંતરરાષ્ટ્રીય જહાજો પાસેથી 'ટોલ ફી' વસૂલવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. ઈરાનના આ આક્રમક પગલાથી વૈશ્વિક વેપાર અને ખાસ કરીને મિડલ ઈસ્ટની શાંતિ માટે મોટો ખતરો ઊભો થયો છે.

મનફાવે તે કરન્સીમાં પેમેન્ટ: અમેરિકી ડૉલરને સીધી ટક્કર

લેટેસ્ટ સરકારી રિપોર્ટ્સ અનુસાર, આ પ્રસ્તાવિત વ્યૂહાત્મક યોજનાના આર્ટિકલ 3 હેઠળ, ઈરાન પોતાના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થતા તમામ જહાજો પર શુલ્ક લગાવશે. ઈરાની સાંસદ હસન ઘશઘવીએ સ્પષ્ટ કર્યું છે કે આ પેમેન્ટ અમેરિકી ડૉલરમાં નહીં, પરંતુ ઈરાની રિયાલ અથવા ઈરાન નક્કી કરે તેવી અન્ય કોઈપણ કરન્સીમાં જ સ્વીકારવામાં આવશે. આ નિર્ણય અમેરિકન ડૉલરના વૈશ્વિક વર્ચસ્વને ખતમ કરવા માટેનો એક સીધો પડકાર છે.

કાયદાની કઈ છટકબારીનો ફાયદો ઉઠાવશે ઈરાન?

તમને પ્રશ્ન થશે કે શું ઈરાન કાયદેસર રીતે આવો ટેક્સ લઈ શકે? સંયુક્ત રાષ્ટ્રના દરિયાઈ કાયદા મુજબ, કોઈપણ દેશ આંતરરાષ્ટ્રીય જહાજોને રોકી શકતો નથી કે તેમની પાસેથી સામાન્ય ટોલ ટેક્સ લઈ શકતો નથી. પરંતુ, આ જ કાયદામાં એક જોગવાઈ છે કે જો કોઈ દેશ જહાજોને નેવિગેશન, પર્યાવરણ સુરક્ષા અને વીમા જેવી કોઈ વિશેષ સુરક્ષા સેવાઓ પૂરી પાડે, તો તે સર્વિસ ફી વસૂલી શકે છે. ઈરાન બરાબર આ જ નિયમનો ઉપયોગ કરીને સેવાઓના નામે અબજો ડૉલર કમાવવાની ફિરાકમાં છે.


આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ શું છે?

વિશ્લેષકોના મતે, આ નિર્ણય રાતોરાત લેવાયો નથી. અમેરિકાએ ઈરાન પર અત્યંત આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, જેના કારણે ઈરાનનું ચલણ ઐતિહાસિક તળિયે પહોંચી ગયું છે. દેશમાં વિદેશી ભંડોળ અને રોકડની ભારે અછત સર્જાઈ છે. પોતાની આ ભયંકર આર્થિક કટોકટીમાંથી બહાર આવવા માટે જ તેહરાને ટોલ ટેક્સનો આ નવો રસ્તો અપનાવ્યો છે.

વૈશ્વિક વેપાર પર કેવી અસર થશે?

આ નિર્ણયથી દરિયાઈ માર્ગે થતા ક્રૂડ ઓઈલના વેપાર પર સીધી અને ખૂબ મોટી અસર પડશે. સાઉદી અરેબિયા અને અન્ય પ્રાદેશિક દેશો સહિત અમેરિકા અને યુરોપના દેશો આ નિર્ણયને સહેલાઈથી સ્વીકારશે નહીં. જો આ નિયમનો બળજબરીથી અમલ થશે, તો મિડલ ઈસ્ટમાં ક્ષેત્રીય તણાવ ચરમસીમાએ પહોંચી શકે છે. અંમાં કહીએ તો, ઈરાનનો આ નવો દાવ માત્ર પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે જ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાને ભીંસમાં લેવા માટેની એક મોટી રણનીતિ છે. આગામી દિવસોમાં આ નિર્ણયના વૈશ્વિક અર્થતંત્ર પર મોટા પડઘા પડવાની પૂરી શક્યતા છે.

આ પણ વાંચો- દેશમાં ખાંડની કોઈ અછત નથી, સંગ્રહખોરો પર સરકારની તવાઈ! ISMAએ આપ્યા રાહતના મોટા સમાચાર

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2026 10:24 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.