Jammu Kashmir: પાકિસ્તાનની નાપાક હરકત! રાજોરીમાં LoC પર 5 ડ્રોન દેખાતા દોડધામ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ | Moneycontrol Gujarati
Get App

Jammu Kashmir: પાકિસ્તાનની નાપાક હરકત! રાજોરીમાં LoC પર 5 ડ્રોન દેખાતા દોડધામ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરના રાજોરીમાં LoC પર પાકિસ્તાનની મોટી સાજિશ! મંગળવારે સાંજે 5 પાકિસ્તાની ડ્રોન દેખાતા ભારતીય સેનાએ કર્યું વળતું ફાયરિંગ. જાણો ક્યારે અને કેવી રીતે બની ઘટના અને શું છે સેનાની તૈયારી.

અપડેટેડ 03:00:42 PM Jan 14, 2026 પર
Story continues below Advertisement
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરના રાજોરીમાં LoC પર પાકિસ્તાનની મોટી સાજિશ! મંગળવારે સાંજે 5 પાકિસ્તાની ડ્રોન દેખાતા ભારતીય સેનાએ કર્યું વળતું ફાયરિંગ

Infiltration Attempt: પાડોશી દેશ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી સુધરવાનું નામ નથી લઈ રહ્યું. જમ્મુ કાશ્મીરમાં શાંતિ ડહોળવા માટે સરહદ પારથી સતત પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લાના કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાની ડ્રોનની હલચલ જોવા મળી હતી, જેના કારણે સુરક્ષાદળો સતર્ક થઈ ગયા છે.

રાજોરીમાં 5 ડ્રોન દેખાતા સેનાનું ફાયરિંગ

મળતી માહિતી મુજબ, મંગળવારે રાજોરી જિલ્લામાં એક સાથે 5 પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. આ ઘટના બાદ ભારતીય સુરક્ષાદળોએ તુરંત એક્શન લીધું હતું અને ડ્રોન પર વળતું ફાયરિંગ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલું ડ્રોન મંગળવારે 13 જાન્યુઆરી સાંજે 7:30 વાગ્યાની આસપાસ LoC પાર કરીને ભારતીય સીમામાં ઘૂસ્યું હતું. ત્યારબાદ રાત્રે 8:30 વાગ્યાના સુમારે બીજા 4 ડ્રોન પણ આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. આ પહેલા 11 જાન્યુઆરીના રોજ પણ સીમા પારથી 5 ડ્રોનની શંકાસ્પદ ગતિવિધિ નોંધવામાં આવી હતી, જે ભારત માટે ચિંતાનો વિષય છે.

કાનાચકમાં મળ્યો હતો સેટેલાઇટ ફોન

સરહદ પર ડ્રોન દેખાવાની ઘટનાઓ વચ્ચે અન્ય એક ચોંકાવનારો કિસ્સો પણ સામે આવ્યો હતો. 11 જાન્યુઆરી, 2026ના રવિવારે, પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા કાનાચક સેક્ટરમાંથી ભારતીય જવાનોને એક શંકાસ્પદ સેટેલાઇટ ફોન મળી આવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે મળીને આખા વિસ્તારમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.


હથિયારો કે ડ્રગ્સની હેરાફેરીની આશંકા?

સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આ ડ્રોનનો ઉપયોગ ભારતીય સીમામાં હથિયારો અથવા પ્રતિબંધિત સામાન (જેમ કે ડ્રગ્સ) ઘૂસાડવા માટે થઈ રહ્યો છે. ઓછામાં ઓછી 5 જગ્યાએ ડ્રોન દેખાયા હોવાથી સેનાએ મોટા પાયે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ સાંબા જિલ્લાના પાલુરા ગામમાં બોર્ડર નજીકથી હથિયારોનો જથ્થો પકડાયો હતો. અધિકારીઓના દાવા મુજબ, આ હથિયારો પાકિસ્તાની ડ્રોન દ્વારા જ નીચે ફેંકવામાં આવ્યા હતા. જેમાં નીચે મુજબનો સામાન મળ્યો હતો જેમાં 2 પિસ્તોલ, 3 મેગઝીન, 16 રાઉન્ડ કારતૂસ, 1 ગ્રેનેડ હાલમાં સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને જવાનો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.

આ પણ વાંચો- Bharat Coking Coal IPO Allotment: 143 ગણો ભરાયો ઇશ્યૂ, GMPમાં જબરદસ્ત ઉછાળો, આ રીતે ફટાફટ ચેક કરો તમારું સ્ટેટસ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 14, 2026 3:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.