અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈનું મોત, ઈમામ રઝાની મજાર પર ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડ્યા લોકો | Moneycontrol Gujarati
Get App

અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈનું મોત, ઈમામ રઝાની મજાર પર ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડ્યા લોકો

Ali Khamenei death: અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે. ઈરાનમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. જાણો સંપૂર્ણ વિગત.

અપડેટેડ 10:35:58 AM Mar 01, 2026 પર
Story continues below Advertisement
Ali Khamenei death: અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે.

Iran Supreme Leader killed: ઈરાન અત્યારે ભારે ગમગીન છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈ માર્યા ગયા છે. તેમના મોતના સમાચાર સાંભળતા જ આખા ઈરાનમાં માતમ છવાઈ ગયો છે અને લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સમાચાર સાંભળતા જ બેસુધ થયા લોકો

ઈરાનની સરકારી ન્યૂઝ ચેનલ ‘પ્રેસ ટીવી' (Press TV) પર એન્કર દ્વારા અલી ખામેનેઈના મોતના સમાચાર ભારે હૈયે વાંચવામાં આવ્યા હતા. આ જાહેરાતની ગણતરીની મિનિટોમાં જ મશહદમાં આવેલી ઈમામ રઝાની પવિત્ર મજાર પર લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો પોતાના રહેબરને (નેતાને) ગુમાવવાના ગમમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને મજાર પર ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડતા અને બેસુધ થતા જોવા મળી રહ્યા છે.

પરિવારના સભ્યોએ પણ જીવ ગુમાવ્યો, 40 દિવસનો શોક

આ હુમલો એટલો ભયંકર હતો કે તેમાં માત્ર અલી ખામેનેઈ જ નહીં, પરંતુ તેમના પરિવારના સભ્યો પણ માર્યા ગયા છે. ઈરાનના સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, આ ઈઝરાયેલ-અમેરિકી હુમલામાં અલી ખામેનેઈની દીકરી, જમાઈ, પૌત્રી અને પુત્રવધૂનું પણ મોત નીપજ્યું છે. આ મોટી દુર્ઘટનાને પગલે ઈરાન સરકારે દેશભરમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક અને 7 દિવસની જાહેર રજાની જાહેરાત કરી દીધી છે.


The moment Press TV's presenter broke the tragic news of the martyrdom of Ayatollah Khamenei pic.twitter.com/tA2aN9tcEt

— Press TV

MoneyControl News

MoneyControl News

First Published: Mar 01, 2026 10:35 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.